Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

દુધાળા જાનવરની કોઈ પણ પ્રકારના ખર્ચ વગર કેવી રીતે કરશો માવજત ભાગ -2

Sukhadev Thakor
Sukhadev Thakor
Animal
Animal

દોહન

દુઝણા જાનવરોને સ્વચ્છજગ્યાએ દોહવા જોઈએ, દુધ દોહન કરનાર વ્યક્તિ નીરોગી અને સ્વચ્છ, નખ વધેલા ન હોવા જોઈએ, હાથ ધોઈ સુકા ટુવાલથી લૂછ્યા બાદ જ દોહવું, તેમજ દોહન માટેના વાસણો ચોખ્ખા હોવા જોઈએ અને વાસણ પહોળા મોઢા વાળું હોવું જોઈએ.દુધાળા જાનવરોનાઆઉ અને આંચળ દોહતા પહેલા હુંફાળાક્લોરીનનાદ્રાવણથી ધોઈ નાંખીને પછી ચોખ્ખા કપડા વડે લુછીને કોરા કરી નાખવા જોઈએ. પાનો મુક્યા પછી દોહાનાની ક્રિયા ઝડપી અને સાથોસાથ જાનવરને આરામપ્રદ હોવી જોઈએ. દોહતી વખતે દોહવાની જગ્યા અને તેના નજીકના આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ શાંત વાતાવરણ હોવું જોઈએ.મોટેથી બુમો પાડવી કે વાતો કરવી, કુતરાનું ભસવું, અજાણ્યાની ઉપસ્થિતિ વગેરે બાબતોથી દુધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેથી સાવચેતીના પગલા અગાઉથી લેવા જોઈએ.

વસુકાવવું :

ગાય-ભેંસ વિયાય એટલે દુધ ઉત્પાદનનું કાર્ય સતત રાત દિવસ જાનવર વસુકે ત્યાં સુધી એટલે કે, ૧૦ માસ ચાલુ રહે છે. દુધ ઉત્પાદન દરમ્યાન દુધ સાથે શરીરમાંથી એકધારી પોશાક્તાત્વોની ધાર દુધાળા જાનવરનાં શરીર બહાર વહેતી રહે છે. આ કરને શરીરમાં પોષક તત્વોનો સંગ્રહ હોય છે તેનું સારા એવા પ્રમાણમાં ધોવાણ થઇ જાય છે. તેને મઠારીને સરખું કરવાની જરૂર પડે છે. આમ બે હેતુઓ સિધ્ધથાય તો જ આવા વેતર દરમ્યાન દુધ ઉત્પાદન એક ધારું સારી રીતે થઇ શકે છે. આ માટે દુધાળા જાનવરને તેન ઉત્પાદન અનુસાર દોઢ થી અઢી માસ જેટલો આરામ વાસુકેલા દિવસો રૂપે મળે તો તે પુરતું છે. આથી દાણ અને લીલો ચારો કે સાયલેજ આપવાનુંબંધ કરવાથી દુઝણા જાનવરને છે. વસુકતા જાનવરને સુકું ઘાંસ તે પણ હલકી જાતનું આપતા હોઈએ તેના કરતા અડધા ભાગનું આપવું જોઈએ. જીવનના નિભાવ માટે ૧ થી દોઢ કીલોગ્ર્મ દાણ આપવું જોઈએ તે ઉપરાંત ગર્ભની વૃદ્ધિ દુગ્ધકાળ માટેની જરૂરીયાત પૂરી પાડવા દોઢથી બે કિલોગ્રામ દાણ વધારાનું આપવું જોઈએ. વસુક્તા પશુને તેના બચ્ચા ભેગું ન કરવાથી પણ જલ્દીથી વસુકે છે.

પાણી :

દુઝણા જાનવરો ભારે શ્રમ કરનાર પશુઓ છે. વળીજે દુધ ઉત્પન્ન કરે છે તેના માટે પણ શરીરમાંથી પાણી બહાર વહી જાય હ્હે. આથીઅન્ય બીજા જાનવરો કરતા દુઝણા જાનવરોને વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. સામાન્ય રીતે દુઝણા પશુઓ સરેરાશ ૩૦ થી ૩૫ લીટર ઉપરાંત વધારાના દર એક લીટર દુધ ત્રણેક લીટર પાણી પીવે તેવો અંદાજ છે.દુઝણા જાનવરોને જેમ વધુવાર પાણી બતાવવામાં આવે તેમ તે દરેક વખતે ઓછું પણ આખા દિવસનું મળી વધુ પાણી પીવે છે. વળી વધુવાર પાણી બતાવવામાં આવે તો દુધ ઉત્પાદન પણ વધે છે.

શિયાળાની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં દુઝણા જાનવરો વધુ(લગભગ બે ગણું)પાણી પીએ છે. ખાસ કરીને અતિશય ઠંડી પડતી હોય ત્યારે સહેજ ગરમ કરીને પાણી પીવડાવવામાં આવે તો વધુ પાણી પીએ છે. આ પરથી એમ કહી શકાય કે દુઝણા જાનવરો એમની મરજી પડે ત્યારે તેટલીવાર અને દર વખતે મરજી પડે તેટલું ચોખ્ખું પાણી પી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પીવાના પાણી ઉપરાંત ધોવા અને સફાઈ માટે જાનવર દીઠ અંદાજે ૪૫ થી ૭૦ લીટર પાણીની જરૂર પડે છે.

તંદુરસ્તીઅંગેની કાળજી :

દુધ ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ નાના-મોટા જાનવરો ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ. આથીટોળાના તમામ જાનવરોની નિયમિત સમયે ક્ષય, ચેપી ગર્ભપાત, અને જોન્સ જેવા રોગો માટે ચકાસણી કરાવીને જે જનારો રોગ ધરાવતા હોય અથવા શંકાસ્પદ લાગે, તેમને ટોળામાંથી દુર કરવા જોઈએ. ટોળામાં કોઈપણ ચેપી રોગવાળું જનાવર દાખલ ન થાય તે માટે હંમેશા સાવચેત રહેવું. વળી, બળિયા, ગળસુંકો અને ખરવા મોંવાસા જેવા સામાન્ય પ્રચલિત રોગો ન આવે તે માટે તે રોગો સામેની રોગપ્રતિકારક રસી યોગ્ય સમયે અચૂક મુકાવી દેવી. સામાન્ય રીતે મોઈ ઉમરના જાનવરો ગાય-ભેંસને પેટમાં થતા કૃમિ માટે એક શિરસ્તા તરીકે દવા આપવામાં આવતી નથી, પણ જો સંકર જાનવરો કે પરદેશી ઓલાદની ગયો રાખવામાં આવતી હોય તો આવા જાનવરોને ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસું પૂરું થયા પછી એમ વર્ષમાં બે વાર અંતર કૃમિનાશક ઔષધ આપવા. ભેંસોનેજુંવા, ઇતરડી વિગેરે ન લાગે તે ખાસ જોવું જરૂરી છે. (પશુઓમાં થતા વારંવાર રોગ માટે નિયત કરેલ રોગ સામેની રસી મુકાવવી જોઈએ.)

દરરોજના કાર્યમાં નિયમિતતા :

દુઝણા પશુઓની માવજતમાં વિવિધ કાર્યો જેવા કે, દાણ ખવડાવવું, ઘાસચારો આપવો, ચરવા કે ફરવા લઇ જવા, બે વાર દોહવું, જો જાનવરને દરરોજનું ૧૫ લીટર કરતા વધારે દુધ હોય તો દોહન દિવસ દરમ્યાન ત્રણ વખત કરવું, બધાનો એક નિયમિત ક્રમ બની જાય છે. આ કાર્યો રોજ રોજ કરવાનો ક્રમ અને સમય આપની અનુકુળતા અનુસાર એકવાર નક્કી કરીને જે તે કાર્ય રોજ જે તે સમયે જ કરવા જરૂરી છે. આ કાર્યોની અનીયમીતતાની માઠી અસર તરત જ દુઝણા જાનવરોના ઉત્પાદન પર પડે છે. આથી આ કાર્યોમાં ચુસ્તપણે સમયસર પાલન કરવું જોઈએ.

વ્યવહારમાં માયાળુ વર્તન :

સામાન્ય રીતે તમામ પાલતું પ્રાણીઓ સાથે માયાળુ વર્તન રાખવુ જરૂરી છે. પરંતુ દુધાળા જાનવરો પ્રત્યે સવિશેષ માયાળુ વર્તન રાખવું અતિ આવશ્યક છે. દુધાળા જાનવરોનેમારવા, હોકારા પડકારવા કરવા ઈ બધાની અસર દોહન સમયે થાય છે અને ઉત્પાદન પર માઠી અસર પડે છે.

આમ ઉપર જણાવ્યા મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લઇ આપને કોઇપણ જાતનો વધારાનો ખર્ચ કર્યા સિવાય જાનવરનું વધુ દુધ ઉત્પાદન મેળવી શકીએ છીએ.

આ પણ વાંચો - દુધાળા જાનવરની કોઈ પણ પ્રકારના ખર્ચ વગર કેવી રીતે કરશો માવજત ભાગ -1

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More