અત્યાર ના સમયનો સૌથી મોટો પડકાર એ છે કે વિશ્વની છઠ્ઠી વસ્તી ભૂખથી પીડાય છે, આ પરિસ્થિતિ કે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ ઉપરાંત, વૈશ્વિક વસ્તીના અડધાથી વધુ લોકો, અન્નના અભાવના વિવિધ સ્વરૂપ એફએઓ, 2004 દ્વારા પીડિત છે.
જેમકે "છુપાયેલી ભૂખ" ઉપલબ્ધ ખોરાકની માત્રાને બદલે ગુણવત્તાને કારણે છે.તદુપરાંત, વિકાસશીલ દેશોની વસ્તી મુખ્યત્વે તેમના પોષણ માટે મુખ્ય પાક પર આધાર રાખે છે જે જરૂરી સુક્ષ્મ પોષકતત્વો ના નબળા સ્ત્રોત છે. Fe, Zn, K જેવા સુક્ષ્મ પોષકતત્વો અનેપ્રોટીન, વિટામિન ની ઉણપ સીધી વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે.આ કુપોષણ મૃત્યુદરઅને રોગિષ્ઠ મનોવૃત્તિ દરમાં વધારા નું કારણ બને છે.આ ખામીઓનો સામનો કરવા માટે, વનસ્પતિ સંવર્ધન દ્વારા પાકમાં પોષક તત્વો ની પ્રોફાઇલમાં આનુવંશિક વૃદ્ધિ કરવા માં આવે છે જે "બાયફોર્ટીફિકેશન" તરીકે ઓળખાય છે. બાયોફોર્ટીફાઇડ મુખ્ય ખાદ્ય પાક એ એક ટકાઉ વિકલ્પ છે કે જેલોકો માટે વિવિધ લાભકારક આહાર ના સંસાધનો મર્યાદિત છે.
બાયફોર્ટીફિકેશન એટલે શું?
બાયોફોર્ટીફિકેશન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા કૃષિ પ્રણાલી, પરંપરાગત છોડના સંવર્ધન અથવા આધુનિક બાયોટેકનોલોજી દ્વારા ખોરાકના પાકની પોષક ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે.પરંપરાગત વનસ્પતિ સંવર્ધનપદ્ધતિ તથા અન્ય પદ્ધતિ નો ઉપયોગ કરીનેબાયફોર્ટીફિકેશનમાં અનુકૂળ વિવિધ જાતોને વિકસાવી શકાય છે કે જે ઉચ્ચ પોષક તત્વો ધરાવે છે.
બાયોફોર્ટીફિકેશન શા માટે જરૂરી છે?
સૂક્ષ્મ પોષકતત્વોના કુપોષણની જટિલ સમસ્યાને હલ કરવા માટે બાયોફોર્ટીફિકેશન એ એક સમાધાન છે. આ સુક્ષ્મ પોષકતત્વોના કુપોષણ સામે લડવામાં અને દેશને રોજગારી અપાવવા માટે તે એક સૌથી વધુઅસરકારક ઉપાય માનવામાં આવે છે.
બાયોફોર્ટીફિકેશન પાક વિકસાવવા ની તકનીકો:
- એગ્રોનોમીક બાયફોર્ટીફિકેશન: પાકના ખાદ્ય ભાગોમાં સુક્ષ્મ પોષકતત્ત્વો ની માત્રા વધારવા માટે સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતર ને જમીન અથવા છોડ પર છટંકાવ કરવામાં આવે છે.
- પરંપરાગત છોડસંવર્ધન: આમાં પરંપરાગત વનસ્પતિ સંવર્ધન પદ્ધતિઓ શામેલ છે, જેના દ્વારા પાકમાં ઇચ્છિત લાક્ષણિકતાઓ માટે પૂરતા આનુવંશિક વિવિધતા પેદા કરવામાં છે. જેમ કે કોઈપણ સુક્ષ્મ પોષકતત્વો ના ઉચ્ચ મૂલ્ય ધરાવતી જાતો વિકસાવવી. બાયોફોર્ટીફાઇડ પાકના ઉત્પાદન માટે ભારતમાં આ એકમાત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
- આનુવંશિક ઇજનેરી/ફેરફાર(GMO):અન્ય કોઈપણ જીવતંત્રના જનીન ને છોડ ના જીનોમ માં દાખલ કરી પોષકતત્ત્વોની માત્રા માં વધારો કરવો.
બાયોફોર્ટીફિકેશનનું મહત્વ:
- બાયોફોર્ટીફાઇડ પાક આયર્નથી સમૃદ્ધ છે અને આયર્નની સ્થિતિ અને સમજશક્તિમાં સુધારો કરવાની સંભાવના છે. જે માનવના એકંદર આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.
- દૈનિક ખોરાકતરીખે ઉપયોગ માં લેવાતા વિવિધ પાક માં બાયોફોર્ટીફાઇડ જાતો વિકસાવવા માં આવી છે જેથી પોષકતત્વો ની પૂરતી માટે અન્ય ખોરાક લેવાની જરૂર રહેતી નથી તથા સમાજના સૌથી ગરીબ વર્ગ સુધી પહોંચી શકશે અને ખેડૂતોને પણ લાભ કરશે.
- બાયોફોર્ટીફાઇડ પાક પણ ઘણીવાર જીવાતો, રોગો, ઉચ્ચતાપમાન, દુષ્કાળની પરિસ્થિતિ માં વધુ સ્થિતિસ્થાપક હોય છે અને વધુ ઉપજ પણ પ્રદાન કરે છે.
- બાયોફોર્ટીફાઇડ બીજ વિકસાવવા માટે પ્રારંભિક રોકાણ કર્યા પછી, તેના સૂક્ષ્મ પોષકતત્ત્વોનીમાત્રા માં કોઈ ઘટાડો કર્યા વિના ફરી ઉત્પાદન કરી વિતરણ કરી શકાય છે. આ તેને ખૂબ ખર્ચ-અસરકારક અને ટકાઉ બનાવે છે.
- પરંપરાગત પદ્ધતિ થી વિકસાવેલી બાયોફોર્ટીફિકેડ જાતો GMO ની સરખામણી માં એક સારો વિકલ્પ છે જે અમલીકરણના અવરોધોથી મુક્ત છે.
- ભારત જેવા દેશમાં, જેમાં વિશાળકુપોષણના પડકારોનો સામનો કરવો પડે છે, તેથી બાયોફોર્ટીફિકેશન એક ટકાઉ, ખર્ચ-અસરકારક પદ્ધતિ છે જે આ પડકારને હલ કરવામાં મદદ કરી શકે છે.
બાયોફોર્ટીફિકેશન પ્રોજેક્ટ્સના ઉદાહરણો:
- ચોખા, કઠોળ, શક્કરીયા, કસાવા અને લીમડામાં આયર્ન-બાયફોર્ટીફિકેશન
- ઘઉં, ચોખા, કઠોળ, શક્કરીયા અને મકાઈ માં ઝીંક બાયોફોર્ટીફિકેશન
- શક્કરિયા, મકાઈ અને કસાવા માં કેરોટીનોઇડ-બાયોફોર્ટીફિકેશન
- જુવાર અને કસાવા માં પ્રોટીન-બાયોફોર્ટીફિકેશન
બાયોફોર્ટીફિકેશન પાક કેવી રીતે ખોરાકના ફોર્ટીફિકેશન થી અલગ છે?
બાયોફોર્ટીફિકેશનમાં વધુ માત્રામાંસુક્ષ્મ પોષકતત્વો ધરાવતી પાક ની સુધારેલી જાતો ઉગાડવામાં આવે છે.જ્યારે ખોરાકના ફોર્ટીફિકેશન માં ખોરાક પ્રોસેસિંગ પ્રક્રિયા દરમિયાન ખોરાકમાં સુક્ષ્મ પોષકતત્વોની થોડી માત્રા ઉમેરીને ખોરાકના પોષક મૂલ્યમાં વધારો કરવામા આવે છે.
બાયોફોર્ટીફાઇડવિવિધ જાતો:
મધુબન ગાજર
- જુનાગઢ જિલ્લાના ખેડૂત વૈજ્ઞાનિક શ્રી વલ્લભભાઇ વસરામભાઇ મારવાણીયા દ્વારા વિકસિત ઉચ્ચ કેરોટિન અને આયર્ન સામગ્રીવાળી આ એક બાયોફર્ટીફાઇડ ગાજરની જાત છે.
- આ ગાજરની જાત નું જુનાગઢમાં 200 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે અને આવકનો મુખ્ય સ્ત્રોત બનીને આ વિસ્તારના 150 થી વધુ સ્થાનિક ખેડુતોને ફાયદો થઈ રહ્યો છે.
- છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશમાં 1000 હેકટરથી વધુ જમીનમાં વિવિધ પ્રકારે ગાજર ની ખેતી થઈ રહી છે.
- તે એક ઉચ્ચ પોષક તત્વો ધરાવતી ગાજરની જાત છે કે જે ઉચ્ચ-કેરોટિન (૨૭૭. ૭૫ મિલિગ્રામ/કિગ્રા) અને આયર્ન (૨૭૬.૭ મિલિ ગ્રામ/કિલો) શુષ્ક ધરાવે છે. જે પસંદગી પદ્ધતિ(Selection Method) દ્વારા વિકસિત કરવામાં આવે છે.
- આ જાત નો ઉપયોગ ગાજર ચિપ્સ, રસ અને અથાણાં જેવા વિવિધ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો માટે થાય છે.
- ગાજરની આ જાત અન્ય ચકાસણી નીજાત ની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે મૂળ (૨૭૪.૨ ટન/હેક્ટર) અને છોડના બાયોમાસ (છોડ દીઠ ૨૭૫ ગ્રામ) ધરાવે છે.
- ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી ખાતે ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન (એફઓઆઇએન) દરમિયાન તેમને 2017 માં રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.તેમજ કેન્દ્ર સરકારે તેમને ગાજરની ખેતીમાં જીવનભરના પ્રયત્નો બદલ પદ્મશ્રી થી તેમનું સન્માન કર્યું છે.
આ પણ વાંચો : ફળો તથા શાકભાજીનો સંગ્રહ કેવી રીતે કરશો તે જાણો
આ પણ વાંચો :
Share your comments