Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Termite : શું તમારા પાકમાં ઉધઈની સમસ્યા છે? તો અપનાવો આ કીટ નિયંત્રણ વ્યવસ્થા

Termite

KJ Staff
KJ Staff
પાકમાં ઉધઈની સમસ્યા છે?
પાકમાં ઉધઈની સમસ્યા છે?

પાકનું જ્યારે વાવેતર કરવામાં આવે તે સ્થિતિથી લઈ કાપણી સુધી ઉધઈની સમસ્યા સતત જોવામાં આવે છે. ઉધઈ છોડને મૂળમાંથી કાપી મોટા પ્રમાણમાં પાકને નુકસાન પહોંચાડે છે, આ ઉપરાંત તે કીટ ફળદાર અને ઉપયોગી છોડને પણ નુકસાન પહોંચાડે છે. જે ક્ષેત્રમાં ઉધઈ વધારે નુકસાન પહોંચાડે છે ત્યાં વિવિધ પ્રકારની પદ્ધતિ અપનાવીને કીટનું નિયંત્રણ કરવું ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ વિધિને સમન્વયત કીટ સંચાલન કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ઉધઈથી બચવા તથા નિયંત્રણના યોગ્ય ઉપાયો

  ખેતરોની સફાઈ કરીને

  ઉધઈ સૌથી વધારે ખેતરમાં રહેલા પાકના અવશેષોને ખાય છે, જો પાક કાપણી બાદ બાકી રહેલા અવશેષોને ભેગા કરી તેનું કમ્પોસ્ટ અથવા ખાતર તૈયાર કરી લેવામાં આવે તો ખેતરમાં ઉધઈને કંઈક હસ્તક નિયંત્રિત કરી શકાય છે.

કાચા છાણયુક્ત ખાતરનો ઉપયોગ કરો

છાણના સડ્યા વગરનું ખાતર ઉધઈ માટે સૌથી પ્રિય ભોજન છે. તેને ખાવાથી ઉધઈમાં પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે. જેને લીધે તેની સંખ્યા વધે છે. મોટાભાગના ખેડૂત છાણના ખાતરને સડેલી અવસ્થામાં જ ખેતરમાં નાંખે છે, જેથી અનિયંત્રિત રીતે તેની વૃદ્ધિ થઈ શકે. આ માટે છાણના ખાતરથી વર્મી કમ્પોસ્ટ તૈયાર કરીને અથવા ખાતર તૈયાર કરીને ખેતરમાં નાંખવું.

લીંબોળીનો ઉપયોગ કરવો

 25 કીલો લીંબોળીનો પ્રતિ વિધા પ્રમાણે ખેતરમાં ઉધઈના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે. લોંળને ખેતરમાં નાંખી ઉપયોગ કરવાથી ખેતરમાં ઉધઈને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે.

જૈવિક કીટનાશીથી કરો બચાવ

 જૈવિક ફૂગનાશક બુવેરિયા અથવા એક કીલો મેટારિજીયમ એનિસોપલી એક કિલો પ્રમાણમાં એક એકર ખેતરમાં 100 કીલો છાણીયા ખાતરમાં નાંખી ખેતરમાં તે વિખેરી દો. માટી જનિત રોગોથી પાકને બચાવવા માટે ટ્રાઈકોડર્મા વિરિડના એક કીલો પ્રમાણને એક એકર ખેતરમાં 100 કિલો છાણના ખાતરમાં મિશ્રિત કરીને ખેતરમાં અંતિમ ખેડાણ સાથે માટીમાં મિશ્રિત કરો. જૈવિક માધ્મ અપનાવવાથી ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજ ચોક્કસપણે રાખો.

રસાયણિક નિયંત્રણ દ્વારા

ઉધઈના અસરકારક નિયંત્રણ માટે બીજના ઉપચાર ક્લોરોપાયરીફોસ, ઈમિડાક્લોપ્રિડ, ફિપ્રોનિલ અથવા થાયોમેથોક્સામ જેવી દવાઓથી કરવા જોઈએ. જેથી શરૂઆતી અવસ્થામાં પાકને નુકસાનથી બચાવી શકાય. જો ઉભા પાકમાં ઉધઈથી થતા નુકસાન પર સિંચાઈ જળ સાથે ક્લોરોપાયરીફોર્સ 2.5 લીટર પ્રતિ એકર દરથી ઉપયોગ કરવો જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More