Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

જાણો A-1 અને A-2 દૂધ વચ્ચે શું તફાવત છે

ભારતીય સંસ્કૃતિમાં દૂધનું વિશેષ મહત્વ રહેલું છે. સ્વાસ્થ્યથી ઉપાસના સુધી દૂધનું એક વિશેષ મહત્વ રહેલું છે. આ જ કારણ છે કે ભારતમાં ગાયને પશુ નહીં માતાનો દરજ્જો મળ્યો છે. આંકડા તરફ નજર કરીએ તો ભારત વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના મતે દેશમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉત્પાદન 394 ગ્રામ પ્રતિ દિવસ છે.

KJ Staff
KJ Staff
Difference between A-1 and A-2 Milk
Difference between A-1 and A-2 Milk

ભારતીય સંસ્કૃતિમાં દૂધનું વિશેષ મહત્વ રહેલું છે. સ્વાસ્થ્યથી ઉપાસના સુધી દૂધનું એક વિશેષ મહત્વ રહેલું છે. આ જ કારણ છે કે ભારતમાં ગાયને પશુ નહીં માતાનો દરજ્જો મળ્યો છે. આંકડા તરફ નજર કરીએ તો ભારત વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના મતે દેશમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉત્પાદન 394 ગ્રામ પ્રતિ દિવસ છે. આંકડા પ્રમાણે વર્ષ 1970ની આજુબાજુ ઓપરેશન ફ્લડથી શરૂ થયેલા દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિને લીધે વર્ષ 2018-19 સુધી ભારત વાર્ષિદ દૂધ ઉત્પાદન 187.70 મિલિયન ટનના વિક્રમજનક સ્તર પર આવી ગયું છે. દૂધ ઉત્પાદનમાં આ અસાધારણ વૃદ્ધિનું કારણ મૂળ ગૌવંશીય નસ્લોનું વિદેશી નસ્લો જેવા હોલ્સટીન ફ્રિઝર, આયર્નશાયર, જર્સી વગેરેના સંક્રમણ માનવામાં આવે છે. દૂધ ઉત્પાદનની આ કડીમાં આજે આપણે વાત કરશું A-1 અને A-2 પ્રકારના દૂધ વિશે.

A-1 અને A-2 દૂધ વચ્ચે તફાવત

વિદેશી શંકર નસ્લો (આયરશાયર, જર્સી)થી પ્રાપ્ત દૂધને વૈજ્ઞાનિક 1 મિલ્ક કહે છે. વર્તમાન સમયમાં ભારતમાં ઉત્પાદિત 95 ટકા દૂધ એટલે કે A1 છે. જ્યારે ભારતીય મૂળની જાતો જેવી કે સાહિવાલ, ગિર, થારપારકર, લાલ સિંધી, હરિયાણવી વગેરેમાંથી પ્રાપ્ત દૂધ A2 પ્રકાર છે.

A-1 દૂધ સાથે જોડાયેલી આશંકાઃ

એ સત્ય છે કે ભારતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ સંકર પ્રજાતિના પશુઓને લીધે થાય છે. પણ તેની ગુણવત્તા સંબંધિત આશંકા આજે વૈશ્વિક ચર્ચાનો વિષય છે અને તે આ સંકર જાતોમાંથી પ્રાપ્ત દૂધ આપણા સ્વાસ્થ્યને હાનિકાર તો નથીને? આંતરરાષ્ટ્રીય દૂધ બજારોમાં પણ A1 દૂધની ગુણવત્તાને લઈ વિશેષ ચિંતિત છે. અમેરિકામાં કરવામાં આવેલા સંશોધનમાં એ વાત સામે આવી છે કે A1 દૂધમાં જોવા મળતા તત્વો બીસીએમ 7, માનવ સ્વાસ્થ્યને લઈ વિવિધ પ્રકારની સમસ્યાનું નિર્માણ કરી શકે છે. ડેનમાર્ક, સ્વીડનના સંશોધન પ્રમાણે બીસીએમ-7ને લીધે માનવમાં ડાયાબિટીસ તથા હૃદય રોગ સંબંધિ આશંકા સર્જાય છે. આ ઉપરાંત A1 દૂધ પાચન થવામાં મુશ્કેલી પડે છે.જેને લીધે કેટલાક લોકોને લેક્ટોસ ઈનટાલરેન્સ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગુણવત્તામાં શ્રેષ્ઠ છે A-2 દૂધઃ

દેશી પશુઓના દૂધની ગુણવત્તા વિદેશી પશુઓની અપેક્ષામાં વધારે શ્રેષ્ઠ છે. દેશી નસ્લો દ્વારા ઉત્પન્ન A2 મિલ્કમાં ખાસ પ્રકારના એમીનો અમ્લ પ્રોલીન જોવા મળે છે, જે BCM 7ને શરીરમાં અવશોષિત થવા દેતા નથી. તેને લીધે A-2 મિલ્ક પાચન થવામાં સરળ રહે છે. તે દૂધને લીધે કોઈ પણ પ્રકારની હાનિકારક અસર થતી નથી. A-2 મિલ્કની ગુણવત્તાને લીધે વિવિધ વિશેષજ્ઞ બાળ કુપોષણ જેવી સમસ્યાઓના ઉકેલમાં તેનો ઉપયોગ કરવા સલાહ આપે છે.

વધી રહી છે A-2દૂધની માંગઃ

પોતાના ઔષધિય ગુણોને લીધે ન્યૂઝીલેન્ડ તથા અમેરિકા જેવા દેશો સાથે A-2 મિલ્ક આજે વિશ્વમાં લોકપ્રિય છે. જ્યારે ભારતમાં પણ અમૂલ જેવી કંપનીઓને તેના ઉત્પાદનનો આરંભ કરવામાં આવ્યો છે.

બજાર મૂલ્યઃ

બજાર મૂલ્યની વાત કરીએ તો સાધારણ A-1 મિલ્કનું મૂલ્ય પ્રતિ લીટર રૂપિયા 40-50 છે, તો A-2 મિલ્કનું મૂલ્ય પ્રતિ લીટર રૂપિયા 90 છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More