આંતરરાષ્ટ્રીય કોફી દિવસ (International Coffee Day)દર વર્ષે 1 ઓક્ટોબર(1st October)ના રોજ ઉજવવામાં આવે છે. દેશભરમાં આવતીકાલે કોફી ડેની ઉજવણી કરવામાં આવશે. તે તમામ લોકોનું સન્માન અને આદર કરવા માટે આંતરરાષ્ટ્રીય કોફી દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.
જે લોકો કોફીના બિઝનેસ સાથે જોડાયેલા છે તે લોકોને પ્રોત્સાહન આપવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોફી ડે ની ઉજવણી સૌપ્રથમ 2015 માં ઇટાલીના મિલાનમાં ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશ દ્વારા વિશ્વ કોફી દિવસનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ત્યારથી, 1 ઓક્ટોબર કોફી ડે તરીકે ઉજવવામાં આવતો રહ્યો છે.
ભારતમાં પણ કોફીની ખેતી ખુબ મોટા પાયે કરવામાં આવે છે અને ભારતના કોફી વાવતા ખેડૂતોને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે ભારતમાં પણ કોફી ડે ની ઉજવણી કરવામાં આવે છે. કોફી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત છઠ્ઠો સૌથી મોટો કોફીનું ઉત્પાદક કરતો દેશ છે. કોફીના સ્વાદની દ્રષ્ટિએ ભારતીય કોફીને વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તાની કોફી માનવામાં આવે છે.
કોફી પીવાથી ઘણા બધા ફાયદા પણ છે જેના કરાણે સતત કોફીની માંગ વધતી રહી છે તેમાય ખાસ કરીને ભારતીય કોફીની આજે દિવસે ને દિવસે માંગ વધત જઈ રહી છે
Share your comments