પ્રાસ્તાવના:
આજના સમયમાં જંગલોનું પ્રમાણ દિવસને દિવસે ઓછુ થવા લાગ્યું છે. આ ઉપરાંત માનવીની જરૂરિયાત તેમજ ઔધોગિક જરૂરિયાત માટે હવે કુદરતી જંગલો ઉપર નિર્ભર રહી શકાય તેમ નથી. આ બધા કારણોથી વૃક્ષાોનું વાવેતર ખેડુતે તેમજ ગામ લોકોએ પડતર જમીન, શેઢાપાળા તેમજ રસ્તાઓ, નહેર વગેરેની આજુબાજુ કરવું જરૂરી બન્યુ છે. આ માટે કેટલાંક ઉપયોગી વૃક્ષાોની પસંદગી થઈ શકે છે જેમાંથી એક વૃક્ષા એટલે કપોક હોઈ શકે છે. આ વૃક્ષા સીધું વધે છે અને તેની શાખઓ ઓછી હોય છે તેમજ તેના ફળમાંથી રૂ જેવું ફલોસીસ નીકળે છે જે ગાદલાં, ઓશીકાં વગેરે બનાવવા વાપરી શકાય છે. તેજ રીતે સીધું વધતું હોવાથી કૃષિ વાનિકીમાં સારી રીતે ઉપયોગી છે. આ કારણોને ધ્યાનમાં રાખતા કપોક વિશે વિસ્તૃતમાં માહિતી જોઈશું.
વિસ્તાર અને વહેંચણી:
અંદમાન વિસ્તારમાં તે ભારતીય વૃક્ષા છે. આ ઉપરાંત હિમલાય અને આર્ચીપેલાગોના દ્રીપમાં તેમજ ટ્રોપીકલ અમેરીકામાં જોવા મળે છે. તે ઈન્ડોનેશીયા, જાવા, ફીલીપાઈન્સ અને પશ્ચિમ આફ્રિકામાં તેની ખેતી થાય છે.
વૃક્ષનો બાહય દેખાવ:
આ વૃક્ષ મધ્યમથી મોટા કદનું હોય છે. આડી શાખાઓ કે જે તે શીશી જેવા થડ ઉપર ગોળ આકારમાં ગોઠવાયેલ હોય છે અને પાનખર પ્રકારનું વૃક્ષા છે. ભારતમાં આ વૃક્ષાનું ચોખ્ખું (ડાળી વગરનું) થડ ૧ર મીટર સુધીનું અને વૃક્ષાની કુલ ઉંચાઈ રપ મીટર સુધીની જોવા મળે છે. જાવા દેશમાં આ વૃક્ષાની મહત્તમ ઉંચાઈ ૬૦ મીટર અને થડનો ઘેરાવો ર.૪ મીટર નોંધવામાં આવેલ છે. આ વૃક્ષાની છાલ શરૂઆતના વર્ષોમાં લીલી અને પરિપકવ થાય ત્યારે રાખોડી રંગમાં ફેરવાય છે.
કપોક માટે પરિસ્થિતિકીય પરિબળો:
કપોકને ઉગવા માટે ભરપુર વરસાદ તેના વિકાસના વર્ષોમાં જરૂર પડે છે અને જયારે ફુલ આવવાના હોય ત્યારે સુકા વાતાવરણની જરૂર પડે છે, જે તેને ફળ આવે ત્યાં સુધી રેહવું જોઈએ. કપોક જયાં કુદરતી રીતે જોવા મળે છે ત્યાં આશરે સરેરાશ ૭પ૦-૩૦૦૦ મીમી જેટલો વરસાદ પડે છે અને તાપમાન ૧૮-૩૮૦ સે. જેટલું હોય છે. કપોકના સારા વિકાસ માટે સારી નિતાર શકિતવાળી જમીન હોવી જોઈએ. તેના માટે જમીનનો પ્રકાર ઉંડી, છીદ્રાળું, રેતીયુકત માટીવાળી અને નદી કિનારાની જમીન હોય તો સારો વિકાસ થાય છે.
સામયિક ઘટનાઓ:
આ વૃક્ષા પાનખર પ્રકારના હોવાથી તેના પાન ખરવાની શરૂઆત નવેમ્બર-ડીસેમ્બર માસમાં થાય છે. ભારતમાં તેના ફળ આવવાની શરૂઆત ડીસેમ્બરથી જાન્યુઆરી માસ દરમ્યાન થાય છે. તે સમયે નવા પાન પણ દેખાવાના શરૂ થાય છે. ફળ માર્ચથી એપિ્રલ માસમાં પરિપકવ થાય છે.
વૃક્ષાને જીવવા માટે આબોહવાકીય પરિબળો:
આ વૃક્ષાને સારી રીતે વિકાસ કરવા માટે ખુબ જ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તેમજ બીજી પ્રજાતિઓ સાથે સ્પર્ધા કરવાથી અસહિષ્ણુ થઈ વિકાસ રૂંધાય છે. શરૂઆતના ૩-૪ વર્ષમાં તેનો વિકાસ ઝડપથી થાય છે અને ત્યારબાદ ફળ આવવાનું શરૂ થતાં વિકાસ ધીમો પડે છે. લાંબો સુકારાનો સમય હોય તો જીવી શકે છે પણ હીમવર્ષા થાય તો તેને નુકશાન થાય છે.
કુદરતી રીતે પુનરૂધ્ધાર થવો મુશ્કેલ છે કેમ કે આ વૃક્ષાના ફળ ઉપયોગી હોઈ સ્થાનિક લોકો તે વીણી લેતા હોવાથી કુદરતી પુનરૂધ્ધાર થઈ શકતો નથી. તેમ છતાં જો બીજ જમીન ઉપર પડે પરંતુ જમીન ઉપર આવેલા ઘાસ તેમજ અન્ય પ્રજાતિ હોવાથી આ વૃક્ષાનો વિકાસ થતો નથી.
માનવસર્જિત પુનરૂધ્ધાર:
કપોકનું વૃક્ષા તેના ૩-૪ વર્ષો પછી ફળદ્રુપ બીજ પેદા કરવાની શરૂઆત કરે છે જે ૩૦ વર્ષ કે તેથી વધુ થાય ત્યાં સુધી સતત ચાલુ રહે છે. એક પુખ્ત વૃક્ષા ૧પ૦૦-ર૦૦૦ ફળ દર વર્ષ આપે છે અને દરેક ફળમાં ૧ર૦-૧૭પ જેટલા બીજ રહેલા હોય છે. તેના ફળ માર્ચથી મે માસ દરમ્યાન ભેગા કરવામાં આવે છે. તેને સૂર્યપ્રકાશમાં સુકવણી કરી તેના ફલોસમાંથી બી અલગ કરવામાં આવે છે અને જેટલું બને તેટલું જલ્દી નર્સરીમાં પ્લાસ્ટીકની કોથળીમાં બીજને ર૪ કલાક માટે ઠંડા પાણીમાં ડુબાડીને રોપણી કરી દેવામાં આવે છે. બીજ જેમ જુના થાય તેમ તેમાં આવેલ તૈલી પદાર્થના કારણે સ્કુરણ શકિતમાં ઘટાડો થાય છે. નર્સરીમાં પ્લાસ્ટીકની કોથળીમાં નાખેલ બીજ ૧૦-૧પ દિવસમાં સારી રીતે ઉગી નીકળે છે. જેને પ-૭ માસ રાખીને ખેતરમાં રોપણી લાયક થઈ જાય છે.
ખેતરમાં રોપણી:
નર્સરીમાં બનાવેલ રોપાને ખેતરમાં રોપવા માટે થેલીથી થોડા મોટો કદનો ખાડો કરી તેમાં ર૦૦ ગ્રામ વર્મી કંપોસ્ટ અને જો ઉંધઈનો ઉપદ્રવ હોય તો કલોરપાયરીફોસનું ૧૦ મીલી/૧૦ લી. પાણીનું દ્રાવણ બનાવીને તેને પ૦૦ મીલી પ્રતિ ખાડામાં આપવું. ત્યારબાદ પ્લાસ્ટીકની કોથળીને કાપીને અલગ કરી માટી સાથે રોપો ખાડામાં રોપી બીજી માટી નાંખી ખાડો ભરીને બરાબર પગથી દબાવી દેવો. જેથી પાણી ભરાઈ રહે તેવી જગ્યા ન રહે. રોપણી કર્યા બાદ રોપાને એક મજબુત લાકડીનો ટેકો બાંધી દેવો.
શરૂઆતમાં ૧૦ દિવસના અંતરે પાણી આપવું અને એ ચોમાસાના દિવસો બાદ કરતા આપતા રહેવું. ત્રીજા વર્ષ પછી પાણી ૧પ-ર૦ દિવસના અંતરે આપીએ તો ચાલી શકે તેમ છતા જો પાન ઢીલા થાય તો કોઈ વાર આકસ્મિક પિયત પણ આપી શકાય.
ખેતરમાં અન્ય ખેતીકાર્યો નીંદામણ અને આંતર ખેડ સમયે સમયે કરતા રહેવી.
ઉપયોગ:
આ વૃક્ષાની ડાળ તેના થડ ઉપર ગોળ ગોઠવાયેલ હોય છે અને થડ સીધું હોવાથી કૃષિવાનિકીમાં ઉપયોગી થાય છે.
લાકડું:
તેનું લાકડું રાખોડીથી બદામી કે રાખોડીથી સફેદ રંગનું હોય છે. જેમાં અંદરનું મજબુત અને બહારનું પોચા લાકડામાં વધારે અંતર નથી. એક ધન મીટર લાકડાનું વજન ૪પ૦-૪૮૦ કિલોગ્રામ જેટલું થાય છે. લાકડું પોચું હોવાથી તે બાંધકામમાં વાપરી શકાતું નથી. આ વૃક્ષાનું લાકડું પ્લાયવુડમા, પેકીંગના ખોખામાં, બોક્ષ બનાવવા તેમજ પલ્પ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે.
કપોક:
આ વૃક્ષાનો સૌથી મહત્વનો ભાગ કે જે ખૂબ પ્રખ્યાત છે તે '' જાવા કપોક'' તરીકે જાણીતો છે. આ ભાગ કેપ્સ્યુલની આંતર દિવાલ હોય છે. જેનો ઉપયોગ લાઈફ જેકેટ બનાવવા, લાઈફ બેલ્ટ બનાવવા વપરાય છે.
તેલ:
કપોકના બીમાં રપ % જેટલું તેલ હોય છે જે ખૂબ વધારે છે તેવુ કહી શકાય. આ તેલને દિવો સળગાવવા, સાબુ બનાવવા તેમજ અન્ય સામગ્રી માટે ઉપયોગમાં લઈ શકાય છે.
રોપા મેળવવા માટેનું સ્થળ:
આ વૃક્ષ ગુજરાતમાં ઓછુ પ્રખ્યાત હોય કોઈ પ્રાઈવેટ નર્સરીમાં ઓર્ડર આપીને લઈ શકાય છે તેમજ કોઈ સરકારી નર્સરીમાં પણ તેનો જરૂરિયાત મુજબ જથ્થો નકકી કરીને કહેવાથી રોપા મળી શકે છે.
શ્રી. ગોવિંદ, ડૉ. વી. એમ. પ્રજાપતિ, ડૉ એમ. બી. ટંડેલ અને ડો. બી.એસ. દેસાઈ
વનીય મહાવિદ્યાલય
અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય
નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી
આ પણ વાંચો : “કુંવારપાઠાની વૈજ્ઞાનિક ખેતી”
આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રે આશીર્વાદરૂપ છે મહિલા સંચાલિત કૃષિ ઉપકરણો
Share your comments