Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ખેડૂતોના ઘરેલુ સ્તરે ખોરાક અને પોષણની ખાતરી માટે પોષણયુક્ત કિચન ગાર્ડન

કિચન ગાર્ડન એટલે ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજી અને ફળો ઉગાડવાની પદ્ધતિ. આહાર અને પોષણ સાથે સંકળાયેલા તબીબોની ભલામણ મુજબ શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉંમર ના વ્યક્તિએ દરરોજ પોતાનાં ખોરાકમાં 300 ગ્રામ તાજા અને સારી ગુણવત્તા વાળા લીલા શાકભાજી લેવા જોઇએ.

KJ Staff
KJ Staff
Nutritional kitchen gardens
Nutritional kitchen gardens

હાલમાં બજારમાં મળતા મોટા ભાગના શાકભાજીમાં રસાયણયુકત ખાતરો, ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાની શકયતાઓ રહેલ છે. જેને લઇને આવા દૂષિત શાકભાજી ખાવાથી આપણા શરીરની તંદુરસ્તીને લાંબે ગાળે વિપરીત અસર થાય છે. જેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉછેરવા જોઇએ. ખેડૂતો પોતાના ખેતરની આસપાસ રહેલી ખુલ્લી જગ્યામાં શાકભાજી વાવી શકે છે. જેથી બજારમાં મળતા જંતુનાશક વાળા શાકભાજી ખરીદવા ના પડે અને તાજા અને પોષણયુક્ત શાકભાજી ઘર આંગણે ઉગાડી શકાય.

 

  • શાકભાજી પાકના વાર્ષિક વાવેતરનો સમયગાળો:

શાકભાજી પાકોના નામ

વાવેતર સમય

ટામેટા, ભીંડા, મરચા, રીંગણા, દુધી, ગલકા, ગુવાર, ચોળી, તુવેર, તુરિયા, કારેલા

જાન્યુઆરી થી માર્ચ

જુન થી સપ્ટેમ્બર

રતાળુ, બીટ, આદું, હળદર

એપ્રિલ થીં સપ્ટેમ્બર

ધાણા, મેથી, ડુંગળી, લસણ, પાલક

ઓકટોબર થી ડીસેમ્બર

બટાટા, તુવેર, પાપડી

ઓકટોબર થી જાન્યુઆરી

 

kitchen garden
kitchen garden
  • શાકભાજીના મુખ્ય પાકોની ખેતી વિષયક સંક્ષિપ્ત માહિતી :

ક્રમ નં.

શાકભાજી

વાવેતર અંતર (સે.મી.)

શાકભાજી પાકની જાતો

૧.

ભિંડા

૬૦ x ૩૦

ગુજરાત ભીંડા -૨ અને ૩,

ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા – ૩

૨.

ચોળી

૬૦ x ૩૦

પૂષા ફાલ્ગુની, એ.વિ.સી. – ૧, ગુજરાત ચોળી- ૩

૩.

રીંગણા

૯૦ x ૬૦

ગુજરાત જૂનાગઢ લાંબા રીંગણ- ૪, ગુ.રી.લીલા ગોળ- ૧, ગુ.રી.-૨

૪.

ટામેટા

૯૦ x ૬૦

ગુ. ટમેટી -૧, ૨ અને ૩

૫.

ગુવાર

૪૫ x ૨૦

પૂષા સદાબહાર, પૂષા નવબહાર

૬.

મરચા

૬૦ x ૬૦

જી.વિ.સી.- ૧૦૧ અને જી.વિ.સી.- ૧૨૧ (તીખા),                     જી.વિ.સી.- ૧૩૧ (મોળા)

૭.

કારેલા

૧૫૦ x ૧૦૦

પ્રિયા, પૂષા દો મોસમી, અર્કા હરિત

૮.

દુધી

૨૫૦ x ૧૦૦

પૂષા નવીન, અર્કા બહાર, આણંદ દુધી -૧

૯.

તુરિયા

૨૦૦ x ૧૦૦

ગુ. જૂનાગઢ સંકર તુરીયા-૧, આણંદ તુરીયા-૧

૧૦.

વાલોળ/ પાપડી

૬૦ x ૪૫

ગુ. પાપડી -૧, ગુ. જૂનાગઢ પાપડી- ૨, વાલોળ વીરપુર

 

food and nutririon
food and nutririon

No tags to search

  • કિચન ગાર્ડનમાં જીવાતોનું નિયંત્રણ :
  • કિચન ગાર્ડનમાં ઉગાડવામાં આવતા શાકભાજી પર જંતુનાશક દવાઓનો ઉપયોગ ના કરવો જેથી કરી આપણુ અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તાજું અને દવામુક્ત શાકભાજી વર્ષ દરમિયાન મળતું રહે.
  • શાકભાજીના પાકોમાં શરુઆતમાં જીવાતનો ઉપદ્રવ છોડના અમુક ભાગો (ડૂંખ, કળી, ફૂલ, ફ્ળ) પર જોવા મળતો હોય છે. તેથી શરુઆતમાં આવા ઉપ્દ્રવિત ભાગોને તોડી લઇ તેનો યોગ્ય નિકાલ કરવો.
  • સમયાંતરે છોડની આજુબાજુ જમીનમાં ગોડ કરવાથી અમુક જીવાતની જમીનમાં રહેતી અવસ્થાઓ નાશ કરી શકાય છે. સેંન્દ્રિય ખાતરો (છણિયું ખાતર, ખોળ, વર્મિકમ્પોસ્ટ, પ્રેસમડ વગેરે) અને જૈવિક ખાતરો (બાયોફર્ટિલાઇઝર્સ)નો ઉપયોગ કરવાથી ઉધઇનો ઉપદ્રવ નિવારી શકાય છે તથા છોડને જરૂરી પોષકતત્વો પુરા પાડી શકાય છે.  
  • કેટલીક સ્થાનિક વનસ્પતિઓ(લીમડો, કરંજ, મહૂડો, અરડૂસો, પીળી કરેણ, ધતુરો, ફૂદીનો, બોગનવેલ)ના પાનનો અર્ક શાકભાજીના પાકોમાં છાંટવાથી જીવાતો સામે રક્ષણ પૂરુ પાડે છે.
  • આ ઉપરાંત ફેરોમોન ટ્રેપ, પીળા હજારી ગોટાનું વાવેતર, સ્ટ્રીકી ટ્રેપનો ઉપયોગ કરી જીવાતોનું દવાઓ સિવાય નિયંત્રણ કરી શકાય છે.

 

household level farmers
household level farmers

No tags to search

  • શાકભાજીની વિશિષ્ટ લાક્ષણિકતાઓ:

ટામેટા

લોહીના શુધ્ધિકરણ માં ઉપયોગી છે.

મૂળા

લીવર અને ગળાની સમસ્યા હલ કરે છે.

ગાજર

આંખોનું તેજ વધારે, મોતીયા સામે રક્ષણ આપે છે.

કાકડી અને દૂધી

કમળો, કબજીયાત મટાડવામાં અને વાળ માટે લાભદાયી છે.

કારેલા અને ગલકા

ડાયાબીટીસ, દાઝેલા ઘા રુઝવવામાં ઉપયોગી છે.

ગલકા અને તૂરિયા

અપચો દૂર કરે છે.

કોલીફલાવર

સ્કર્વી  તથા રુધિરાભિસરણ માં ઉપયોગી છે

મેથી

અપચો, બરોળ અને લીવરનાં રોગો સામે રક્ષણ આપે છે.

            તો ચાલો મિત્રો આપણા વ્યસ્ત દિનચર્યામાથી થોડો સમય કાઢીએ અને ખેતરની સેઢે પાળે અથવા તો ઘરની આજુ બાજુની જગ્યામાં શાકભાજી ઉગાડીને બજારમાં મળતા મોંઘા, રસાયણયુક્ત અને નબળી ગુણવતાવાળા શાકભાજી ખાવાનું છોડી પોતાના જ ઘર આંગણે મળી રહે તેવા તાજા અને તંદુરસ્ત શાકભાજીનો આપણા આહારમાં ઉપયોગ વધારીએ.      

આ પણ વાંચો:શાકભાજી પાકોનું ધરૂઉછેર

મોકરીયા એલ.કે., ગલ સી. બી. અને  રવિયા પી. બી.

ફાર્મર ફર્સ્ટ પ્રોજેક્ટ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More