Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નાબાર્ડે શરૂ કર્યો જીવા કાર્યક્રમ, જુઓ આની વિશેષતા

દેશમાં પ્રાકૃતિક ખેતી (Natural Farming)ને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક પ્રયાસ હાથ ધર્યા છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે સાથે જ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે.

Himanee Chauhan
Himanee Chauhan
NABARD
NABARD

દેશમાં પ્રાકૃતિક ખેતી (Natural Farming)ને પ્રોત્સાહન આપવા માટે સરકારે અનેક પ્રયાસ હાથ ધર્યા છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે સાથે જ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે.

11 રાજ્યોમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન

તો આજે આ લેખમાં આપણે કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ પહેલ વિશે વાત કરીશું. સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક નવો જીવા કાર્યક્રમ શરૂ કર્યો છે, જે જગતના તાત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

તમને જણાવીએ કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડે (NABARD) તાજેતરમાં જ પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા કાર્યક્રમનુ આયોજન કર્યુ છે. જે નાબાર્ડ દ્વારા ચલાવવામાં આવી રહેલા વોટરશેડ અને આદિવાસી વિકાસ પ્રોજેક્ટ જેવા કાર્યક્રમો હેઠળ 11 રાજ્યોમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે.

જીવા કાર્યક્રમનો ઉદ્દેશ

આ કાર્યક્રમનુ આયોજન નાબાર્ડના ચેરમેન જી.આર. ચિંતલા દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્ય હતુ. આ કાર્યક્રમના લોકાર્પણ દરમિયાન તેમણે કહ્યું હતુ કે “જીવા વોટરશેડ પ્રોગ્રામ એ અનેક પ્રોજેક્ટ્સની પરાકાષ્ઠા છે. તે 11 રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં અમારા હાલના પૂર્ણ થયેલા અથવા પૂર્ણ થવાના આરે આવેલા વોટરશેડ અને વાડી કાર્યક્રમો હેઠળ અમલમાં મુકવામાં આવશે. તેમાં પાંચ ભૌગોલિક પ્રદેશોનો સમાવેશ કરે છે. આ વિસ્તારો પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ અને વરસાદ આધારિત વિસ્તારો છે. જીવા યોજનાથી દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન મળશે, અને ખેડૂતોને પાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે. 

જીવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટકાઉ ધોરણે પર્યાવરણને અનુકૂળ કૃષિના સિદ્ધાંતોને સુનિશ્ચિત કરવાનો અને ખેડૂતોને કુદરતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો છે. કારણ કે આ વિસ્તારોમાં વ્યવસાયિક ખેતી કામ કરી શકતી નથી.

તેમણે કહ્યું કે જીવાનો ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ કૃષિના સિદ્ધાંતોને ટકાઉ ધોરણે સુનિશ્ચિત કરવાનો છે અને ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કારણ કે આ વિસ્તારોમાં વ્યાપારી ખેતી કામ કરી શકતી નથી. નાબાર્ડના વડાએ કહ્યું, “અમે આ કાર્યક્રમ હેઠળ હેક્ટર દીઠ રુપિયા 50 હજારનું રોકાણ કરીશું. જીવા પ્રોગ્રામ પ્રાયોગિક ધોરણે 11 રાજ્યોમાં 25 પ્રોજેક્ટ્સમાં લાગુ કરવામાં આવશે.

આબોહવા પરિવર્તન એક પડકાર

નાબાર્ડ જીવા માટે રાષ્ટ્રીય અને બહુપક્ષીય એજન્સીઓ સાથે જોડાણ કરશે. ચિંતાલાએ કહ્યું કે નાબાર્ડ ઓસ્ટ્રેલિયા સ્થિત કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (CSIRO) સાથે જમીનના પાણીની દેખરેખની સરળ તકનિકો અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) સાથે પ્રાકૃતિક ખેતી પ્રવૃત્તિઓની વૈજ્ઞાનિક માન્યતા માટે સંશોધન સમર્થન માટે સહયોગ કરશે.

આ પ્રસંગે હાજર રહેલા NITI આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન એ એક પડકાર છે અને હવે તેના વિશે વિચારવું પૂરતું નથી. તેમણે કહ્યું, ‘આપણે આનો સામનો કરવા માટે પગલાં ભરવાની જરૂર છે. આપણે કાર્બનને જમીનમાં પાછું મૂકવા માટે પગલાં લેવાની જરૂર છે. હું અત્યાર સુધી કુદરતી ખેતી સિવાયની અન્ય કોઈ તકનીકથી વાકેફ નથી જે આ કરી શકે.

આ પણ વાંચો : બીજ તેલ આપતુ વૃક્ષા સીમારૂબા (લક્ષ્મી તરૂ) ની વૈજ્ઞાનિક ખેતી

આ પણ વાંચો : કઠોળના પાકોમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન

 

 

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More