Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ઉન્નત ખેતી : મરચાંની કેવી રીતે કરશો રોપણી અને શરૂઆતી પોષક તત્વોનું સંચાલન ?

ખેતરમાં સૌથી પહેલા માટી પલટતા હળથી એક ઊંડું ખેડાણ કરવું જોઇએ. આમ કરવાથી માટીમાં રહેલા હાનિકારક જંતુઓ, તેના ઇંડા, જંતુઓની પ્યૂપા અવસ્થા તથા કવકોના બીજાણુ પણ નષ્ટ થઈ જાય છે. ત્યાર બાદ દેશી હળથી 3-4 ખેડાણ કરી, પાટા ચલાવી ખેતરને સમતલ કરી લેવું. જુલાઈના અંત બાદ એકરદીઠ 125 ટન સડેલા છાણિયાને ખાતરમાં સારી રીતે મિશ્રિત કરી અંતિમ ખેડાણ કરો. વાવેતરના 30-40 દિવસ બાદ મરચાંના છોડની રોપણી માટે ખેતર તૈયાર થાય છે. રોપણી પૂર્વે નર્સરીમાં તેમજ ખેતરમાં સામાન્ય સિંચાઈ કરવી જોઇએ. આમ કરવાથી મરચાંના છોડના મૂળ તૂટતાં નથી અને છોડ સરળતાથી લાગી જાય છે.

KJ Staff
KJ Staff
Chili Cultivation

છોડને જમીનથી કાઢ્યા બાદ સીધાં તડકાંમાં રાખવા જોઇએ નહીં. મૂળના સારાં વિકાસ માટે એક લીટર પાણીમાં 5 ગ્રામ માઇક્રોરાઇઝના દરે મિશ્રણ બનાવી લો. ત્યાર બાદ મરચાંના છોડના મૂળને 10 મિનિટ સુધી મિશ્રણમાં ડૂબાડી રાખવા જોઇએ. માઇક્રોરાઇઝ એક પ્રકારના જીવાણુઓનો સમૂહ છે કે જે છોડના મૂળમાં રહી છોડને પોષક તત્વો માટીમાથી ઉપલબ્ધ કરાવે છે.  આ વિધિ અપનાવ્યા બાદ જ ખેતરમાં મરચાંના છોડની રોપણી કરો કે જેથી મરચાંના છોડ ખેતરમાં પણ સ્વસ્થ રહે. 

Profitable Chili Cultivation
Profitable Chili Cultivation

મરચાંના છોડની રોપણી સામાન્યતઃ હરોળમાં કરવી જોઇએ. હરોળનું અંતર 60 સેમી અને છોડથી છોડનું અંતર 45 સેમી રાખવું જોઇએ. ત્યાર બાદ ખેતરમાં સામાન્ય પ્રમાણમાં પાણી આપવાનું ચાલુ કરો. મરચાંના છોડમાં રોપણીના સમયે એકરદીઠ 45 કિલો યૂરિયા, 200 કિલો એસ.એસ.પી. અને 50 કિલો એમ.ઓ.પી. ખાતરને બેસલ ડોઝના સ્વરૂપમાં ખેતરમાં ભેળવી નાંખવું.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More