લોન ઉગાડવા માટે આ સૌથી ઝડપી અને મોંઘી રીત છે. ઘાસ ટૂંકા, સઘન અને નીંદણથી મુક્ત હોય ત્યાંથી ચોરસમાં ટર્ફ્સને સમાનરૂપે કાપવા જોઈએ. આ ટર્ફ તૈયાર ગ્રાઉન્ડ સાઇટ પર મૂકવા જોઈએ પાસે-પાસે ટર્ફ બીટરની મદદથી મારવું જોઈએ.
લોન એટલે જમીનનો એવો ટુકડો જે લીલા નરમ ઘાસથી આવૃત હોય છે અને સૌંદર્યલક્ષી અને મનોરંજન હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. લોનને બગીચાનાં હૃદય તરીકે ઓળખવામાં આવે છે કારણ કે બગીચાનો પ્રાથમિક પ્રભાવ તેના પર નિર્ભર છે. લોનની વિભાવના મૂળ ઈન્ગ્લેન્ડની છે. મધ્ય યુગથી ઉત્તર યુરોપમાં લોન લોકપ્રિય બની. ઉત્તરમાં દરિયાઇ પશ્ચિમ યુરોપના ભીના હવામાનને કારણે લોનના વાવેતર અને સંચાલન શક્ય બન્યાં છે. સમકાલીન પ્રભાવ સુધી તેઓ વિશ્વના અન્ય પ્રદેશો અને સંસ્કૃતિના બગીચાનો ભાગ ન હતી.
લોન બગીચાની સુંદરતામાં વધારો કરવા માટે સેવા આપે છે. કોઈપણ લેન્ડસ્કેપ ડિઝાઇનમાં યોગ્ય લોનની જાળવણી નિર્ણાયક ભાગ ભજવે છે. એક સુંદર, સુવ્યવસ્થિત લોન સંપૂર્ણ લેન્ડસ્કેપને સુંદર દેખાડી શકે છે પરંતુ જયારે લોનને જાળવવામાં આવતી નથી ત્યારે લેન્સ્કેપની સુંદરતા અચૂક બગડી જાય છે. કોઈપણ બગીચાનો ૬૦-૭૫% હિસ્સો લોનને સમર્પિત કરવો જોઈએ. લોન રમવાની સપાટી તરીકે પણ ઉપયોગી છે કારણ કે તે ઘણાબધાં ખેલાડીઓના પગના દબાણના લીધે ઉત્પન્ન થતાં જમીનનાં ધોવાણ અને ધૂળને ઘટાડે છે. લોન ફૂટબોલ, સોકર, ક્રિકેટ, બેઝબોલ, ગોલ્ફ, ટેનિસ, હોકી જેવી રમતોમાં ખેલાડીઓ માટે ગાદી તરીકે પણ કામ આવે છે.
જમીન અને સ્થળની તૈયારીઓ:
- મોસમી લોનની સ્થાપના અને સંભાળ હવામાન ક્ષેત્ર અને ઉગાડવામાં આવેલી લોનના પ્રકારને આધારે બદલાય છે.
- લોન ઉગાડવા માટે એવી જમીન પસંદ કરવી જોઈએ કે જે કાર્બનિક પદાર્થમાં સમૃદ્ધ હોય અને જરૂર લગતા કાર્બનિક પદાર્થનો ઉમેરો પણ કરવો જોઈએ.
- જો જમીન ખૂબ જ ભારે હોય, તો ૨૦ સે.મી.ની ઊંડાઈમાં સબસોઈલને દૂર કરીને બરછટ રેતી ઉમેરી શકાય છે. આદર્શ માટી પીએચ ૫-૫.૬ હોવું જોઈએ. જો તે ખૂબ જ એસિડિક હોય તો ૫૦૦ ગ્રામ/મીટર2 નો ચૂનો ઉમેરવો જોઈએ અને માટીના ક્ષારયુકત માટીમાં એટલું જ જિપ્સમમાં ઉમેરવું જોઈએ.
- જો જમીન ઢોળાવવાળી ન હોય તો વધુ વરસાદના પાણી માટે ગટરની જોગવાઈ કરવી જોઈએ. જમીન મધ્યમ ઢાળ અને સંપૂર્ણ સૂર્યપ્રકાશ મળે એવી હોવી જોઈએ.
- સ્થળની તૈયારીમાં જમીનને જૈવિક ખાતરથી ઉત્ખનન, સ્તરીકરણ અને સમૃદ્ધ બનાવવાનો સમાવેશ થાય છે. સ્ળને કોગળા, કાંકરા અને નીંદણથી સારી રીતે સજ્જ કરવામાં આવવી જોઈએ. જમીન ઉપર રોલર પણ ફેરવવું જોઈએ. જમીનના કણોને સ્થાયી થવા માટે જમીનને પિયત આપવું જોઈએ.
- સમગ્ર ભારતમાં સામાન્યતઃ લોન માટે વપરાતું ઘાસ Cynodon dactylon (સાયનોડોન ડેક્ટીલોન) છે, જે ખૂબ સખત હોય છે અને તે કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ ઘાસને હરિયાલી, ડૂબ ઘાસ, બર્મુડા ઘાસ, ઇન્ડિયન ડૂબ જેવા અન્ય નામોથી પણ ઓળખાઈ છે.
લોન વાવેતરની પદ્ધતિઓ:
૧. બીજ દ્વારા વાવેતર:
આ રીત સૌથી જૂની અને જાણીતી છે. પરદેશોમાં અથવા મોટા વિસ્તારોમાં આ રીત અપનાવામાં આવે છે. બીજમાંથી લોન ફક્ત ત્યારે જ ઉગાડવી જોઈએ જયારે ઘાસના મૂળ ઉપલબ્ધ ન હોય. બીજ અંકુરણ માટે ૩ થી ૫ અઠવાડિયા જેવો સમય લે છે. એક હેક્ટરમાં વાવેતર કરવા માટે લગભગ ૨૫-૩૦ કિલો બીજની જરૂર પડે છે.
૨. ટર્ફિંગ:
લોન ઉગાડવા માટે આ સૌથી ઝડપી અને મોંઘી રીત છે. ઘાસ ટૂંકા, સઘન અને નીંદણથી મુક્ત હોય ત્યાંથી ચોરસમાં ટર્ફ્સને સમાનરૂપે કાપવા જોઈએ. આ ટર્ફ તૈયાર ગ્રાઉન્ડ સાઇટ પર મૂકવા જોઈએ પાસે-પાસે ટર્ફ બીટરની મદદથી મારવું જોઈએ. વચ્ચેના પોલાણને બારીક માટીથી ભરી દેવું જોઈએ. સમગ્ર ટર્ફેડ વિસ્તારને રોલ કરી અને પિયત આપવું જોઈએ.
૩. મૂળનું ડીબ્લીંગ:
આ પદ્ધતિ સસ્તી પરંતુ સમય માંગી લેવાવાળી છે. વરસાદ પછી ભીના થાય ત્યારે સમતળવાળી જમીનમાં ઘાસના મૂળના નાના ટુકડા ૧૦-૧૫ સે.મી.એ રોપવા જોઈએ. વાવણી પછી જમીનને દબાવવી જોઈએ. લગભગ છ મહિનાના ગાળામાં મૂળ ફેલાય છે અને જમીનની નીચે ઉગે છે. વારંવાર મોવિંગ, રોલિંગ અને પિયત આપવાથી એકદમ કોમ્પેક્ટ લોનબને છે.
કિચન ગાર્ડન: ઘરમાં સરળ રીતથી મેથીના પાક ઉગાડવાની રીત
૪. ટર્ફ પ્લાસ્ટરિંગ:
શુષ્ક વિસ્તારોમાં આ રીત એટલી બધી ઉપયોગી નીવડતી નથી. આ રીત દ્વારા ડૂબ ઘાસ મોટી માત્રામાં –મુક્ત રીતે મેળવી શકાય છે અને ૫-૭ સે.મી. લાંબા તેમજ નાના બીટમાં યોગ્ય રીતે કાપી શકાય છે. બે બાસ્કેટ કાપેલા ઘાસના ટુકડાઓની સાથે એક બાસ્કેટ બગીચાની તાજી માટી, એક બાસ્કેટ ગાયના તાજા છાણ, એક પાવડો લાકડાની રાખ અને જોઈતા પ્રમાણમાં પાણીને યોગ્ય રીતે મેળવીને એક જાડો પદાર્થ બનાવવો જોઈએ. ત્યારબાદ આ મિશ્રણને ઓછામાં ઓછી ૨.૫ સે.મી.ની જાડાઈમાં પહેલાં ભીના કરેલા સંપૂર્ણ સ્તરવાળી સપાટીની ઉપર સમાનરૂપે ફેલાવાય છે અને કેનથી પાણી અપાય છે. બીજા દિવસે, જમીનને રોલ કરવી જોઈએ અને ઘાસને ફેલાવવા દેવું જોઈએ. આ રીતે ઘાસ લગભગ એક પખવાડિયામાં ઉગે છે.
૫. એસ્ટ્રો ટર્ફ:
આ એક કૃત્રિમ લોન છે, જે વિકસિત દેશોમાં છતબગીચામાં તેમજ રમતનાં મેદાનમાં લોકપ્રિયપણે ઉપયોગમાં લેવાય છે. પાણીનો સતત છંટકાવ એ એક અતિ અગત્યનું પગલું છે, જે કૃત્રિમ રેસાને બાંધી રાખે છે પરિણામે લોનને સમાન સપાટી મળી રહે છે.
લોનની જાળવણી:
૧. નીંદણ:
નીંદણ દેખાય તેટલું જલદી કાઢી નાખવું જોઈએ નહીંતર તે ફેલાય છે. કાળજી સાથે ખુરપીની મદદથી અનિચ્છનીય છોડને દૂર કરવા જોઈએ. તેને શક્ય હોય તો મૂળથી દૂર કરવા જોઈએ. ઘાસનાં મૂળ અને સરસ માટીથી ગાબડા ભરવા જોઈએ. વરસાદની ગેરહાજરીમાં, અઠવાડિયાના અંતરાલમાં નિયમિત પાણી આપવું.
૨. પિયત:
લોનને પાણી આપવાનો શ્રેષ્ઠ સમય સવારના પ્રારંભિક કલાકો દરમિયાન હોય છે. આ સમય દરમિયાન પાણી આપવાથી બાષ્પીભવન થયા વિના પાણી મૂળ સુધી પહોંચે છે. મધ્યાહન પછી પાણી જલ્દીથી બાષ્પીભવન થઈ શકે છે અને રાતનાં સમયે પિયત દેવાથી રોગોની સંભાવનાઓ ઉત્પન્ન થાય છે. એકસામટું પાણી દેવા કરતા વારંવાર પિયત આપવી યોગ્ય ગણાય. પાણી અને મજુરી બચાવવા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને પાણીનો ભરવો રોકવો જોઈએ.
બાગકામમાં ગ્રો બેગનો ચલણ વધ્યુ, જાણે તેના ફાયદા અને ગેરફાયદા
૩. ખાતર અને રસાયણ:
વર્ષમાં ત્રણ વાર લોનને ફળદ્રુપ કરવી એ સમૃદ્ધ લીલોતરી જાળવવા માટે પૂરતું છે. ૧૦૦ કિલો છાણીયું ખાતર/૧૦૦ ચો.મી અને ફેબ્રુઆરી-માર્ચ, જૂન-જુલાઈ અને ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ૧ કિલો/૫૦ચો.મી.ના દરે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે.
૪. મોવીંગ/કાપણી:
કાપણી ટૂંકા અંતરાલમાં કરવી જોઈએ અને બીજની દાંડીઓ ઉત્પન્ન થવા દેવી જોઈએ નહીં. ઘાસને ખૂબ ટૂંકા કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ઘાસને નુકસાન પહોંચે છે, ઊંડા મૂળની સ્થાપના અટકાવે છે અને નીંદણને ઉત્તેજન આપે છે. જુદા જુદા ઘાસની જુદી જુદી ઊંચાઈ હોય છે જ્યાં તેઓ શ્રેષ્ઠ વિકસી શકે છે, તેથી ખાતરી કરો કે તમે આ અંગે વિક્રેતા અથવા તમારી લેન્ડસ્કેપિંગ કંપની પાસેથી પૂછપરછ કરવી જોઈએ. કાપણીમાં ઘાસના પાંદડાના ત્રીજા કરતા વધુ ભાગને દૂર કરવાની ભલામણ કરવામાં આવતી નથી. ઘાસ ભીના હોય ત્યારે કાપણી ન કરવી જોઈએ. ખાતરી કરો કે તમારા મોવરની બ્લેડ નવી અને તીવ્ર છે.
Share your comments