Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Cucumber Farming: કાકડીના પાક માટે ખૂબ જ મહત્વના છે આ ત્રણ પોષક તત્વ, ખેતી કરતા પહેલા જાણી લો

કાકડીનું જૈવિક નામ Cucumis sativus છે. વેલાના છોડ તરીકે જાણીતા કાકડીની શોધ ભારતમાં જ કરવામાં આવી હતી. ઉનાળા દરમિયાન સલાડમાં કાચૂ ખાવા માટે વપરાતી કાકાડી મોટા ભાગે દરેક વ્યક્તિને પ્રિયા હોય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો: પ્રિન્ટરિસ્ટ
ફોટો: પ્રિન્ટરિસ્ટ

કાકડીનું જૈવિક નામ Cucumis sativus છે. વેલાના છોડ તરીકે જાણીતા કાકડીની શોધ ભારતમાં જ કરવામાં આવી હતી. ઉનાળા દરમિયાન સલાડમાં કાચૂ ખાવા માટે વપરાતી કાકાડી મોટા ભાગે દરેક વ્યક્તિને પ્રિયા હોય છે. લોકો સલાડ સહિત અન્ય ઘણી રીતે પણ કાકડીનું સેવન કરે છે કેમ કે કાકડી એ એમબી એટલે કે મોલીબડેનમ અને વિટામીન K નો ઉત્તમ સ્ત્રોત છે. 

કાકડી માટે જરૂરી પોષક તત્વો

ઘણા લોકો તેમના કિચન ગાર્ડનમાં કાકડી ઉગાડે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો ઘરના કિચન ગાર્ડનમાં કાકડી ઉગાડવી હોય કે તેની ખેતી કરવી હોય તો ખાતરની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. નિષ્ણાતો કહે છે કે કાકડીઓ માટે એવા ખાતરોનો ઉપયોગ કરવો વધુ સારું છે જેમાં ફોસ્ફરસ અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય અને નાઈટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય. કાકડી માટે ખાતરનો ઉપયોગ કરતી વખતે, છોડની મહત્વની પોષક જરૂરિયાતો શું છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.

કાકડીના પાકને ત્રણ પોષક તત્વોની હોય છે જરૂર

બધા છોડની જેમ, કાકડીના છોડને પણ ત્રણ પ્રાથમિક પોષક તત્વો, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસની જરૂર હોય છે. આ ઉપરાંત અન્ય ઘણા સૂક્ષ્મ પોષકતત્વો પણ આ માટે જરૂરી છે. કાકડીની કેટલીક પોષક જરૂરિયાતો ખૂબ જ ખાસ હોય છે, જેમાંથી નાઈટ્રોજન સૌથી મહત્વપૂર્ણ છે. નાઈટ્રોજન તેના છોડને ગાઢ બનાવે છે. તે જ સમયે, પોટેશિયમ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને તેનાથી થતા રોગોને પણ અટકાવે છે. ડાયેટિશિયન કાકડીને પૌષ્ટિક ફળ કહે છે. તેમાં પાણીનું પ્રમાણ 96 ટકા સુધી છે અને તે અન્ય ફળોની તુલનામાં સૌથી વધુ છે.

ઘણી બીમારિઓ મટાડે છે કાકડી

કાકડી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે, કબજિયાત મટે છે અને વજન ઘટાડવામાં પણ ઘણી મદદ મળે છે. તેના ફાયદાઓનો મહત્તમ લાભ લેવા માટે ઘણા લોકો તેને છાલની સાથે ખાય છે. ભારતમાં, કાકડીની ખેતી મોટાભાગે પશ્ચિમ બંગાળમાં થાય છે. આ પછી આવે છે મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, પંજાબ, ઉત્તર પ્રદેશ, આસામ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાત.  

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More