Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

સુક્ષમતત્વોની ઉણપ દુર કરવાના ઉપાયો અને વધુ પડતા ઉપયોગથી સર્જાતી પ્રતિકૂળ અસરો

પોષક તત્વોની ઉણપ સહેલાઈથી વર્તાય તેવા દર્શક પાકો કેટલાક પાકો અમુક તત્વોની ઉણપની અસર ઝડપથી બનાવતા હોય છે. પોષકતત્વોની અછત પ્રત્યેની સહન ક્ષમતા જુદા જુદા પાક અને તેની જાત ઉપર આધાર રાખે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
  • સુક્ષમ તત્વોની ઝેરી અસર સુક્ષમ તત્વોની ખામીની જેમ જ તેનાં ચિન્હો પરથી ઓળખી શકાય. છોડનાં વિવિધ ભાગો જેવા કે, મૂળ, થડ, પર્ણો, ફૂલ વગેરે પર સુક્ષમ તત્વોની ઝેરી અસરનાં ચિન્હો જોવા મળે છે.
  • પર્ણો પીળા પડવા, પર્ણદંડમાં સડો પડવો, પર્ણો ખરી પડવા વગેરે સુક્ષમ તત્વોની ઝેરી અસરનાં ઝડપી નજરે ચડે તેવા ચિન્હો છે. સુક્ષમ તત્વ પ્રમાણે આ ઝેરી અસરની લાક્ષાણિકતા બદલાતી રહે છે.
  • સુક્ષમ તત્વોમાં ઝેરી અસર માટે સૌથી વધુ વગોવાયેલ તત્વ બોરોન છે.
  • કપાસમાં ઝેરી અસરની માત્રા સૌથી વધુ (પર થી ૧૬ર મીલી ગ્રામ/૧૦૦ ગ્રામ સૂકો જથ્થો) છે. આમ, કપાસનો પાક બોરોનની ઝેરી અસર સામે સૌથી વધુ પ્રતિકારક ગણાય છે.

પોષક તત્વોની  ઉણપ સહેલાઈથી વર્તાય તેવા દર્શક પાકો

કેટલાક પાકો અમુક તત્વોની ઉણપની અસર ઝડપથી બનાવતા હોય છે. પોષકતત્વોની અછત પ્રત્યેની સહન ક્ષમતા જુદા જુદા પાક અને તેની જાત ઉપર આધાર રાખે છે.

જમીનમાં પોષક તત્વોની ક્રાંતિક માત્રા

 જમીનમાં મુખ્ય પોષક તત્વોની ઉણપ જમીન ચકાસણી ધ્વારા જાણી શકાય છે. પ્રયોગો ધ્વારા પાકનું મહત્તમ  ઉત્પાદન મેળવવા માટે દરેક પોષક તત્વોની ક્રાંતિક માત્રા નકકી કરવામાં આવે છે. ( કોઠા નં. ૬ )

  • જમીનમાં પોષક તત્વોની ક્રાંતિક માત્રા પોષક તત્વ ક્રાંતિક માત્રા લભ્ય નાઈટ્રોજન કિ.ગ્રા./હે = રપ૦
  • જમીનમાં જે તે પોષક તત્વ જણાવેલ ક્રાંતિક માત્રાથી ઓછા પ્રમાણમાં હોય તો પાકના વિકાસ માટે અપુરતા છે અને તેની પુર્તી જરૂરી છે.

પાકને ગંધકની પુર્તી અને ખામી દુર કરવા શું કાળજી રાખવી જોઈએ ?

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસ પછી ચોથો મુખ્ય ઘટક સલ્ફર છે. પાકને તંદુરસ્ત રાખી ઉત્પાદનમાં વઘારો કરે છે. ઈયળ તથા કીટકોને પાકમાં આવતા રોકે છે. સારા પાકમાં છંટકાવ થઈ શકે છે.પાછલા પ૦ વર્ષોમાં ગંધકયુકત નાઈટ્રોજન તથા સીંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ ૧૦૦ ટકા થી ઘટીને  આશરે ૧૪ ટકા જેટલો થઈ ગયેલ છે. ભારત સરકાર ધ્વારા ડીએપી, યુરીયાને આપવામાં આવતી સબસીડીથી પ્રોત્સાહિત થઈને ખેડૂતો ધ્વારા આ ખાતરોનો ઉપયોગ વધવાથી મોટા ભાગની જમીનો અને પાકોમાં ગંધકની ઉણપ વધી રહેલ છે. ગંધકની પુર્તી કરવા અથવા ખામી દુર કરવા છાણીયા ખાતર, કમ્પોસ્ટ, એરંડી અને લીંબોળીઓ, ખોળ વિગેરેનો ઉપયોગ કરવો જોઈએ તથા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો કે જે ગંધક ધરાવે છે તેનો વપરાશ કરવો જોઈએ

 ગંધકની જરૂરિયાત વાળા પાકો :

 (૧) સોયાબીન (ર) મગફળી (૩) રાયડો (૪) જીરૂ (પ) ધાણા (૬) ડુંગળી (૭) ઘઉં (૮) મકાઈ (૯) કપાસ (૧૦) શેરડી (૧૧) બટાટા (૧ર) મરચી (૧૩) ગુલાબ (૧૪) વટાણા (૧પ) કોબીજ (૧૬) આંબો (૧૭) આમળી (૧૮) ચીકુ (૧૯) લીંબુ (ર૦) દ્રાક્ષા (ર૧) નારંગી

ઉપયોગ :

 () ૧૦ લીટર પાણીમાં ર૦ મી.લી. પ્રવાહી સલ્ફર મિશ્ર કરી છોડ ભીંજાઈ જાય તે રીતે છંટકાવ કરવો.

(હોડ સ્પ્રેયર)

 () ૧૦ લીટર પાણીમાં પ૦ મી.લી. પ્રવાહી સલ્ફર મિશ્ર કરી પાવર સ્પ્રેયરથી છંટકાવ કરવો.

જમીનમાં લભ્ય ગંધકની માત્રા અને તેની પુર્તીનો પાક ધ્વારા ઉત્પાદનના પ્રતિભાવ પર  અસર

      જમીન સામાન્ય રીતે ગંધકની પૂતર્િની અસર તેલીબીયા પાકોમાં સેોથી વધું જણાય છે ત્યાર પછી કઠોળ વર્ગના પાકોમાં સારી અસર જોવા મળે છે. જમીનનું પૃથ્થકરણ કરાવ્યા પછી જ પાકમાં ગંધક આપવો જોઈએ. જમીનમાં સુલભ્ય ગંધકની માત્રા અને તેની પુર્તીનો પાકના ઉત્પાદન પર સારો એવો પ્રતિભાવ પડે છે.

ફર્ટીગેશન :-

          ટપક પિયત ધ્વારા ખાતર આપવાની માવજતને ફર્ટીગેશન કહેવામાં આવે છે. ટપક પિયત પધ્ધતિથી આપવામાં આવતા ખાતરની કાર્યક્ષામતા વધે છે. ખાતરની કાર્યક્ષામતા જમીન પ્રકાર અને પાક/જાત પર ખાસ આધાર રાખે છે. સામાન્ય રીતે ટપક પિયત પધ્ધતિ ખાતરો આપવાની દરેક પોષક તત્વની કાર્યક્ષામતા રપ ટકા જેટલી વધે છે. આથી, ટપક પિયત પધ્ધતિથી જો ખાતરો, આપવાના હોય તો રાસાયણિક ખાતરના ભલામણ જથ્થા કરતા ૭પ ટકા એટલે પોણા ભાગના ખાતરનો જથ્થો ગણતરીમાં લેવો.  ટપક પિયત પધ્ધતિમા ખાતરો પ્રવાહી સ્વરૂપમાં આપવામાં આવે છે. જે કેટલાક ખાતરો પ્રવાહી સ્વરૂપમાં જ મળતા હોય છે જેવા કે . નાઈટ્રોજન યુકતમાં - એમોનીયમ સોલ્યુશન . ફોસ્ફરસમાં - ફોસ્ફોરીક એસીડ જયારે ખુબજ દ્રાવ્ય ખાતરોનાં કોન્સન્ટ્રેટ સોલ્યુશન- સાદા દ્રાવણો પણ ફર્ટીગેશન તરીકે ઉપયોગમાં લઈ શકાય 

 ખાતરો મિશ્ર કરવાના સામાન્ય સિંધ્ધાંતો :

. યુરીયા ભેજગ્રાહી હોવાથી વાપરતી વખતે જ બધા ખાતર સાથે મિશ્ર કરી શકાય. અગાઉથી મિશ્ર કરવાથી લોંદો  થઈ જાય છે.

. એમોનિયમ સલ્ફેટ,ડી.એ.પી. અને એમોનિયમ ફોસ્ફેટને, કેલ્શીયમ સાઈનેમાઈડ, બેઝીક સ્લેગ કે ચુના સાથે મિશ્ર કરવાથી નાઈટ્રોજન એમાનિયા વાયુ રૂપે ઉડી જાય છે માટે મિશ્ર કરવાં નહિ.

. સુપર ફોસ્ફેટ અને ડી.એપી. ને કેલ્શીયમ સાઈનેમાઈડ, બેઝીક સ્લેગ કે ચુના સાથે મિશ્ર કરવાથી ફોસ્ફરસ અદ્રાવ્ય બની જાય છે માટે મિશ્ર કરાય નહિ.

. મ્યુરેટ ઓફ પોટાશ, સલ્ફેટ ઓફ પોટાશ, યુરીયા, સુપર ફોસ્ફેટ કે ડી.એ.પી. સાથે વાપરતી વખતે જ મિશ્રણ બનાવવું નહિ તો લોંદો થઈ જશે(ભેજગ્રાહી છે.)

પાણીમાં દ્રાવ્ય ખાતરોની માહિતિ :

૧૦૦% ઈમ્પોટેન્ડ પાણીમા દ્રાવ્ય ખાતરોની માહિતિ કોઠા નં.૧૧માં આપેલ છે.

આ પણ વાંચો:સંકલિત ખેતી મોડલ ! ખેડૂતોની આવક વધારવા મળશે મદદ

 

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More