Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

બકરી પાલનથી કરો બમણો નફો, 60% સબસીડી પર મેળવી શકો છો 4 લાખ રૂપિયા

ખેડુતો હંમેશાંથી ખેતીની સાથે જ પશુપાલન પણ કરતા આવી રહ્યા છીએ. કોમ કે પ્રાણીઓની ઉપયોગિતા પણ એટલી જ જરૂરી છે, જેટલી શાકભાજીઓ અને બીજા પાકોની છે.કારણ કે, તેઓ કૃષિ સંબંધિત ઘણા મોટા કાર્યોમાં ઉપયોગમાં લેવામા આવે છે.આવી સ્થિતિમાં જો તમે આપણી આવકને વધારવાં માંગો છો તો તમે બકરી ઉછેરનો વ્યવસાય કરી શકો છો.આ માટે કેંદ્ર અને રાજ્ય સરકાર બન્ને ખેડૂતોને સમય સમય પર લોન આપે છે અને સાથે જ રાજ્ય સરકારો સબસિડી પણ આપે છે.

બકરા
બકરા

ખેડુતો હંમેશાંથી ખેતીની સાથે જ પશુપાલન પણ કરતા આવી રહ્યા છીએ. કોમ કે પ્રાણીઓની ઉપયોગિતા પણ એટલી જ જરૂરી છે, જેટલી શાકભાજીઓ અને બીજા પાકોની છે.કારણ કે, તેઓ કૃષિ સંબંધિત ઘણા મોટા કાર્યોમાં ઉપયોગમાં લેવામા આવે છે.આવી સ્થિતિમાં જો તમે આપણી આવકને વધારવાં માંગો છો તો તમે બકરી ઉછેરનો વ્યવસાય કરી શકો છો.આ માટે કેંદ્ર અને રાજ્ય સરકાર બન્ને ખેડૂતોને સમય સમય પર લોન આપે છે અને સાથે જ રાજ્ય સરકારો સબસિડી પણ આપે છે.

ઓછા ખર્ચે અને સરળ જાળવણીના કારણે ગરીબ ખેડુતો અને ખેતમજૂરો માટે બકરી ઉછેરનો ધંધો સારી આવકનું સાધન બની રહ્યો છે. ઝારખંડ, રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં આ બકરીઓ એટીએમની જેમ પશુપાલકોની મદદ કરી રહ્યી છે, પરંતુ હજી પણ માહિતીના અભાવને કારણે ખેડુતો તેમાંથી વધુ કમાણી કરી શક્યા નથી.

બકરી પાલન વ્યવસ્થા નફાકારક ધંધો

ચાલો તમને જણાવી દઈએ કે બકરી ફાર્મ યોજના એટલે કે બકરી ઉછેર યોજનામાં નફો જ  નફો છે. આ યોજનાઓ એવા ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે કે જેઓ ગામડામાં રહીને મોંઘી ગાય અથવા ભેંસ ખરીદી શકતા નથી. આવા ખેડુતો માટે બકરી ઉછેરની યોજના માત્ર રોજગારની બાંયધરી નથી, પરંતુ ઓછી મૂડી સાથે વધુ નફો આપતી યોજના પણ છે.

બકરી ઉછેર પર 60 ટકા સબસિડી

બકરી ઉછેરનો સૌથી મોટો ફાયદો એ છે કે બકરીઓને ગાય અને ભેંસ કરતા ઓછી કાળજી લેવી પડે છે. સરકારી યોજનાઓ હેઠળ બકરી પાલન યોજનાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. બકરી પાલન યોજના અંતર્ગત બકરી ઉછેર માટે ખેડૂતોને 4 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જેમાં મહત્તમ 60 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે, જેથી ખેડુતો બકરી ઉછેર શરૂ કરી શકે છે.

બકરી ઉછેર માટે કેટલી લોન મળશે

સરકાર દ્વારા બકરી ઉછેર માટે મહત્તમ 4 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે.જેમાં સામાન્ય કેટેગરી માટે 50 ટકા અને એસસી અને એસટી વર્ગના લાભાર્થીઓ માટે 60 ટકા સબસિડી ઉપલબ્ધ કરવામાં આવી છે.

બકરી ઉછેરથી ખેડુતોની આવકમાં થશે વધારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર  સુલતાનપુરના મુખ્ય પશુ ચિકિત્સક ડો.રામાશંકર સિંહના જણાવ્યા અનુસાર બકરી ફાર્મ યોજનાના કાર્ય નાના ખેડુતો અને ગરીબ લોકોની આવક વધારવાનો છે. આ ઉપરાંત બકરી ઉછેરને પ્રોત્સાહન આપવાનો છે અને બકરીની સુધરેલી જાતિની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પણ છે. તેમણે કહ્યું કે કોઈપણ રસ ધરાવનાર વ્યક્તિ ગોટ ફાર્મ યોજના હેઠળ અરજી કરી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે

કેવી રીતે અરજી કરવી?

બકરી ફાર્મ યોજનાનો લાભ લેવા તમારે જિલ્લાઓના પશુપાલન વિભાગનો સંપર્ક કરવો પડશે અને અરજી કરવી પડશે.આ યોજનાનો લાભ મેળવવા માટે તમે તમારા જિલ્લાના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરીને વિભાગની વેબસાઇટ પર ઓનલાઇન અરજી પણ કરી શકો છો.

બકરી ઉછેર પર સબસિડી મેળવવા માટેના દસ્તાવેજો

બકરી ઉછેર યોજના હેઠળ બકરી ઉછેર પર સબસિડી મેળવવા અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે

  • ફોટા
  • આધારકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર (ફક્ત એસસી / એસટી માટે ફરજિયાત)
  • બેંક એકાઉન્ટ પાસ બુક
  • પાન કાર્ડ

Related Topics

#goat subsidy farmers

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More