Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

બીજ સંગ્રહની રીતોઃ જાણો શું છે તમામ વિગત

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
બીજ સંગ્રહ કરવાની  રીત
બીજ સંગ્રહ કરવાની રીત

(૧) અછતના સમયમાં ખાદ્યને પહોંચી વળવા માટે.

(ર) ચીજ–વસ્તુઓની ભાવ સમતુલા જાળવી રાખવા માટે.

(૩) કૃષિ ઉત્પ્પાદનનો બીજા વષે બિયારણ તરીકે ઉપયોગ કરવા માટે.

આ પણ વાંચો : શા માટે આપણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ

 

કૃષિ ઉપજો અને અન્ય ખાદ્ય ચીજ

વસ્તુઓને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા તેમજ તેની અસલ ગુણવતા જાળવી રાખવા માટે તેનો સંગ્રહ કરતાં પહેલાથી નિકાલ થતાં સુધી યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે.

બીજ અને અનાજનો નાના જથ્થામાં સંગ્રહ

પાકની કાપણી બાદ અનાજ કે ખેત ઉત્પાદનને એકઠું કરી ખેડૂતો તેને ખેતરમાં જ ટુંક સમય માટે ઢગલા કરે છે અને ત્યાર બાદ નાના જથ્થામાં સંગ્રહ કરવા માટે દેશી બનાવટના સાધનોનો ઉપયોગ કરતા હોય છે. કેટલીક ખેત પેદાશો જેવી કે મકાઈના ડોડા, ડાંગર–બાજરીના ડુંડા વગેરેને સુકવવાની જરૂર પડતી હોય તેને ખેતરમાં જ રાખી મૂકવામાં આવે છે અને સુકવવાથી તેમાંનો ભેજ ઓછો કરી શકાય, પરંતુ આવા પદાર્થોને લાંબો સમય સંગ્રહવા માટે ખેતરમાં જ સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે ઉપર જણાવેલ ખેત પેદાશના ઢગલા, પાથરા કે ઓધા કરીને સુકાયેલા છોડ સાથે જ રાખવામાં આવે છે.

વળી કેટલીક વખત આવું ખેત ઉત્પાદન એકઠા કરી ઉભા રાખેલ પૂળાઓ પર શંકુ આકારનું ઘાસનું આવરણ કરવામાં આવે છે. જેથી તેને પક્ષીઓથી બચાવી શકાય છે. આમ અગાઉ વનસ્પતિ પદાર્થોનો ઉપયોગ કરીને જમીન ઉપર અથવા જમીનમાં ખાડાઓ બનાવી સંગ્રહ કરવામાં આવતો હતો. પરંતુ આ પધ્ધતિ લાંબા સમયના સંગ્રહ માટે ઉપયોગમાં આવતી નથી. તેથી ખેડૂત કક્ષાએ સંગ્રહ માટે ખાસ કરીને નાના યોગ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં

(૧) માટીની કોઠીઓ (મડબીન્સ)

(ર) બુખારી (સિમેન્ટ બીન્સ એન્ડ મડચેમ્બર)

(૩) કૂંડા (બામ્બુબીન્સ)

(૪) માટીના વાસણ

(પ) સુધરેલી મુરાઈ

(૬) ધાતુના પીપ

હવે ઉપરોકત સાધનોને બદલે લોખંડની શીટ કે એલ્યુમિનીયમ શીટમાંથી બનાવેલ સાધનો મળે છે. જે ઉપયોગી માલૂમ પડે છે. આવા ધાતુના સાધનો જુદાં જૂદાં કદના અને આકારના મળે છે. પરંતુ તે બધામાં ચોરસ, લંબચોરસ કે નળાકાર સાધનો વધુ વપરાય છે. આ પૈકી ગોળ સાધનો કે પીપ સંગ્રહવામાં વધુ સંતોષકારક છે. ગોળાકાર સાધનોનો વ્યાસ૬૦ સે.મી. અને ઉંચાઈ ૯૦ સે.મી. હોય છે. જેમાં ૧પ૦ કિલો અનાજ ભરી શકાય છે. ચોરસ પીપ ગેલ્વેનાઈઝ લોખંડ શીટમાંથી બનાવવામાં આવતાં લંબચોરસ પીપ ૩પ × રપ × રપ સે. મી. હોય તો તેમાં આશરે ૧પ કિલો અનાજ ભરી શકાય. જો કે આવી કોઠીઓમાં ઘણી વખત ૪ થી પ ખાના રાખવામાં આવે છે.

બીજ અને અનાજ સંગ્રહની પધ્ધતિઓઃ

અગાઉ વાત કરી તે મુજબ બીજ/ અનાજ સંગ્રહ વિવિધ હેતુસર અને કક્ષાએ કરવામાં આવે છે. પરંતુ સંગ્રહની પદ્ધતિઓ મુખ્ય બે પ્રકારની છે.

(૧) છુટક જથ્થામાં સંગ્રહ (બલ્ક સ્ટોરેજ) અને

(ર) ગુણીઓમાં સંગ્રહ (સેક અથવા બેગ સ્ટોરેજ)

બંને સંગ્રહની પદ્ધતિઓનો પસંદગીનો આધાર ખાસ કરીને ઉત્પાદનનો પ્રકાર, સંગ્રહનો સમય, ઉત્પાદનની કિંમત, વાતાવરણ, હેરફેરની સગવડતા અને પદ્ધતિ મજુરોની ઉપલબ્ધતા, ગુણીઓની કિંમત અને ઉપલબ્ધતા, જીવાતોના ઉપદ્રવ પર હોય છે.

ગુણીઓની થપ્પી અને તેનો પ્રકાર

(૧) સાદી થપ્પીઃ આ પદ્ધતિમાં એક ઉપર એક એમ બોરી રાખવામાં આવે છે. આવી થપ્પી સામાન્ય રીતે નાના વેપારીઓ પોતાની દુકાન કે વખારમાં બનાવે છે. કેટલાંક નાના ખેડૂતો જેને ફકત ટૂંકા ગાળા માટે નાના જથ્થાનો સંગ્રહ કરવાનો હોય ત્યારે પોતાના રહેણાંકના મકાનોમાં આવી થપ્પી બનાવે છે. જો કે આવી થપ્પી મજબૂત ન હોવાથી વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે સલાહ ભરી નથી.

(ર)સંવર્ગ પદ્ધતિની થપ્પીઃ આમાં દરેક પડને લંબાઈ અને પહોળાઈ પ્રમાણે વિભાજન હોય છે. જે બદલાતા રહે છે. વળી આમાં કોઈ પણ બાજુના પડ એકબીજાથી વિરુધ્ધ ગોઠવી બ્લોક બનાવેલ હોય છે. આ પ્રકારની થપ્પી મજબૂત બનતી હોવાથી આવી થપ્પીમાંથી ડીલીવરી થાય તો પણ થપ્પી વ્યવસ્થિત રહેતી હોવાથી ગણતરીમાં સરળતા રહે છે. આ પદ્ધતિ ખાસ કરીને ટુંકા ગાળાના સંગ્રહ માટે પ્રચલિત છે.

(૩) તિર્થક પદ્ધતિથી થપ્પીઃ આ પદ્ધતિમાં બોરીઓ એક પછી એક પડમાં લંબાઈ પ્રમાણે અથવા પહોળાઈ પ્રમાણે વિભાગ બનતા જાય છે અને તે દર વખતે અદલતા બદલતા રહે છે. તેથી લાંબા સમયના કે બફર સ્ટોકના સંગ્રહ માટે ઉપયોગી છે.

હવા ચુસ્ત સંગ્રહ

સંગ્રહ કરવામાં આવતા દાણાં, જીવંત હોવાથી તેમાં શ્વસનની પ્રક્નિયા થાય છે. જયારે દાણાંઓ સુકા અને કીટક મુકત હોય ત્યારે તેમાં શ્વસનની ક્નિયા ધીમી હોય છે. બીજ  અને અનાજના કીટકોનો ઉપદ્રવ હોય કીટકોની હાજરી હોય ત્યારે તેઓ પ્રાણવાયુનો ઉપયોગ કરી અંગારવાયુ, પાણી અને ગરમી કે ઉષ્મા પેદા કરે છે. પરંતુ જો બીજ અને અનાજને હવાચુસ્ત કોઠારમાં રાખવામાં આવે તો સમય જતાં તેમાંનો બધો જ પ્રાણવાયુ વપરાઈ જાય છે અને અંગારવાયુ તેની જગ્યા લે છે. જ્યારે ઓક્સિજન ૨ % કરતાં ઓછો હોય અને કાર્બનડાયોક્સાઈડ ૧૮% કરતાં વધારે હોય ત્યારે કીટકો શ્વસન ક્રિયા કરી શકતા નથી. આ સિધ્ધાંતને ધ્યાનમાં  રાખી હવે ૨ થી ૭૫૦ ટનની ક્ષમતાવાળા સાયલો જ બનાવવામાં આવે છે. જે એક જાળીની સાથે પી.વી.સી. બેગ રાખીને નળાકારનો બનાવેલો હોય છે. આ પ્રકારના સાયલો જ સંગ્રહ સમય મુજબ બીન હવાચુસ્તના સિધ્ધાંત પર રચાયેલ છે.

હવા ચુસ્ત સંગ્રહના ફાયદા

(૧) કીટકોના જુદી જુદી અવસ્થાનો નાશ કરી સંગ્રહેલાં પદાર્થોને કીટક મુક્ત રાખે છે.

(૨) તે સંગ્રહેલાં પદાર્થોમાં કીટકો તથા અન્ય બગાડ કરતાં જીવાણુંઓનો વધારો થતો અટકાવે છે.

(૩) વધારે ભેજને લીધે ઉત્ત્પન્ન થતી ઉષ્મા અટકાવી તેનું હિટીંગ અટકાવે છે.

(૪) વાતાવરણમાંથી ઉત્ત્પન્ન થતી ઉષ્મા અટકાવી દાણાઓને સુકા રાખવામાં મદદ કરે છે.

 

કે. પી. વઘાસિયા અને જે. આર. સોંદરવા

બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ

Related Topics

Methods of seed

Share your comments

Subscribe Magazine