Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

ઠંડીની સિઝનમાં પશુઓના ઘાસચારા અને તેમને થતા રોગ નિયંત્રણની આ પદ્ધતિ અપનાવો

ઓક્ટોબર-નવેમ્બર આવતા ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનું આગમન થાય છે. બદલી રહેલી હવામાનમાં આ જાણ પડતી નથી કે પશુને કયા વાતાવરણના અનુકૂળમાં છે.

KJ Staff
KJ Staff
Adopt this method of foddering and control of diseases during the cold season
Adopt this method of foddering and control of diseases during the cold season

ઓક્ટોબર-નવેમ્બર આવતા ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનું આગમન થાય છે. બદલી રહેલી હવામાનમાં આ જાણ પડતી નથી કે પશુને કયા વાતાવરણના અનુકૂળમાં છે. 

 આ સંજોગોમાં કોઈપણે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવાની જરૂરિયાત રહે છે. પછી તે માનવી હોય કે જાનવર. દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. બદલાઈ રહેલી મોસમમાં પશુઓ પણ બીમાર થવાની સંભાવના વધી રહી છે.

 

 ઠંડીની સિઝનમાં પશુપાલકોને એવી ચિંતા સતત રહેતી હોય છે અને તેમની જવાબદારી વધી જાય છે. આ સમયે પશુઓની યોગ્ય દેખરેખ નહીં કરવાના સંજોગોમાં તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. આ સાથે જ પશુઓની દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ ઘટાડો આવી જાય છે. માટે જરૂરી છે કે ઠંડી આવતા જ પશુઓની વિશેષ કાળજી રાખવામાં આવે. મોટાભાગના ખેડૂતોને માલુમ હોતુ નથી કે પશુઓને ક્યારે ઠંડી લાગે છે, તો તેના શરૂઆતી લક્ષણો કયા હોય છે.

 પશુઓમાં ઠંડી લાગવાના લક્ષણ મનુષ્યોના લક્ષણ સાથે મળતા આવે છે. માટે જો તમે પશુઓ પ્રત્યે વિશેષ ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને માલુમ થશે કે ઠંડી લાગવાના સંજોગોમાં પશુઓના નાક અને આંખોમાંથી પાણી નિકળવા લાગે છે. ભુખ ઓછી લાગે છે અને શરીરના રુવાડા ઉભા થઈ જાય છે. આ સંજોગોમાં આપણે પશુઓના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવું પડે છે. જે હેઠળ પશુઓને ઠંડીથી બચાવી શકાય. તેને લીધે ઠંડી ઓછી લાગે અને તે પોતાને ઠંડીથી બચાવી શકે.

આ મૌસમમાં પશુઓને સંતુલિત આહાર આપવો. ઠંડીમાં પાચન ક્રિયા એટલી સારી રહેતી નહી

 પશુઓના આહારમાં લીલા ઘાસચારા અને મુખ્ય ચારાને 1:3 પ્રમાણમાં મિશ્રિત કરી ખવડાવવા.

 ઠંડીની સિઝનમાં પશુઓને ઠંડો ઘાસચારો આપશો નહીં. મોટાભાગના ખેડૂતો કે જેઓ ખેતરોમાં સાગ અને શાકભાજી ઉગાડે છે તેઓ કોબી અને મૂળાના પાંદડા પશુઓને ઘાસચારા તરીકે આપે છે. આ સંજોગોમાં તમારા પશુ બીમાર થઈ શકે છે. માટે જરૂરી છે કે તેને મિશ્રિત આહાર આપવામાં આવે.

 પશુઓને નવશેકુ પાણી આપો

 પશુઓને રહેવાની વ્યવસ્થા દિવસમાં ખુલ્લા સ્થાનોમાં રાખો. જેથી તેમને તડકો મળી શકે.

 પશુ આવાસની બારીઓ પર પડદા રાખો. તેનાથી પશુઓ ઠંડા પવનથી બચી શકે.

 વાતાવરણમાં ભેજ હોવાથી પશુઓમાં ખુરપકા, મુંહપકા અને ગળાઘોંટુ રોગ હોવાની સમસ્યા વધી જાય છે. પશુઓને આ રોગથી બચાવવા માટે યોગ્ય સમયે વેક્સિન આપી શકાય.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More