Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ધગધગતી ગરમીમાં આ 7 ઉપાયો થકી તમારા પશુઓને ગરમીથી બચાવો

હાલ સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે ત્યારે સામાન્ય જનજીવન ખોરવાયું છે, ઉલ્લેખનીય છે કે આ કાળઝાળ ગરમીના કારણે પશુઓ, પંખીઓ જેવા મૂંગા જીવો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આજે અમે તમને એવા 7 ઉપાયો જણાવીશું જેના વડે તમે તમારા પશુઓની ગરમીથી રક્ષા કરી શકશો.

Himanee Chauhan
Himanee Chauhan
Tips To Protect Animals From The Scorching Heat
Tips To Protect Animals From The Scorching Heat

હાલ સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે ત્યારે સામાન્ય જનજીવન ખોરવાયું છે, ઉલ્લેખનીય છે કે આ કાળઝાળ ગરમીના કારણે પશુઓ, પંખીઓ જેવા મૂંગા જીવો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આજે અમે તમને એવા 7 ઉપાયો જણાવીશું જેના વડે તમે તમારા પશુઓની ગરમીથી રક્ષા કરી શકશો.

પશુઓને ગરમીથી બચાવવા માટેના વિવિધ ઉપાયો કરી શકાય છે. જેમ કે વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર કરીને, પાણીનો છંટકાવ કરીને, પશુના ખોરાકમાં ફેરફાર કરીને આ ઉપરાંત અન્ય ઘણાં ઉપાયો છે. જેની સંપૂર્ણ માહિતી વિશે આજે આપણે વાત કરીશું.

1. વાતાવરણમાં કૃત્રિમ ફેરફાર

ઉનાળામાં દિવસે ગરમીના સમયમાં પશુઓને છાણ-માટીના છાપરાથી બનેલા શેડમાં રાખવી જોઈએ. જે સીધા સૂર્યપ્રકાશને અટકાવશે. ગરમીના દિવસમાં શેડનો ખુલ્લો ભાગ છાણ-માટીથી થાબડેલી વાંસની રચના વડે કે તાટીયા વડે કે તાડપત્રી વડે ઢાંકવો. આ રીતમાં ભેંસોને સીધા સૂર્યપ્રકાશ સામે લાંબો સમય રક્ષણ આપવામાં આવે છે. છાપરું બનાવવામાં વપરાતો સામાન અને રંગ સૂર્યપ્રકાશની સીધી ગરમીથી બચવામાં મહત્વનો ભાગ ભજવે છે. શેડની આજુબાજુ ઘાસ, નાના છોડ વગેરે પણ સૂર્યપ્રકાશની ગરમીથી અસર ઘટાડે છે. શેડમાં ઝાડ પણ સસ્તુ અને સારું રક્ષણ આપે છે. ઝડપી વધતાં ઝાડની 3 થી 8 લાઈન મકાનથી 25-45 મીટર દૂર રાખવાથી ગરમ પવનો રોકાઈ જાય છે. રાત્રિના સમયે ભેંસોને વાડામાં ખુલ્લી રાખવી જોઈએ. જેથી દિવસ દરમ્યાન શરીરમાં સંગ્રહાયેલ ગરમીનો વ્યય થઈ શકે.

2. પાણીનો છંટકાવ        

ઉનાળામાં પશુઓના શરીરને પાણી દ્વારા ભીનું રાખવાથી અસરકારક રીતે શરીરનું તાપમાન ઘટાડી શકાય છે. નીચે પ્રમાણે જુદી જુદી રીતે પાણીનો છંટકાવ કરી શકાય છે.

  • પશુ પર પાણીનો છંટકાવ - શેડમાં પશુઓ પર દિવસના 11 થી 3 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર વાર પાણીનો 5 થી 10 મિનિટનો છંટકાવ ખૂબ જ સારી અસર કરે છે. આવા છંટકાવથી ભેંસો વધારે દૂધ પણ આપે છે.
  • ફૂવારા પદ્ધતિ દ્વારા પાણીનો છંટકાવ -  મોટા ડેરી ફાર્મમાં ધાબા પર ફુવારા ફીટ કરી પાણીનો છંટકાવ કરી શકાય છે. જે બપોરના સમયે ચાલુ કરવા જોઈએ. તેનાથી ભેસોમાં ખોરાક લેવાનું પ્રમાણ અને શરીરના વજનમાં વધારો થાય છે.       

3. માટીનો લેપ (મડ પ્લાસ્ટરીંગ)

આ પદ્ધતિમાં પશુના આખા શરીર પર ભીની માટી એટલે કે ગારાનો લેપ કરવામાં આવે છે. જેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવાથી તમારા પશુને ગરમીથી રાહત મળે છે અને તેની અસર છીછરી તળાવડીમાં આળોટવા કરતાં વધારે અસરકારક હોય છે.

4. તળાવમાં નવડાવો/ જલવિહાર

ખાસ કરીને ગામડાઓમાં જલવિહાર માટે ભેંસોને તળાવમાં લઈ જવામાં આવે છે. પરંતુ જો ગરમીના કલાકોમાં ગામના તળાવમાં લઈ જવામાં અને પાછા લાવવામાં થતા સમયને લીધે તેની ઠંડકની અસર નાબૂદ થઈ જાય છે માટે બને તો ખેતર પર જ નાનકડી ખેત તલાવડીની વ્યવસ્થા વધુ ઉપયોગી નીવડી શકે છે.

5. ઠંડક આપવાના સાધનો

ઉનાળામાં મોટા ડેરી ફાર્મ ઉપર ઠંડક આપવાના સાધનો જેમ કે પંખા, પડદા, કોથળા, ખાસ ટીનનો ઉપયોગ તેમજ બંધ મકાનમાં એર કુલર અથવા એર કંડીશન પધ્ધતિથી ગરમીનો તણાવ ઘટાડી શકાય છે.

6. ઠંડુ પાણી આપવુ

ગામડાની પરિસ્થિતિમાં માટલામાં રાખેલ ઠંડું પાણી જો ભેંસોને આપવામાં આવે તો પણ થોડાક અંશે ગરમીનો બોજો ઓછો કરી શકાય છે. પાણીના સાધનોને પાણીના હવાડાને ઠંડી જગ્યાએ જાનવરની પહોંચમાં પૂરતી સંખ્યામાં રાખવા જોઈએ જેથી જાનવર જયારે ઈચ્છા થાય ત્યારે પાણી પી શકે.

7. ખોરાકમાં કરો ફેરફાર

ઘાસચારા નિરણની ફ્રિકવન્સી 6 થી 8 ગણી વધારવી, ઠંડા કલાકોમાં ખોરાક આપવો. તે ખોરાક ઉતમ કક્ષાનો હોવો જોઈએ. જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય. ગરમીના દિવસોમાં ખોરાકમાં રેસાનું પ્રમાણ ઘટાડવાથી ફાયદો થાય છે. દાણ કરતાં ઘાસચારો શરીરમાં ગરમી વધુ પેદા કરે છે. રેસાનું પ્રમાણ ઘટાડવાથી શરીરમાં ગરમી ઓછી ઉત્પન્ન થશે. વધુમાં હલકી કક્ષાનો ચારો આપવાથી પેટમાં ખોરાકની ગતિ વધવાથી જલ્દીથી પેટ ખાલી થવાથી વધુ ખોરાક લેવાની ઈચ્છા ઉતેજિત થાય છે.

લીલા ઘાસચારાનું પ્રમાણ વધારવું જેમાં પાણીનો ભાગ 70 ટકા જેટલો હોય છે. ગરમીના સમયમાં પ્રોટીનનું પ્રમાણ વધારવાથી વધુ વળતર મળે છે. ભેંસને જો 21 ટકા પ્રોટીન આપવામાં આવે તો સુકા તત્વનું પ્રમાણ વધુ લે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે.

આ પણ વાંચો : જર્સી ગાય પાળીને કમાઓ લાખોનો નફો, સંપૂર્ણ માહિતી વાંચો આ લેખમાં

આ પણ વાંચો : બતક પાલન : નફાની આ રેસમાં મરઘાં પાલનને પણ પાછળ છોડી રહ્યો છે બતક પાલનનો રોજગાર

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More