Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતના સૌથી મોટા મિત્ર છે

આજકાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છે, અને તમને ખબર જ છે કે અળસિયા પ્રાકૃતિક ખેતી સાથે ખૂબ જ ઊંડી રીતે જોડાયેલા છે. એટલે કે ખેડૂતોના ઘનિષ્ટ મિત્ર તરીકે અળસિયાની ઓળખ થાય છે. મહત્વની વાત છે કે અળસિયાને 'જમીનના આંતરડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Worms Are The Farmers Best Friend
Worms Are The Farmers Best Friend

આજકાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છે, અને તમને ખબર જ છે કે અળસિયા પ્રાકૃતિક ખેતી સાથે ખૂબ જ ઊંડી રીતે જોડાયેલા છે.  એટલે કે ખેડૂતોના ઘનિષ્ટ મિત્ર તરીકે અળસિયાની ઓળખ થાય છે. મહત્વની વાત છે કે અળસિયાને 'જમીનના આંતરડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.

કુદરતની આપેલ છે કિંમતી ભેટ

અળસિયા ખેડૂતો માટે કુદરત તરફથી એક મહામૂલી દેન છે. આજે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અળસિયાને ખેડૂતનું કુદરતી હળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને ખેડૂતનો સાચો મિત્ર પણ માને છે.

જમીનના આંતરડા તરીકે પણ ઓળખાય છે

અળસિયું એટલે કે ખેડૂતોનો ઘનિષ્ટ મિત્ર, જેને 'જમીનના આંતરડા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પેટમાં રહેલા સૂક્ષ્મ જીવોની રાસાયણિક ક્રિયા અને એ ક્રિયાને કારણે જમીનમાં સૂક્ષ્મ તત્વોની ઉપલબ્ધતા વધે છે. અળસિયાનું ખાતર પોષક તત્વોથી ભરપૂર ઉત્તમ કાર્બનિક ખાતર છે જે ખેતર માટે શ્રેષ્ઠ હોય છે.

અળસિયાના ખાતરની રાસાયણિક સંરચના

ઘટક


Ingredient

માત્રા


Proportion

નાઈટ્રોજન

05-1.5 %

ફોસ્ફરસ

0.1.-0.30 %

પોટેશિયમ

0.15 – 0.50 %

કેલ્શિયમ

22.67 – 47.60 %

મેગ્નેશિયમ

એમ.જી / 100 ગ્રામ

કોપર

2.0-9.50 એમ.જી / કિ.ગ્રા

આયર્ન

2.0 -9.30 એમ.જી / કિ.ગ્રા

ઝીંક

5.0 – 11.50 એમ.જી / કિ.ગ્રા

સલ્ફર

128 – 548 એમ.જી / કિ.ગ્રા

   

 દેખાવ અને ક્યાં જોવા મળે છે અળસિયા

સામાન્ય રીતે અળસિયાના શરીરનો આગળનો છેડો અણીદાર અને પાછળનો છેડો બુઠ્ઠો હોય છે. અળસિયાને હાડકા, પગ, આંખ કે કાન હોતા નથી. અળસિયાના જીવનકૃમમાં ઇંડા, અવસ્થા, બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા હોય છે. તેને ઠંડક વધારે પસંદ હોય છાંયડામાં જયાં ભેજ હોય ત્યાં અળસિયાની હાજરી જોવા મળે છે.

આ પણ વાંચો : Gyupsum : જીપ્સમના કારણે છોડમાં થતા લાભ વિશે આજે જ જુઓ સંપૂર્ણ માહિતી, જેનાથી મળશે વિપુલ પ્રમાણમાં ઊપજ

ખેડૂતના ખાસ મિત્ર અળસિયા

  • પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતના સૌથી મોટા મિત્ર છે.
  • પ્રાકૃતિક ખેતીમાં વપરાતી જમીનમાં અળસિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે.
  • અળસિયા જમીનને ફળદ્રુપ અને છિદ્રાળુ બનાવે છે.
  • જે ખેતરમાં અળસિયા હોય ત્યાં વરસાદ પડે ત્યારે પરપોટા થાય છે અને ખેતરનું બધુ પાણી આ છિદ્રો મારફતે જમીનમાં જાય છે. આમ ખેતરનું પાણી ખેતરમાંનો સિદ્ધાંત ફળિભૂત થાય

અળસિયા ખેડૂતોને  રીતે છે મદદરૂપ

અળસિયાને પોતાનો ખોરાક શોધવાનો હોવાથી અને પ્રજનન માટે જમીનમાં સતત હલનચલન કરતા જ રહે છે. એક અળસિયુ દિવસમાં 8 થી 10 વખત જમીનની ઉપર આવે છે. આમ દિવસમાં 16થી 20 કાણા પડે છે. જેથી જમીનનું ઉપરનું પડ કુદરતી રીતે ખેડાઇને છિદ્રાળુ બને છે. પરિણામે જમીનમાં હવાની અવરજવર વધે છે. જેથી જમીનની ભેજ ધારણ કરવાની શક્તિ વધે છે. કારણ કે સેન્દ્રિય પ્રદાર્થ બધી માટીમાં સરખા પ્રમાણમાં ભળી જાય છે.

ખેડૂતો ભૂલ્યા છે અળસિયાનું મહત્વ

ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી ખેડૂતો ખેતરમાં આડેધડ રાસાયણિક ખાતરો છાંટતા હોય છે. જેના કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના વધારે પડતાં ઉપયોગથી અળસિયાની સંખ્યા ઓછી થઈ જાય છે અને તેની અસર ખેડૂતોના પાક પર થાય છે. 

આ પણ વાંચો : ઓર્ગેનિક જંતુનાશકો કુદરતી રીતે જોખમમાં મૂકાયેલા પાકને સુરક્ષિત કરી શકે છે; જાણો-કેવી રીતે

 

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More