Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુજનીનીક પુરવઠાનું સંરક્ષણ

KJ Staff
KJ Staff
Cow
Cow

સંરક્ષણ એ કુદરતી (નૈસર્ગિક) પુરવઠાની સાચવણી, વિવેકપૂર્વકના સંચાલન, સશક્તિકરણમાં ઉપયોજન, આ પુરવઠાની પુન: પ્રસ્થાપના તેમજ તેનો વધારો કરવા માટેનો એક હકારાત્મક પ્રયત્ન છે. સામાન્ય રીતે, પાલતુ પશુઓને અનુલક્ષીને સંરક્ષણ વધારે મહત્વ ધરાવે છે, કારણકે આ પશુઓ મનુષ્યને સુખસમૃદ્ધિ પ્રદાન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. 

પશુજનીનીક પુરવઠાના સંરક્ષણની જરુરીયાતનું વિશ્વવ્યાપક અંગીકરણ એ ભારતીય પરીસ્થિતીને વધારે અનૂરુપ છે અને આમ થવાનું કારણ એ ભારતની લગભગ 70% વસ્તીનો રોજીંદા જીવનમાં પશુધન પરનો આધાર તેમજ આ પશુઓનું માનવજીવન સાથેનું સંપુર્ણ એકીકરણ (સંકલન) છે. ભારત દેશ ગાયની 40, ભેંસની 13, ઘેટાંની 42, બકરાંની 26, મરઘાંની 17, ઊંટની 9 તેમજ ઘોડાની 6 કિંમતી જાતોથી સંપન્ન છે.

વર્તમાન પરીસ્થિતિઓ દર્શાવે છે કે પશુઓની માત્ર અમુક ઓલાદોને અગ્રતા મળે છે તેમજ ઓલાદોની સુધારણાના કાર્યક્રમમાં પણ અમુક ઓલાદો માટે પક્ષપાત જોવા મળે છે. આવા સંજોગોમાં બાકીની ઓલાદોની સંખ્યામાં ઘટાડો થવો (અથવા સંપુર્ણપણે નષ્ટ થઇ જવું) એ સ્વાભાવિક બની જાય છે, જેમાં ફેરફાર ફ્ક્ત મનુષ્યનાં હસ્તક્ષેપ થકી સંરક્ષણથી કરી શકાય છે.

પશુજનીનીક પુરવઠાના સંરક્ષણના હેતુઓ  

પશુજનીનીક પુરવઠાના સંરક્ષણનો ખ્યાલ એ બે અલગ પરંતુ એકબીજા સાથે સંકળાયેલ કલ્પના પર કેન્દ્રિત છે. તેમાંની એક છે જનીનનું સંરક્ષણ અને બીજી છે પશુઓની ઓલાદોનું સંરક્ષણ.

પશુજનીનીક પુરવઠાના સંરક્ષણના ઉદ્દેશો

1. જનીનીક પુરવઠાના ની ઓળખાણ કરવી તેમજ તેને સમજવું.

2. સંલીગ્ન વૈવિધ્યતાનો અભ્યાસ કરવો તેમજ તેનો યોગ્ય રીતે વપરાશ કરવો.

3. ખાસ કરીને એવા પુરવઠાની સંભાળ લેવી કે જેનું વર્તમાન સમયમાં પશુઓની ઓછી વસ્તી પ્રતિનિધિત્વ કરે છે.

4. તાજેતરમાં માંગ ના હોય તેવા અનોખા પુરવઠાની સાચવણી.

5. લોકોને આ પશુજનીનીક પુરવઠાની તાલીમ આપવી તેમજ તેમનો આ પુરવઠાના સંચાલનમાં સમાવેશ કરવો.

પશુજનીનીક પુરવઠાના સંરક્ષણની અગત્યતા

1. જનીનકીય વીમો

વધતાં જતાં સમય સાથે લુપ્ત થઇ રહેલ ઓલાદોને ભવિષ્યમાં ઉપયોગ માટે સંરક્ષણ કરવાની જાગૃતતા વધી રહેલ છે. દેશી ઓલાદો પાસે અનોખા જનીન અથવા જનીનના જૂથ હોય છે જે પ્રતિકુળ આબોહવા અને અનોખા ખોરાક પુરવઠા હેઠળ બંધબેસતા થવાની યોગ્યતા તેમજ ઉત્પાદનક્ષમતા સાથે સંકળાયેલા હોય છે.

2. વૈજ્ઞાનિક અભ્યાસદેશી ઓલાદોનું સંરક્ષણ એ જનીનશાસ્ત્ર, જીવરસાયણવિજ્ઞાન, શરીરવિજ્ઞાન, આકારવિજ્ઞાન તેમજ શરીરરચનાશાસ્ત્રના સંશોધન માટે ઉપયોગી વસ્તુઓ પુરી પાડે છે. આ ઉપરાંત તે ઉત્ક્રાંતિની પ્રક્રિયા, પશુઓને પાળવાની ક્રિયા તેમજ કુદરતી અને કૃત્રિમ પસંદગી વગેરેની અસરો સમજવા માટે પણ મદદરુપ થાય છે.

3. ખાસ પરિસ્થિતિમાં આર્થિક કાર્યક્ષમતાશંકર ઓલાદો એ ભારતીય વાતાવરણમાં તેમની જનીનકીય ક્ષમતાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડે છે. આ ઉપરાંત અત્યંત ગરમ વિસ્તારના રોગોથી વધારે સંવેદનશીલ હોય છે અને તેમનાં ઉત્પાદનનું સ્તર તેમના પહેલા સંતાનના ઉત્પાદન કરતાં પણ ઓછું થઇ જાય છે. જ્યારે દેશી ઓલાદો આવા ગરમ વિસ્તારમાં અનૂકુળ થવાની ક્ષમતા તેમજ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.

4. સાંસ્કૃતિક તેમજ નૈતિક જરુરિયાતજો કોઇ ઓલાદ આર્થિક દ્રષ્ટિએ ઉછરી શકે તેમ ના હોય તો તેની સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક અગત્યતાથી સાર્વજનીક રસ માટે જાળવણી કરવી જોઇએ, કારણકે પશુ જનીનીક પુરવઠો એ પ્રાકૃતિક વારસા, સંસ્કૃતિ તેમજ અર્થતંત્રનો એક ભાગ છે.

પશુજનીનીક પુરવઠાના સંરક્ષણની રીતો1. ઇન સીટુ સંરક્ષણ: (In situ conservation)

પશુઓની ઓલાદોનું તેમનાં કુદરતી નિવાસસ્થાનમાં કરવામાં આવતાં સંરક્ષણને ઇન સીટુ સંરક્ષણ કહે છે. આ જૈવવૈવિધ્યતાનાં સંરક્ષણ માટેની સુલભ રીત છે. તે આપણને મોટી સંખ્યામાં જીવોની એકસાથે જાળવણી કરવાનો રસ્તો પુરો પાડે છે. આ પદ્ધતિનો એકમાત્ર ગેરફાયદો એ છે કે તેમાં વધારે પ્રમાણમાં જગ્યાની જરુર પડે છે જેના લીધે વધતાં જતાં સમય સાથે આ પદ્ધતિ વડે સંરક્ષણ મુશ્કેલ બની રહ્યું છે. આ પદ્ધતિમાં જૈવવૈવિધ્યતાનું રક્ષણ તેમજ જાળવણી અમુક ખાસ પ્રદેશોમાં કરવામાં આવે છે જેને રક્ષિત પ્રદેશો કહેવાય છે જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો તેમજ જીવાવરણ (સૃષ્ટિમંડળ) નો સમાવેશ થાય છે.

2. એક્સ સીટુ સંરક્ષણ: (Ex situ conservation)

આ સંરક્ષણમાં પશુઓની ઓલાદોનું પ્રાણીસંગ્રહાલય તેમજ બગીચામાં થોડીક અથવા સંપૂર્ણપણે નિયંત્રીત પરીસ્થિતીમાં જાળવણી તેમજ સંવર્ધન કરવામાં આવે છે. આ રીતે, પસંદગી કરેલ પશુઓનું તેમના કુદરતી નિવાસસ્થાનના બહાર પસંદગી કરેલ પ્રદેશોમાં થતાં સંરક્ષણને એક્સ સીટુ સંરક્ષણ કહે છે. લુપ્ત થવાના આરે રહેલી પશુઓની ઓલાદો માટે આ સંરક્ષણ વધારે મહત્વ ધરાવે છે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More