દુનિયાના સૌથી સસ્તા 4G સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટનો ઈંતજાર હવે ખતમ થઈ ગયો છે. જિયોફોન નેક્સ્ટનું પ્રી-બુકિંગ આ અઠવાડિયે ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે. ગ્રાહકો માત્ર 10 ટકા રકમ ચૂકવીને ફોન બુક કરાવી શકશે. જ્યારે બાકીની રકમ સરળ હપ્તામાં ચૂકવી શકે છે.
રિલાયન્સ જિયો ભારતના 25 કરોડ 2G ફીચર ફોન ગ્રાહકોને સ્માર્ટફોન તરફ વાળવા મદદ કરશે. આ માટે કંપની વિવિધ બેકિંગ ઓફર લઈને આવી રહી છે. કંપનીએ આગામી 6 મહિનામાં 5 કરોડ જિયોફોન નેક્સ્ટ વેચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે રિલાયન્સ જિયોએ SBI સહિત 5 બેંકો સાથે ભાગીદારી કરી છે.
ફોનના ફિચર આવા હોઈ શકે છે
- જિયોફોન નેક્સ્ટમાં 5 ઈંચની HD ડિસ્પ્લે હોઈ શકે છે.
- ફોનને બે સ્ટોરેજ ઓપ્શન 2GB અને 3GB રેમ ઓપ્શનમાં ઓફર કરી શકાય છે.
- સ્ટોરેજ તરીકે 12 GB અને 32 GB સપોર્ટ આપી શકાય છે.
- પ્રોસેસર સપોર્ટ તરીકે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 215 ચિપસેટ સપોર્ટ કરવામાં આવ્યો છે.
- આ ફોન એન્ડ્રોઈડ 11 (ગો એડિશન) પર કામ કરશે.
- 13 MP કેમેરા સેટઅપ આપવામાં આવશે.
- જ્યારે સેલ્ફી માટે 8 MPનો કેમેરો આપવામાં આવી શકે છે.
- પાવર બેકઅપ માટે ફોનમાં 2500 mAhની બેટરી આપવામાં આવી છે.
જિયોફોન નેક્સ્ટમાં વોઈસ ટ્રાન્સલેશન સહિત ઘણી આકર્ષક સુવિધાઓ આપવામાં આવી છે.
કેટલા રૂપિયામાં મળશે ફોન ?
- અહેવાલો પ્રમાણે, જિયોફોન નેક્સ્ટની કિંમત 5 હજારથી ઓછી હોઈ શકે છે.
- ગ્રાહકો 500 રૂપિયાથી ઓછી કિંમત ચૂકવીને ફોન મેળવી શકે છે.
- જિયોફોન નેક્સ્ટના ટોપ વેરિયન્ટની કિંમત 7 હજાર રૂપિયાથી ઓછી હશે.
- જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે.
Share your comments