Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

મફતના ભાવે પણ વેચાતા ન હતા ખેડૂતના તરબૂચ, ઇન્ડિયન આર્મીના કારણે થયો આવો કમાલ

લોકડાઉનને કારણે ખેડૂતોને તેમનો પાક વેચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઝારખંડનો એક 25 વર્ષિય ખેડૂત છે જેણે તડબૂચની ખેતી કરી છે પરંતુ બજાર ન ખુલવાને કારણે તેને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

Sagar Jani
Sagar Jani
Watermelon
Watermelon

લોકડાઉનને કારણે ખેડૂતોને તેમનો પાક વેચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  ઝારખંડનો એક 25 વર્ષિય ખેડૂત છે જેણે તડબૂચની ખેતી કરી છે પરંતુ બજાર ન ખુલવાને કારણે તેને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.  હવે ભારતીય સેનાએ તેમની મદદ કરી લગભગ 5 ટન તડબૂચની ખરીદી કરી છે.  રામગઢના શીખ રેજિમેન્ટલ સેન્ટરએ બજાર ભાવે 5 ટન તડબૂચની ખરીદી કરી છે. હકીકતમાં રંજનકુમાર મહાતો નામના આ ખેડૂતને બજારમાં તડબૂચનો સારો ભાવ મળ્યો નથી.  સ્થાનિક બજારમાં  કોઈ તેને 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ ખરીદી રહ્યું નથી.  આ પછી તેણે તેને સેનાને જ આપવાનું નક્કી કર્યું.  સેનાએ સૈનિકો માટે 5 ટન તરબૂચ  બજાર ભાવે ખરીદ્યો લીધા હતા.

રંજનકુમાર મહતોએ રાંચી યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી હાંસલ કરી છે.  મહતો દ્વારા ઓફર કર્યા પછી, કમાન્ડન્ટ બ્રિગેડિયર એમ શ્રી કુમાર અને અન્ય એસઆરસી અધિકારીઓએ આ તડબૂચ બોકારો જિલ્લામાંથી ખરીદ્યા છે.  સેના અને તેમના પરિવારજનો ભેટ, કરિયાણા અને ખાદ્યપદાર્થો સાથે ખેડૂતના 25 એકરના ખેતરમાં ગયા અને તેમના વાહનો પર 5 ટન તરબૂચ ખરીડી અને એસઆરસી કેન્દ્રમાં લાવ્યા હતા.  એસઆરસી ખેડૂતના ખેતરથી લગભગ 15 કિલોમીટરના અંતરે છે.

મહામારી અને વાવાઝોડાના કારણે ભારે નુકશાન

બ્રિગેડિયર કુમારે પોતાના હવાલાથી પીટીઆઈએ એક અહેવાલમાં જણાવ્યું છે કે પાણી બચાવવા માટે આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા ખેતી કરે છે.  સખત મહેનત બાદ પણ ગરીબ ખેડૂતોને તેમનો પાક વેચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  તેમણે કહ્યું, અમને ખબર પડી કે મહતોએ લગભગ બે વર્ષથી ખેતી શરૂ કરી હતી પરંતુ કોવિડ -19  અને ચક્રવાત તોફાન યાસને કારણે તેને ભારે નુકસાન થયું છે. બ્રિગેડિયર કુમાર રામગઢ કેન્ટોનમેન્ટ બોર્ડના અધ્યક્ષ પણ છે.

રંજન મહાતો 25 એકરમાં ખેતી કરે છે

ભણતર પૂરું થયા પછી પણ રંજન મહાતોને નોકરી ન મળી ત્યારે તેણે ખેતી કરવાનું નક્કી કર્યું.  આ માટે તેણે 25 એકર જમીન લીઝ પર પ્રતિ એકર 5000 રૂપિયા દરે ખેતીની શરૂઆત કરી હતી.  આશરે 6 એકર જમીનમાં તેમણે 15 લાખના ખર્ચે તડબૂચની ખેતી કરી હતી.   લગભગ 120 ટન તરબૂચનું ઉત્પાદન થયું છે.  કુલ પેદાશનો મોટો ભાગ વેચાયો નથી.

સારી ઉપજ હોવા છતાં કોઈ ખરીદદાર મળતા ન્હોતા

તરબૂચનું આટલા મોટા પાયે ઉત્પાદન થયા પછી પણ લોકડાઉનને કારણે ગ્રાહકો મળવા મુશ્કેલ હતા. તેના કારણે પાક ખેતરમાં જ સડવા લાગ્યો હતો. ગામમાં કોઈ પણ વ્યક્તિ 2 રૂપિયા પ્રતિ કિલોના દરે પણ આ તરબૂચ ખરીદવા તૈયાર ન હતો. આર્મીએ કેટલીક અન્ય જગ્યાએ પણ શોધી કાઢી જેથી ત્યાં પણ આનું વેચાણ કરી શકાય. પરંતુ કોઈ ચોક્કસ માહિતી ન મળવાના કારણે, સેનાએ તેને ફક્ત  પોતાના વપરાશ માટે ખરીદવાનું નક્કી કર્યું.

અનાનસની આ વિશેષ જાતની બજારમાં ભારે માંગ, સરકારના પ્રયત્નોથી ખેડુતોની આવકમાં થયો બમણો વધારો

બાકીની 19 એકર જમીનમાં મહતોએ કેપ્સિકમ, રીંગણ અને અન્ય શાકભાજીનું વાવેતર કર્યું છે.  તેમણે 40 મહિલાઓને ખેતીકામ માટે રોજગાર પણ આપ્યો છે. ઝારખંડમાં તડબૂચ, ટામેટા, વટાણા, કઠોળ, કોબી અને ભીંડા વગેરેની પૂરતી ખેતી છે.

Related Topics

Watermelon Healthy Food Fruits

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More