ખેતી પાકોના ઉત્પાદનમા બાધારૂપ પરીબળોમા કીટકો એક અગત્યનું પરીબળ છે. હાલના સંજોગોમા કીટકોના આક્ર્મણથી ખેતીના મોટાભાગના પાકમા નુકશાન થાય છે તેથી કીટકોનો નાશ કરવો ખુબ જરૂરી છે આદીકાળમા ખેત ઉત્પાદન વધારવા કોઇ પણ પ્રકારની રાસાયણીક દવાનો ઉપયોગ થતો ન હતો.
અમુક ખેડૂતો જ જંતુનાશક દવાના સાધનો રાખતા તેથી કુદરતી સંતુલન જળવાતા પોષણક્ષમ ઉત્પાદન મળી રહેતું હતુ પરંતુ છેલ્લી સદીમા જંતુનાશક દવાઓનો વપરાશ ઉત્તરોતર વધવાને કારણે લીલી ઇયળ, પોટેટો ક્લોરાડો બીટલ જેવી અનેક જીવાતોએ ઘણી સામાન્ય દવાઓ સામે પ્રતિકારકતા મેળવી લીધેલ છે તેથી જીવાત નિયંત્રણ ન થતા હતાશાથી ઘેરાઇને ખેડૂતોએ જરૂર કરતા વધુ માત્રામાં દવાઓ છાંટવી તથા વિવિધ દવાઓનુ મિશ્રણ કરવું જેવી તરકીબો અજમાવી છે પરીણામે જીવાતના કુદરતી પરજીવી, પરભક્ષી કીટકો તથા પક્ષીની સંખ્યામા ઘટાડો થયો છે. આ ઉપરાંત સફેદમાખી, મોલો, પાનકથીરી, તડતડીયા જેવી જીવાતો પરથી કુદરતી નિયંત્રણ ઉઠી જતાં વસ્તીવિસ્ફોટ જોવા મળે છે. તેમજ હવા, પાણી, અને જમીનમાં જંતુનાશક દવાઓના અવશેષો રહેતા પ્રદુષણ પણ વધ્યુ છે. જે માનવજીવન માટે ખતરો છે. આ બધા પાસાઓને ધ્યાનમા લેતા જીવાત ઓછા પ્રમાણમાં કે ક્ષમ્યમાત્રા કરતા ઓછી હોય તો જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરતા તેની જગ્યાએ વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવાથી ઝેરી દવાઓની આડઅસરમાથી બચી શકાય કેટલીક જીવાતો તેની ખાસ પ્રકારની વર્તણૂક અને ખાસીયતને કારણે ઘણીવાર ભારે રાસાયણીક દવાઓથી પણ કાબૂમા આવી શકતી નથી. તેવા સંજોગોમા હાથ બનાવટની કેટલીક વનસ્પતિજન્ય અને જૈવિક જંતુનાશક દવાઓ આધારીત કીટ નિયંત્રણ માટે કારગત નીવડે છે. અત્યાર સુધીમાં આશરે ૧૦૦ કરતા વધારે જાતિના વનસ્પતિમા રહેલ ક્રીયાશીલ તત્વ કીટકો સામે અસરકર્તા જણાયેલ છે. વનસ્પતિઓ જેવી કે લીમડો, તમાકુ, કરંજ, સીતાફળ, નફ્ફ્ટીયો, અરણી, નેપાળો (જેટ્રોફા), કુવારપાઠું, કરેણ, કડવી મહેંદી, મામેજવો, લસણ વગેરેમા કીટનાશક ગુણધર્મો રહેલ છે.
-
- લીમડો: લીમડામાં રહેલ ક્રિયાશીલ તત્વ એઝાડીરેક્ટીન, આ ઝાડનાં દરેક ભાગોમાં આવેલું છે. લીંબડાયુક્ત દવાઓમાં, સુકા પાનનો ભુકો, તેલ, કેક, લીંબોળીના મીજનું પાણી અથવા કાર્બોદીત પ્રવાહી મિશ્રણ અને એઝાડીરેક્ટીન અસલ તત્વની દવાઓ બજારમાં મળે છે. આ બધામાં લીંબોળીના મીજમાંથી અને એઝાડીરેક્ટીનમાંથી દવાઓ સૌથી વધારે કડવી છે અને જીવાત નિયંત્રણમાં વપરાય છે. લીમડામાં રહેલ ક્રિયાશીલ તત્વમાં એન્ટીફીડન્ટ , ફેગોડીટરન્ટ, એન્ટીગ્રોથ હોરમોન્સ, અપાકર્ષક ઓવીપોજીશનલ ડીટરન્ટ વગેરે વિવિધ અસરો જણાયેલ છે. વળી તે ચુસી ખાનાર અને કાપી ખાનાર મુખાંગો ધરવતા કીટકો સામે પણ અસરકારક છે. અન્ય જંતુનાશક તેમજ એન.પી.વી. સાથે મેળવીને જુદા જુદા પાકોમાં કીટ નિયંત્રણ વ્યવસ્થામાં વપરાશ કરવાની પણ ભલામણો થયેલ છે. લીમડાયુક્ત દવાઓ મુખ્યત્વે પાંચ રીતે પાક જીવાતને નિયંત્રિત કરે છે.
- લીમડામાં રહેલ આ ક્રિયાશીલ તત્વ કીટકોને પાકથી દૂર ભગાડે(રીપેલેન્ટ) છે. પાકની વૃધ્ધિ નિયંત્રિત કરે ( ગ્રોથ રેગ્યુલેટર) છે. પ્રજનન શકિત ઘટાડે (ઇંડાની સંખ્યા ઘટે છે) છે. છંટકાવ કરેલ વનસ્પતિને જીવાત ખાવાનું ટાળે (એન્ટીફીડન્ટ) છે. વળી તે ચૂસી ખાનાર અને કાપી ખાનાર મુખાંગો ધરવતા કીટકો સામે પણ અસરકારક છે.
- લીંબોળીના મીજની બનાવટો, એઝાડીરેક્ટીન વિગેરે છાંટેલ કપાસમાં લીલી ઇયળ, લશ્કરી ઇયળ, ગુલાબી ઇયળ, રૂપાલા, કોબીજ પાકની ડાયમંડ બેક મોથ જીવાતોનો વિકાસ અવરોકાયેલ જોવા મળેલ છે. આવી જીવાતનું જીવનચક્ર અવરોધાતા ઇયળ, કોશેટા કે પુખ્ત અવસ્થા સંપૂર્ણ થયેલ જોવામળતી નથી. કાયાંતરણ (મોલ્ટીંગ) કરવામાં આવરોધ કરે છે.
- લીંબોડીની બનાવટો બિનઝેરી હોવાને લીધે જીવાતને મારતી નથી પરંતુ તેની લાક્ષણિક અને જૈવરાસાયણિક ક્રિયાઓ અવરોધતા તેની તાકાત, આયુષ્ય અને પ્રજનન શક્તિ નબળી પડે છે.
- સંબંધ, ઇંડા મુકવાની તથા સેવવાની શકિત પર પણ ખરાબ અસર થાય છે. માદા નરને બોલાવવાને શકિત ગુમાવે છે. નર માદાને શોધી શકતા નથી. લીંબોડીના અર્ક્નો છંટકાવ કરેલ પાકની જીવાતોના ઇડાખુબ ઓછી માત્રામાં સેવાય છે.
- લીંબોડીયુક્ત દવાના ૫% તેલ છંટકાવથી પરભક્ષી, પરજીવી કીટકો સલામત રહે છે તેમજ ઇયળ વર્ગની જીવાતોમાં પરજીવી કીટકોનું પ્રમાણ વધારે જોવા મળે છે. લીંબોડીનું તેલ તેની રીમેલેન્સી, ફીડીંગ ડીટેરન્ટ અને ગ્રોથ ઇનહેબીટીંગ લાક્ષણિકતાઓને કારણે જીવાત નિયંત્રણમાંખુબા જ ઉપયોગી છે.
- લીંબડાયુક્ત કેક ભેળવેલ નાઇટ્રોજન ખાતરોમાંથી ધીમે ધીમે નાઇટ્રોજન છુટો પડવાથી પાક ઉત્પાદકતા વધે છે. દા.ત. નીમ કેક બ્લેન્ડેડ યુરીયા, નિમકેક, યશોધન એન.પી.કે મીક્સર.કેરાલાના ઇલાઇચીના ખેતરોમાં નીમેટોડ (કૃમિ) ના નિયંત્રણ માટે લીંબોડીની કેક નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેની બનાવટો રેટલીન, માર્ગોસાન, વેલગ્રો, નિમાર્ક, નિમ્બેસીડીન, અઝાડીરેક્ટીન વિગેરે નામોથી વિવિધ જંતુનાશક દવાઓની કંપનીઓ દ્વારા મળે છે.
- પશુપાલનમાં “પેસ્ટેક્ષ” અને “નીમલેન્ટ” જેવી દવાઓથી પશુઓને જીવાતોથી દૂર રાખી શકાય છે.
- લીંબોડીના મીજમાંથી ૫% નો ક્સ/અર્ક ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, તડ્તડીયા, સફેદમાખી, થ્રીપ્સ, પાન કથીરી વિગેરે અને પાન ખાનાર ઇયળો માટે ઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો : માનવજાતિની જેમ ઝાડને પણ હવે પહેરાવાશે સ્માર્ટવોચ, જાણો શું છે આ ડિવાઈસની ખાસિયત
- લીંબોડીના તેલનું ૦.૫% નું જંતુનાશક દ્રાવણ ખાસ કરીને દીવેલાની ઘોડીયા ઇયળ, રાઇની માખીની ઇયળ, હીરાફૂદી, કાતરા, લશ્કરી ઇયળ, સફેદમાખી, થ્રીપ્સ, ડાંગરના બદામી ચૂસિયા, તીડ, લીલી ઇયળ તેમજ સંગ્રહેલા અનાજની જીવાતો માટે અસરકારક પૂરવાર થયેલ છે.
- લીંબોડીના પાનમાંથી ૧૦% નું જંતુનાશક દ્રાવણ ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો-મશી, સફેદમાખી, તડ્તડીયા, થ્રીપ્સ, પાન કથીરી વિગેરે અને પાન ખાનાર ઇયળો માટે ઉપયોગ કરી શકાય. આ વનસ્પતિજન્ય બનાવટ જીવાતોને ખાતા અટકાવે છે. તેમેજ જીવાતની વૃધ્ધિને અવરોધે છે.
૨. તમાકું: તમાકુંમાં રહેલ ક્રિયાશીલ નીકોટીનનો વપરાશ ઘણાં વર્ષોથી ખૂબ જ જાણીતો છે. ખાસ કરીને મોલો, સફેદમાખી અને લીલા તડતડીયાના નિયંત્રણ માટે તે અસરકારક જણાયેલ છે.તમાકુંના ઉકાળાનો વપરાશ બહોળા પ્રમાણમાં ભાતર અને અન્ય વિકસીત દેશોમાં થાય છે. તમાકુંના ઉકાળાના છંટકાવથી લીલી ઇયળ, લશ્કરી ઇયળ, સફેદ માખી, મોલોમશી, લીબુના પાન કોરીયાનું અસરકારક નિયંત્રણ થાય છે. છીંકણી એક કિ.ગ્રા. ને રાખ પાંચ કિ.ગ્રા. મેળવીને જુવાર/ મકાઇના છોડની ભૂંગળીમાં નાખવાથી ગાભમારાની ઇયળનું નિયંત્રણ થાય છે.
૩. કરંજ: કરંજના ખોળને જમીનમાં રહેતા કીટકોના નાશ માટે જમીનમાં આપવાની અગાઉ ભલામણ થયેલ છે. તમાકુંના પાકમાં લાગતા ગ્રાઉન્ડ બીટલના નિયંત્રણ માટે આનો ખોળ આપવાથી એન્ટીફીડન્ટ અસર મળે છે. કરંજના બીજમાં રહેલ ક્રિયાશીલ તત્વ જે પાણીમાં દ્રાવ્ય હોય તેના અર્કનું ૫% વાળું દ્રાવણ પણ લશ્કરી ઇયર સામે અસરકારક જણાયેલ છે.

ડો. જ્યોતિ. જી. દુલેરા
મદદનીશ પ્રાધ્યાપક, પક્ષીશાસ્ત્ર વિભાગ,
આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ
આ પણ વાંચો : સૂરણની ખેતી ભારે નફો આપે છે, જાણો તેની પદ્ધતિ અને વિશેષતાઓ
Share your comments