Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

મોંઘા શાક્ભાજી પાકોમાં જીવાતનું નિયંત્રણ

(૧) ટમેટા, મરચીની જીવાત: મોલો, તડતડીયા, પાનકોરીયુ, સફેદમાખી: આ જીવાતો માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લિટર પાણીમાં ભરી છંટકાવ કરવો. થ્રિપ્સ: થ્રિપ્સના નિયંત્રન માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ અથવા એસીફેટ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે વારાફરથી છંટકાવ કરવો.

KJ Staff
KJ Staff

(ટમેટા, મરચીની જીવાત:

મોલો, તડતડીયા, પાનકોરીયુ, સફેદમાખી: આ જીવાતો માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લિટર પાણીમાં ભરી છંટકાવ કરવો.

થ્રિપ્સ: થ્રિપ્સના નિયંત્રન માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ અથવા એસીફેટ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે વારાફરથી છંટકાવ કરવો.

(ભીંડાની જીવાત:

ડૂંખ અને ફળ કોરી ખાનાર અથવા કાબરી ઇયળ:  ભીંડાની ચીમળાઇ ગયેલી ડૂંખો/છોડ ઇયળો સહિત તોડી ઉપાડી તેનો નાશ કરવાથી ઇયળનો ઉપદ્રવ કાબુમાં રહે છે. આ જીવતના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટેરે ૪૦ લેખે સરખા અંતરે ગોઠવવા. આ ઇયળના નિયંત્રણ માટે બીટી કે પાવડર (બેસીલસ થુરીન્જીન્સીસ - સૂષ્મરોગજીવાણું) હેકટરે ૧ કિલ્લો પ્રમાણમાં બે છંટકાવ, પ્રથમ છંટકાવ ભીંડાના ફળમાં જીવાતના નુકશાનની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ ૧૫ દિવસે કરવો.

 (બટાટાની જીવાત:

બટાટાના થડ કાપી ખાનાર ઇયળ: સાંજના સમયે બટાટાના ખેતરમાં ઘાસની ઢગલીઓ કરી રાખવી સવારે તે ઢગલીઓ નીચે સંતાઇ રહેલી ઇયળો ભેગી કરી તેનો નાશ કરવો. તેમજ મિથાઇલ પરાથીઓન ૨% ભુકી ૨૫ કિ.ગ્રા./હે મુજબ સાંજના સમયે છંટકાવ કરવો.

(૪) રીંગણની જીવાત:ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ:  રીંગણના નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલ ડૂંખો નિયમિત રીતે તોડી જમીનમાં ૨૦ સે.મી. ઊંડાઇએ દાટી દઇ નાશ કરવો. આ જીવતના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટેરે ૪૦ લેખે સરખા અંતરે ગોઠવવા. રીંગણના ફળની વીણી વખતે ઉપદ્રવિત ફળો એકત્રિત કરી નાશ કરવો.  તેમજ લીંબોળીનો અર્કનો છંટકાવ કરવો.

પાનકોરીયું:  રીંગણના પાનકોરીયુંના નિયંત્રણ માટે મીથાઇલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભરી છંટકાવ કરવો.

(કોબીજની જીવાતો:હીરા ફૂદું: કોબીજના પાકની આજુબાજુ રાઇનું પિંજર પાક તરીકે વાવેતર કરવું.  પાકમાં ફુંદાના નિયનંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટેરે ૨૫ લેખે સરખા અંતરે ગોઠવવા. જીવતની શરૂઆતમાં લીમડાની લીંબોળીનો અર્ક અથવા તૈયાર લીમડા આધારીત દવા અથવા બીટી પાવડરનો ઉપયોગ કરવો. ઉપદ્રવ વધુ જણાય તો મેલાથીઓન અથવા ડાયક્લોરવોસ અથવા ફેનિટ્રોથીઓન છંટકાવ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More