Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

રવિ પાકની વાવણી પહેલા ખાતરનું સાવધાનીપૂર્વક ઉપયોગ છે જરૂરી, નહિંતર થઈ જશે નુકશાન

ખરીફ પાકની લણણી પછી દેશમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે. રવિ પાકની વાવણીના સમય બીજના અંકુરણને સરળ બનાવવા માટે ખાતરોના ઉપયોગ કરવામાં આવે છે.તેથી કરીને કૃષિ જાગરણ ગુજરાતીના આ લેખમાં ખેડૂતોને ઘઉં, જવ, ચણા અને સરસવ સહિતના અન્ય પાકોની વાવણીમાં ડીએપીને બદલે સિંગલ સુપર ફોસફેટનો ઉપયોહ કરવાની સલાહ આપવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિચલ મીડિયા
ફોટો-સોશિચલ મીડિયા

ખરીફ પાકની લણણી પછી દેશમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે. રવિ પાકની વાવણીના સમય  બીજના અંકુરણને સરળ બનાવવા માટે ખાતરોના ઉપયોગ કરવામાં આવે છે.તેથી કરીને કૃષિ જાગરણ ગુજરાતીના આ લેખમાં ખેડૂતોને ઘઉં, જવ, ચણા અને સરસવ સહિતના અન્ય પાકોની વાવણીમાં ડીએપીને બદલે સિંગલ સુપર ફોસફેટનો ઉપયોહ કરવાની સલાહ આપવામાં આવે છે. કૃષિ વિભાગે ખેડૂતોને વાવણી સમયે પાકમાં સિંગલ સુપર ફોસ્ફેટ અને એનપીએક્સ ગ્રેડના ખાતરનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તે ડીએપી કરતા સસ્તું અને વધુ અસરકારક હોવાનું કહેવાચ છે.  

વેચાણ કેન્દ્રો પર ખેડૂતોની કતાર

ઓક્ટોબરમાં રવિ સિઝનના પાકની વાવણી શરૂ થાય તે પહેલાં જ ખેડૂતો સપ્ટેમ્બરમાં DAP અને અન્ય ખાતરો ખરીદે છે. આ વખતે પણ દેશના કેટલાક વિસ્તારોમાં ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતોની કતારો જોવા મળી છે. જો કે, સરકારી ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં DAPનું વેચાણ વધવાને બદલે ગયા વર્ષની સરખામણીએ 51 ટકા ઘટીને 7.76 લાખ ટન થયું છે. જોકે, આ સમયગાળા દરમિયાન યુરિયાના વેચાણમાં ઉછાળો આવ્યો છે.

ખાતર વાપરવાની સાચી રીત 

  • એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે ખેડૂતોને પાકમાં ખાતરના ઉપયોગને લઈને સતર્કતા આપી છે અને યોગ્ય પદ્ધતિ જણાવી છે.
  • ખેડૂતોને વાવણી સમયે હંમેશા હારમાળામાં ખાતર નાખવા અને અહી-ત્યાં છંટકાવ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
  • ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડમાં આપેલી સૂચના મુજબ જ ખાતરનો ઉપયોગ કરવો.
  • ખેતરમાં પાક ઘૂંટણ સુધી પહોંચે એટલે ભલામણ મુજબ યુરિયાનો છંટકાવ કરવો.
  • પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા માટે નેનો યુરિયા વગેરે જેવા નવા જમાનાના ખાતરોનો ઉપયોગ કરો.
  • કઠોળ અને તેલીબિયાં પાકોમાં ડીએપીને બદલે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરો.
  • નાઈટ્રોજન ખાતરની માત્રા ઘટાડવા માટે, એઝોટોબેક્ટર અને રાઈઝોબિયમ બેક્ટેરિયા ખાતર સાથે બીજની સારવાર કરો.

આ પણ વાંચો:શિયાળા પાકની વાવણીને લઈને કૃષિ મંત્રાલયએ ગુજરાતના ખેડૂતો માટે બહાર પાડી એડવાઈઝરી

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More