Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

અનાનસની આ વિશેષ જાતની બજારમાં ભારે માંગ, સરકારના પ્રયત્નોથી ખેડુતોની આવકમાં થયો બમણો વધારો

Sagar Jani
Sagar Jani
Pineapple
Pineapple

પૂર્વોત્તર ભારતના મણિપુર રાજ્યના ખેડૂતો અનાનાસની ખેતીથી મોટી કમાણી કરી રહ્યા છે. અહીંના ખેડુતો માટે અનાનસ આવકનું એક મોટું સાધન બની ગયું છે.  સરકારી માહિતી મુજબ વર્ષ 2018-2020 દરમિયાન મણિપુરથી 220 મેટ્રિક ટન અનાનાસ ભારતના અન્ય રાજ્યોમાં  મોકલવામાં આવ્યા હતા અને અહીંના ખેડૂતોને કુલ 78 લાખ રૂપિયાનો નફો મળ્યો.

મણિપુરના ખેડૂતો ઓર્ગેનિક રીતે અનાનાસનું ઉત્પાદન કરે છે.  આ જ કારણે  તેની માંગ વધુ રહે છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળે છે. પાછલા વર્ષોમાં મળેલી સફળતાને પુનરાવર્તિત કરવા માટે  રાજ્ય સરકારે ફરીથી આ વર્ષે અન્ય રાજ્યોમાં અનાનાસ મોકલવાનું શરૂ કર્યું છે.  રાજ્ય સરકારને આશા છે કે આ વર્ષે પણ મણિપુરના ખેડુતોને આ પ્રયત્નોનો લાભ  ચોક્કસ મળશે.

ગુરુગ્રામ અને જયપુર મોકલાયો વર્ષનો પહેલો માલ

ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ  રાજ્યની સરકારી સંસ્થા મણિપુર ઓર્ગેનિક મિશન એજન્સી (મો.મા.એ.) એ જણાવ્યું છે કે ગયા વર્ષોમાં સફળતાપૂર્વક દેશના જુદા જુદા ભાગોમાં અનાનાસ મોકલ્યા બાદ હવે આ વર્ષે ફરી શરૂઆત થઈ રહી છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા અનાનસને હવાઈ માર્ગે દેશના ઘણા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ વર્ષનો પ્રથમ માલ હરિયાણાના ગુરુગ્રામ અને રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોકલવામાં આવ્યો છે.  મણિપુરના અધિક મુખ્ય સચિવ પી વૈફેઈએ બીર ટીકેન્દ્રજીત આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી 1.2 મેટ્રક ટન અનાનસનો પહેલા માલને રવાના કર્યો હતો.

ઇમ્ફાલ સ્થિત કૃષિ કર્મા નેચરલ્સ પ્રાઈવેટ લિમિટેડે મોમાના સહયોગથી આ વખતે 250 મેટ્રિક ટન અનાનસ  ગુરુગ્રામ, ચંદીગઢ,  મુંબઇ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં મોકલવાનો લક્ષ્યાંક રાખ્યો છે.  અનાનસ સિવાય મોમોની સાથે મળીને આ ખાનગી કંપની 2018થી જ  રાજ્યની બહાર કિવિ ફળો અને એવોકાડોનું પણ માર્કેટિંગ કરે છે.  આને કારણે રાજ્યના ખેડુતોને ઘણો લાભ મળી રહ્યો છે અને તેઓ આ પાકની વધુને વધુ ખેતી કરવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે.

કવીન અનાનસની માંગ વધુ

મોમાનું કહેવું છે ખેડૂતોના ઉત્પાદનને રાજ્યની બહાર મોકલવાથી  લગભગ 1000 ખેડુતોને લાભ થશેનઅને અમારા પ્રયત્નોથી કોરોના મહામારીના સમયગાળા  દરમિયાન ખેડૂતોનો આત્મવિશ્વાસ વધશે. એજન્સીએ જણાવ્યું હતું કે આ પ્રયત્નોને લીધે જૈવિક અનાનસ ઉગાડનારાઓ અને ખરીદદારો વચ્ચેનો સંબંધ વધતો જાય છે, એજન્સીએ જણાવ્યું હતું.  અનાનસ માર્કેટિંગ માટે બિઝનેસ ઇકો-સિસ્ટમની સુવિધા અને સક્ષમ કરવામાં પણ મોટી પ્રગતિ મળી રહી છે.

ભારતીય કેરીને વૈશ્વિક ફલકે પહોંચાડવા સરકારની કવાયત, આવો નિર્ણય લેવાયો

અનાનસની ક્વીન વેરાયટીનું મુખ્યત્વે મણિપુરથી વેચાણ કરવામાં આવે છે.  તેની ખેતી રાજ્યના થાયંગ, આંદ્રો અને ચિરુ-વેથૌ પ્રદેશોમાં ખેતી થાય છે.  તાજા કવીન અનાનસની દેશના જુદા જુદા ભાગોમાં ભારે માંગ છે. આ માંગને સંતોષવા મણિપુર સરકાર તરફથી પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મોમા અને ઇમ્ફાલની ખાનગી કંપની ઉપરાંત અન્ય ઘણી કંપનીઓએ આ વર્ષે મણિપુરથી 800 મેટ્રિક ટનથી વધુ તાજા ફળો અને મસાલાઓનું વેચાણ કર્યું છે.  આ તમામ કંપનીઓને મોમો તરફથી સંસ્થાકીય સમર્થન મળી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડુતોને લાભ લઈ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ફંડની વ્યવસ્થા

અધિક મુખ્ય સચિવ પી વૈફેઈ કહે છે કે હવે ખેડૂતોને બજારની ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે એક યોજના હેઠળ 3 કરોડના ભંડોળની વ્યવસ્થા કરી છે.  અમે તમામ બાગાયત ઉત્પાદનો ખેડૂતો પાસેથી ખરીદીને  દેશના વિવિધ ભાગોમાં મોકલવા માટે તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ છીએ.

તેઓ કહે છે કે અમારા માટે સંતોષની વાત છે કે કોરોના મહામારી હોવા છતાં મણિપુર સતત ચોથા વર્ષે મોમના  પ્રયત્નોને કારણે દેશના જુદા જુદા શહેરોમાં જૈવિક અનાનસ મોકલવામાં સફળ રહ્યું છે. તેમને વધુમાં ઉમેર્યું હતું કે આવનરા વર્ષીમાં પણ આવી જ રીતે ખેડૂતોના હિતમાં કર્યો થતા રહેશે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More