Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

હાઇડ્રોજેલ શુ છે અને રણ વિસ્તારમાં હાઈડ્રોજેલની કેવી અસર પડશે ?

ગુજરાતમાં પાણી સંકટની એક ગંભીર સમસ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં સૂકી જમીનને કારણે દરેક વર્ષનો પાક નિષ્ફળ જાય છે. કેટલીક જગ્યાઓમાં પાણીનું સ્તર સાવ ઓછું છે જેથી ત્યાં વધુ ગંભીર સમસ્યા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
hydrogel
hydrogel

ગુજરાતમાં પાણી સંકટની એક ગંભીર સમસ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં સૂકી જમીનને કારણે દરેક વર્ષનો પાક નિષ્ફળ જાય છે. કેટલીક જગ્યાઓમાં પાણીનું સ્તર સાવ ઓછું છે જેથી ત્યાં વધુ ગંભીર સમસ્યા છે. જેથી સિંચાઈ માટે એક એવી પ્રધ્ધ્તી વિકસાવી જોઈએ જેથી પાણીનો વધુમાં વધુ સારો ઉપયોગ થાય. ખેતીને બચાવી હોય તો એક એવા વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. જેમાં સિંચાઈના પાણીનો બગાડ ન થાય. તેમાં હાઇડ્રોજેલ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

હાઇડ્રોજેલ એક શ્રુંખલા છે કે જેમાં પાણીને સાચવી રાખવાની એક વિશેષ ક્ષમતા છે. તે પાણીમાં ઓગળતું નથી. હાઇડ્રોજેલ નું જીવાણું દ્રારા વિધટન થઈ સકે છે જેના લીધે પ્રદુષણ પણ થતું નથી. હાઇડ્રોજેલનો ઉપયોગ પાણીને ખેતરમાં સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. જયારે પાકને પાણીની જરૂરીયાત છે અને વરસાદ ન થાય ત્યારે હાઇડ્રોજેલમાંથી પાણી બહાર નીકળે છે અને તે પાણી પાકને પૂરું પાડે છે.

હાઇડ્રોજેલમાં પાણીને ૪ ગણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. એક એકર જમીનમાં માત્ર ૧ થી ૨ કિલો હાઇડ્રોજેલની જરૂરીયાત છે. તે જમીનની ફળદ્રુપતાને નુકશાન કરતુ નથી અને ૪૦૦ થી ૫૦૦ સેલ્સિઅસ તાપમાનમાં પણ ખરાબ થતું નથી. તેને કારણે તેનો ઉપયોગ એવા વિસ્તાર માં કરવામાં આવે છે કે જ્યાં જમીન સૂકી હોય. હાઇડ્રોજેલ ના કણ વરસાદ કે સિંચાઇની પ્રધ્ધ્તી દરમિયાન પાણી નો સંગ્રહ કરે છે. જયારે વરસાદ કે સિંચાઈ ન આપી હોય ત્યારે હાઇડ્રોજેલમાંથી પાણી બહાર આવે છે, જેને કારણે પાકને પાણી મળે છે. જમીનમાં એક વાર હાઇડ્રોજેલ ઉપયોગ કરવાથી તે ૨ થી ૫ વર્ષ સુધી કામ કરે છે. હાઇડ્રોજેલ પાણી સંગ્રહ કરવાનું કામ કરે છે, ત્યાર પછી તે જમીનમાં વિઘટીત થાય છે અને જમીનની ફળદ્રુપતાને નુકશાન પણ કરતુ નથી.

કેવી રીતે કામ કરે હાઇડ્રોજેલ ?

જયારે જમીનમાં પાણીની માત્રા ઓછી થઇ જાય ત્યારે હાઇડ્રોજેલ કામ કરવાનું શરૂ કરે છે. હાઇડ્રોજેલ પોતાના વજનના ૩૫૦-૪૦૦ ગણા વધારે પાણીનું શોષણ કરે છે. બીજ અંકુરણ, કોઈ પણ પાક ની શરૂઆતની અવસ્થામાં સૌથી વધુ મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. મુખ્ય રુપથી એ સૂકી અને અર્ધસૂકી વિસ્તારમાં જમીનમાં પાણીના સ્તરને જાળવવા માટે હાઇડ્રોજેલ ઉપયોગ કરવો આવશ્યક છે. હાઇડ્રોજેલ જમીનની પોતાની સંગ્રહ કરવાની શક્તિ દ્રારા, પાકમાં પાણીના તણાવની પરિસ્થિતિ આવતા રોકે છે.

પ્રયોગ :

સામાન્ય રીતે એક એકર માટે ૧.૫ થી ૨.૦ કિલો હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ આ હાઇડ્રોજેલ નું સ્થાન જમીનની કે આબોહવા પર નિર્ભર છે. વધારે સારું પરિણામ માટે હાઇડ્રોજેલનો વાવણીના સમયે ઉપયોગ કરવો જોઈએ. આ જમીનમાં બીજ અંકુરણ સમયે વધુ ઉપયોગ થાય છે.

ઉપયોગ માટે કેટલાક મહત્વ ના મુદ્રા:

  • હાઇડ્રોજેલને રેતાળ જમીન માં ૨.૫ કિલોગ્રામ/એકર, ૧૮ થી ૨૦ સેન્ટીમીટર ઊંડાઈએ પ્રયોગ કરવો જોઈએ.
  • કાળી જમીન માટે ૨.૫ કિલોગ્રામ/ એકર, ૮ થી ૧૦ સેન્ટીમીટર ઊંડાઈએ હાઇડ્રોજેલનો ઉપયોગ કરવો જોઈએ.
  • ખેતર તૈયાર થઇ જાય પછી ૨.૦ કિલોગ્રામ હાઇડ્રોજેલ ને ૧૦ થી ૧૨ કિલોગ્રામ સૂકી જમીન સાથે મિશ્રણ કરવામાં આવે છે અને તે મિશ્રણ ને બીજ અંકુરણ થાય ત્યારે ખેતર માં નાખવામાં આવે ત્યારે સારું પરિણામ આવે છે.
  • નર્સરી પાક માં ૨ થી ૫ ગ્રામ હાઇડ્રોજેલ ને ૧ વર્ગ મીટર આકાર માં ૫ સેન્ટીમીટર ઊંડાઈ એ આપવામાં આવે છે.

માહિતી સ્ત્રોત - પી. બી. કોટડીયા અને આર. પી. વાજા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રોનોમી નવસારી એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, નવસારી-૩૯૬૪૫૦

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More