Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ખેડૂતો, લોકોને આરોગ્યપ્રદ શાકભાજી આપવા કેમિકલ રહિત જીવાત પદ્ધતિ અપનાવો : જાણો કઈ રીતે ?

KJ Staff
KJ Staff
Pest Control System
Pest Control System

ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનું આગવું સ્થાન રહેલ છે. ગુજરાતના દરેક જિલ્લાઓમા ૨૫થી ૩૦ જેટલા પાકોની ખેતી વત્તા ઓછા પ્રમાણમા કુલ મળીને અંદાજિત ૫.૧૫ લાખ હૅક્ટર વિસ્તારમા દર વર્ષે કરવામા આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના અંદાજ મુજબ દૈનિક આહારમા ૩૦૦ ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. તેની સામે આપણા દેશમા ૧૮૦ ગ્રામ શાકભાજી ઉપલબ્ધ છે. ગુજરાત સરકારે ગુજરાતમાં શાક્ભાજી પાકોની વિકાસની ક્ષિતિજો અને ઉત્પાદન ક્ષમતાને ધ્યાને લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતને શાક્ભાજી તથા ફળોની નિકાસ માટેનાં એગ્રી  એક્સપોર્ટ ઝોન જાહેર કરેલ છે. આ ઉપરાંત રાજ્ય સરકારે હોર્ટીકલ્ચર મિશન હેઠળ શાક્ભાજી પાકોમાં વિસ્તાર અને ઉત્પાદન વધારવાને મહત્વ આપેલ છે, પરંતુ વધુ ઉત્પાદન લેવાના હેતુથી ખેડૂતો રાસાયણિક દવાનો આડેઘડ ઉપયોગ કરે છે. તેના લીધે મનુષ્યના  આરોગ્ય પર ઘણી જ માઠી જ અસર પડી છે અને લોકો કૅંસર જેવા રોગોનો પણ ભોગ બનતા હોય છે. જંતુનાશક દવાઓની આડ-અસરો ધ્યાનમાં આવતા લોકો જંતુનાશક દવાઓથી મુક્ત એવા શાકભાજીના પાકો ઉગાડવા તરફ પ્રેરાયા છે. ખાસકરીને નિકાસલક્ષી  ખેત-ઉત્પાદન માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેથી જીવાતના નિયંત્રણ માટે સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાની પદ્ધતિઓ પ્રાયોગિક ધોરણે ખૂબ જ અસરકારક સાબિત થયેલ છે. જેમાં ખાસ કરીને ભૌતિક તથા જૈવિક પદ્ધતિ અને કેટલીક ખેતી પદ્ધતિઓ તથા જો જરૂર પડે, તો જ રાસાયણીક પદ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે.

પાકોની કેટલીક જાતો જીવાત પ્રતિકારક શકિત ધરાવે છે અથવા તો આવી જાતોમા જીવાત ઓછી જોવા મળે છે. શક્ય હોય, ત્યાં જે તે વિસ્તાર માટે ભલામણ કરેલ જીવાત પ્રતિકારક શકિત ધરાવતી જાતોનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઇએ કે જેથી તેમાં પાક-સંરક્ષણના પગલા લેવાની ખાસ જરૂરિયાત ઉભી ન થાય.

પાકની વાવણી/રોપણીના સમયમા આંશિક ફેરફાર કરવાથી કેટલીક જીવાતોના આક્રમણથી પાકને થોડા-ઘણા અંશે બચાવી શકાય છે.

કેટલીક વાર થડ કાપી ખાનાર ઈયળ( કટવર્મ)થી નુકશાન થતુ જોવા મળે છે. આ જીવાતની ઈયળો નિશાચર હોઈ રાત્રિના સમયે સક્રિય હોય છે. સાંજના સમયે પાકની વચ્ચે જમીન પર ઘાસની નાની-નાની ઢગલીઓ કરવી. કટવર્મની ઈયળો રાત્રિના સમયે પાકમાં નુકશાન કરી સવાર પહેલા ઘાસની ઢગલીઓ નીચે સંતાઈ રહે છે. સવારના સમયે આવી ઘાસની ઢગલીઓ નીચેથી ઈયળો વીણી નાશ કરવી.

પાન કાપી ખાનાર ઈયળો(લશ્કરી ઈયળ) અને લીલી ઈયળ માટે અનુક્રમે દિવેલા અને હજારી (ગલગોટો) પિંજર પાક તરીકે કામ કરે છે. શક્ય હોય, તો ત્યાં તેનું વાવેતર કરવું.

લીલી ઈયળ,લશ્કરી ઈયળ, રીંગણના ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ તથા કૉબિજના હીરાફુદાં માટે ફેરોમૅન ટ્રૅપ ઉપલબ્ધ થયેલ છે. શકય હોય, તો તેનો ઉપયોગ કરી નર કીટકોની વસતી ઘટાડી શકાય છે.

ઈયળોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. લીલી ઈયળ અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે જે તે જીવાત માટે વિકસાવેલ ખાસ ન્યુક્લિયર પૉલિહેડ્રોસિસ વાયરસ (એનપીવી)નો ઉપયોગ થાય છે. એ જ પ્રમાણે આવી ઈયળોના નિયંત્રણ માટે બીટી (બેસિલસ થુરિંજિન્સીસ)નો પણ ઉપયોગ થાય છે. એનપીવી અને બીટી જુદા જુદા વ્યાપારિક નામે બજારમા મળે છે. ખાસ કરીને જીવાતની ઈયળો નાની અવસ્થામા હોય, ત્યારે આવી જૈવિક કીટનાશક દવાનો ઉપયોગ કરવાથી તેના સારા પરીણામ મળે છે. કેટલીક ફૂગ (બિવેરીયા બેઝીયાના, વર્ટીસિલિયમ લેકાની, મેટારિઝિયમ એનિસૉપ્લી અને ન્યુમોરિયા રીલે) આધારીત જૈવીક કીટનાશક દવાઓ પોચા શરીરવાળી જીવાતો માટે વપરાય છે.

મોલો, તડતડીયા, થ્રિપ્સ અને સફેદ માખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પર લૅડીબર્ડે બીટલ (દાળીયા), કાર્યસોપા (લીલી પોપટી) જેવા પરભક્ષી કીટકો ભક્ષણ કરી તેની વસતીનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે. લીલી પોપટી અને લૅડીબર્ડે બિટલ (દાળિયા) ચૂસીયા પ્રકારની જીવાતોના અગત્યના દુશ્મન ગણાય છે.

કેટલીક વનસ્પતિના વિવિધ ભાગો પર ખાસ કરીને પાનનો અર્ક પાક પર છાંટવાથી જીવાત તેમાં નુકશાન કરતી નથી. જે તે વિસ્તારમાં ઉપલબ્ધ આવી વનસ્પતિનો અર્ક છાંટી જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. વિવિધ વનસ્પતિ પૈકી લીમડાનો ઉપયોગ સવિશેષ થાય છે. લીમડાની લીંબોળીનો મીંજમાથી બનાવેલ ૫% દ્રાવણ (૫૦૦ ગ્રામ લીંબોળીના મીંજનો પાઉડર/૧૦ લીટર પાણી) અથવા લીંબોળીના તેલ (૩૦-૪૦ મીલી./૧૦ લીટર પાણી)નો છંટકાવ કરવાથી જીવાત પાકને નુકશાન કરતી નથી અને ધીરે-ધીરે તેની વસતીમાં ઘટાડો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More