દુનિયામાં જેનું નામ છે તેનો નાશ જરૂર થાય છે પરંતુ આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે પૃથ્વી પર એક એવુ વૃક્ષ છે કે જે છેલ્લા 4851 વર્ષથી અનેક પરિસ્થિતીનો સામનો કરીને આજે પણ હળીખમ ઉભુ છે.
તમે બરાબર સાંભળ્યું – 4851 વર્ષ જુનું છે આ વૃક્ષે ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરેલ છે આ વૃક્ષે પોતાના જીવનમા અનેક યુદ્ધ પણ જોયા છે જેવા એલેક્ઝાન્ડરના વિશ્વ વિજયથી માંડીને બ્રિટીશ અને સ્પેનિશ વિશ્વ પકડવાની ઝુંબેશો. આ વૃક્ષનું નામ “મેથુસેલાહ” છે. આ એક પાઈન ટ્રી છે, જે ગ્રેટ બેસિન બ્રિસ્ટલકોન પ્રજાતિનું છે. આ બિન-ક્લોનલ વૃક્ષ છે જે વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ છે અને તજજ્ઞો દ્વારા આ વૃક્ષના ઉમરની પૃષ્ઠી કરવામાં આવી છે.
“મેથ્યુસેલાહ” વૃક્ષ યુએસએના કેલિફોર્નિયામાં ઈન્યો નેશનલ ફોરેસ્ટમાં પ્રાચીન બ્રિસ્ટલકોન પાઈન જંગલોમાં આવેલ છે.યુનાઇટેડ સ્ટેટ્સ ફોરેસ્ટ સર્વિસ દ્વારા આ વૃક્ષના સ્થળને ગુપ્ત રાખવામાં આવેલ છે. તે સમુદ્ર સપાટીથી 2,900થી 3,000 મીટર (9,500 અને 9,800 ફૂટ)ની ઉંચાઈ પર સ્થિત છે. તેનું નામ મેથુસેલાહના બાઈબલના ઉલ્લેખ પછી રાખવામાં આવ્યું છે, જેમણે 969 વર્ષની ઉંમર પ્રાપ્ત કરી હતી.
એડમંડ શુલમેન અને ટોમ હાર્લેન દ્વારા 1957માં આ વૃક્ષની શોધ કરવામાં આવી હતી. વૃક્ષના નમૂનાનું પરીક્ષણ કર્યા પછી, તેણે કહ્યું કે આ વૃક્ષ ઇ.સ. 2833 માં ઉગ્યુ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. આ પછી, આ વૃક્ષ પર સંશોધન ચાલુ રહ્યું હતુ.
સંશોધનોમાં જાણવા મળ્યું છે કે પ્રકૃતિ વૃદ્ધત્વ પ્રક્રિયાના વિવિધ પાસાઓને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરે છે. પ્રકૃતિના નિયમોમાં થોડો ફેરફાર કરીને લાંબુ જીવન શક્ય છે, ખાસ કરીને જ્યારે તમામ પરિબળો તમારી તરફેણમાં હોય. જેમ કે મેથુસેલાહ વૃક્ષ.
આ જાતિના વૃક્ષોની વિશેષતા એ છે કે તેઓ કોઈપણ પ્રકારના હવામાનમાં ઊભું રહી શકે છે. તેઓ જે ઉંચાઈએ ઉગે છે ત્યાં વધારે વરસાદ પડતો નથી. આ કારણે, આ વૃક્ષો ખૂબ જ ધીરે ધીરે વધે છે. આ વૃક્ષો પાંચના સમૂહમાં ઉગે છે અને આ વક્ષો ફક્ત શરૂઆતના ચાલીસ વર્ષ સુધી લીલા રહે છે. ઘણા વર્ષોથી આ વક્ષો પર પાંદડા પણ આવતા નથી
આ એકમાત્ર વૃક્ષ નથી જે પૃથ્વી પર હજારો વર્ષોથી ટકી રહ્યુ છે. પરંતુ અન્ય ઘણા વૃક્ષો છે જે આપણી પૃથ્વી પર વધુ સદીઓથી છે.
Share your comments