Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Mushroom Farming: ખેડૂતો માટલામાં પણ મશરૂમ ઉગાડીને કમાઈ શકે છે બમ્પર નફો, આ છે રીતે

Mushroom Cultivation: ઘણા ખેડૂતો મશરૂમની ખેતીથી બમ્પર નફો કમાઈ રહ્યા છે. તેમનાથી પ્રેરાઈને અન્ય ખેડૂતો પણ તેની ખેતી તરફ વળવા લાગ્યા છે. મશરૂમની ખેતીની સૌથી મહત્વની બાબત એ છે કે તે બજારમાં હાથો-હાથ વેચાય જાય છે. આ સાથે, તમે બિસ્કિટ, નમકીન જેવા અન્ય ઘણા પ્રકારના ઉત્પાદનો બનાવીને સારો નફો કમાઈ શકો છો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Mushroom Farming
Mushroom Farming

તમને જણાવી દઈએ કે પહેલા લોકો મશરૂમની ખેતી કરતા ખચકાતા હતા. તેમનું માનવું હતું કે તેની ખેતી કરવી ખૂબ જ ખર્ચાળ છે. આ માટે, એક યોગ્ય સેટઅપ તૈયાર કરવામાં આવે છે. પરંતુ અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે ઓછા ખર્ચે તમારા ઘરે માટલામાં ઓઇસ્ટર મશરૂમ (ઢિંગરી મશરૂમ) ઉગાડી શકો છો.

વર્ષમાં કોઈપણ સમયે ઓઇસ્ટર મશરૂમની ખેતી કરો

હરિયાણાના હિસાર જિલ્લાના સલેમગઢ ગામનો રહેવાસી 24 વર્ષીય વિકાસ વર્મા મોટા પાયે મશરૂમની ખેતી કરે છે. તે પોતાના ખેતરમાં સૌથી વધુ ઓઇસ્ટર મશરૂમની ખેતી કરે છે. તેમના મતે આ મશરૂમની ખેતી આખું વર્ષ કરી શકાય છે. અન્ય પ્રકારના મશરૂમની ખેતીની સરખામણીમાં નુકસાન પણ ઓછું છે.

માટલામાં આ રીતે કરો મશરૂમની ખેતી

વિકાસ જણાવે છે કે મોટાભાગના લોકો મશરૂમની ખેતી માટે લંબચોરસ સાંચો બનાવે છે. આ પ્રક્રિયા થોડી ખર્ચાળ છે. આવી સ્થિતિમાં ખેડૂતો કૂંડામાં કે માટલામાં પણ મશરૂમ ઉગાડી શકે છે. આ માટે તમારે પહેલા મટલુ લેવુ પડશે. માટલામાં ચારેબાજુ નાના કાણાં કરો. આ પછી, તે માટલાની અંદર ભેજયુક્ત સ્ટ્રો (ભુસા) ભરો. આ દરમિયાન માટલાની અંદર મશરૂમના બીજ પણ નાખો. આ પછી, રૂની મદદથી તે છિદ્રોને બંધ કરો. માટલાના મોંને જાડા કપડાથી બાંધી દો, જેથી માટલામાંથી ભેજ બહાર ન આવે.

આ પણ વાંચો:Amla Gardening: કૃષ્ણ, કંચન, નરેન્દ્ર અને ગંગા બનારસી જાતો સાથે કરો આમળાની બાગાયત, તમને બમ્પર ઉપજ મળશે

આ પછી, તે માટલાને 12 થી 15 દિવસ માટે અંધારાવાળા રૂમમાં રાખો. લગભગ 15 દિવસમાં, મશરૂમના સ્પાન બીજ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. લગભગ 3 અઠવાડિયા પછી, કપડાને હટાવી દો અને માટલાને જુઓ. તમે છિદ્રમાંથી મશરૂમની નાની સફેદ કળી જોશો. જ્યારે કળી ગુચ્છામાં ફેરવાય અને ઉપર તરફ વળવા લાગે, ત્યારે તેને તોડવાનું શરૂ કરો.

ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે

આ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી વખતે ખેડૂતોને ખર્ચ ઓછો થશે. બીજું, માટલાની અંદરનું તાપમાન હંમેશા ઠંડુ હોય છે. આવી સ્થિતિમાં, તે મશરૂમના વિકાસ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમાંથી ખેડૂત સારો નફો મેળવી શકે છે.

આ પણ વાંચો:આરોગ્ય સાથે આર્થિક લાભઃ અશ્વગંધાની ખેતી ખર્ચ કરતા 3 ગણો નફો રળી આપે છે

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More