Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનું નામ કઈ રીતે પડ્યું, જાણો સંપૂર્ણ વિગત

કેરીની મોસમ પૂરબહારમાં જામી છે. કેરીની વખારોમાં ખડ કે ઘાસ ઉપર ધગલાબંધ કેરીની જાત પડેલી છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod

આ પણ વાંચો : કમળ કાકડીનું મુલ્ય

કેરીઓનું સૌથી મોટું વેચાણ કેંદ્ર લારી
કેરીઓનું સૌથી મોટું વેચાણ કેંદ્ર લારી

કેરીઓનું સૌથી મોટું વેચાણ કેંદ્ર હોય તો તે લારીઓ છે. શાક માર્કેટ કે મુખ્ય રસ્તાઓ, ચોક કે ગલીઓ તમને ઠેકઠેકાણે કેરીઓ વેચાતી જોવા મળશે. કેરીઓની વિવિધ જાતોમાં મશહૂર હોય તો હાફુસ અને  કેસર, પણ આ બધામાં ભાવનગરના મહુવા પંથકના જમાદારને આપણે અન્યાય કરીયે છીએ. જમાદાર કેરી પૂર્ણપણે મહુવા ભાવનગર ની પેદાશ છે.

 જમાદાર કેરી નું નામ કઇ રીતે પડ્યું

મહારાજા સાહેબને રાજ્યમાં ઉગાડેલ કેરી બતાવવામાં આવી અને તેનો સ્વાદ ચાખ્યો અને તે અન્ય કેરી કરતા વધારે રસાળ હોવાથી તેમણે શીઘ જ કેરીનું નામ જમાદાર રાખી દીધું. ભાવનગર રાજ્યના સૈન્યમાં વલીઉલ્લાહનો હોદ્દો જમાદારનો હતો અને પોતાના અંગત જમાદારને જમાદાર કેરીના નામથી અમરત્વ આપ્યું. મહારાજ સાહેબને પણ આ કેરી ભાવતી થઈ ગઈ હતી અને તેની યાદગીરી માટે  કે પોતાના રાજ્યની જમીનની ઉપજ હતી અને તેના પ્રણેતાનું નામ આજીવન તેની સાથે સંકળાયેળ રહે માટે અન્ય કોઈ નામ આપવા કરતા જમાદાર નામ તેમને યોગ્ય લાગ્યું. જમાદાર કેરી ફક્ત ભાવનગર અને કર્ણાટકમાં જ પાકે છે.

કેટલા છે માર્કેટ  માં ભાવ

હાલ જમાદાર કેરીના ભાવ માર્કેટમાં  પ્રતિ 20 કિલો ના 6000 થી લઈને 7,000 રૂપિયા સુધીના રહ્યા છે. એટલે કે એક કિલોના ભાવ  300 રૂપિયા થી લઈને 350 રૂપિયા સુધી મળે છે.  આ જમાદાર કેરી મહુવા માર્કેટિંગ યાર્ડ ભાવનગર માર્કેટિંગ યાર્ડ તથા મુંબઈ મહારાષ્ટ્ર સહિત  ના માર્કેટિંગ યાર્ડ માં સપ્લાય કરવામાં આવે.

ગુજરાતમાં થતી બીજી કેરીના પ્રમાણમાં ‘જમાદાર’નું ફળ નાનું હોય.

એક સમયે મહુવા પંથકમાં આ આંબાના ખૂબ બગીચા હતા, પરંતુ બેએક વર્ષ અગાઉ તાઉ’તે વાવાઝોડું આવ્યું એમાં 80 -100 વર્ષ જૂના ઘણા આંબાનો નાશ થયો. અત્યારે જમાદાર કેરીના લગભગ અંદાજે 500 થી 600 જેટલાં આંબા છે અને સીઝનમાં એક આંબા પરથી લગભગ 22 થી 25 મણ કેરી ઊતરે છે. જો કે આમાંની બહુ થોડી જ પીઠ-યાર્ડમાં હરાજીમાં જાય છે. મોટા ભાગની જમાદાર કેરી અગાઉથી જ બુકિંગ થયેલા જમાદારશોખીનોને ત્યાં પહોંચી જતી હોય

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More