Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

બિલાડીના પોટ્ટીમાંથી બને છે વિશ્વની સૌથી મોંઘી કોફી, કિલો કોફીની કિંમત છે અધધ...

તમને કદાચ ખબર નહી હોય કે વિશ્વમાં સૌથી મોંઘી કોફી વેચાતી હોય તો તે છે બિલાડીના પોટ્ટીમાંથી બનાવેલ કોફી. આ કોફીમાં એવુ તે શું હોય છે કે જેની આટલી બધી માંગ છે અને લોકો આ કોફીની મોં માંગી કિંમત પણ આપવા તૈયાર થઈ જાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Civet coffee
Civet coffee

તમને કદાચ ખબર નહી હોય કે વિશ્વમાં સૌથી મોંઘી કોફી વેચાતી હોય તો તે છે બિલાડીના પોટ્ટીમાંથી બનાવેલ કોફી. આ  કોફીમાં એવુ તે શું હોય છે કે જેની આટલી બધી માંગ છે અને લોકો આ કોફીની મોં માંગી કિંમત પણ આપવા તૈયાર થઈ જાય છે. શુ તમે જાણો છો કે બિલાડીના પોટ્ટીમાંથી બનાવેલ કોફી કોણ ખરીદે છે. જો ના જાણતા હોય તો જણાવી દઈએ કે આ મોંઘી દાટ કોફી ખરીદે છે કરોડપતિ લોકો. બિલાડીની પોટ્ટીમાંથી બનાવેલી કોફીના એક કપની કિંમત હજારો રૂપિયા જે સામાન્ય લોકોને પરવડી શકે તેમ નથી.

દુનિયામાં એવા ઘણા લોકો છે કે જે સવારમાં ઉઠતાની વેત જ પથારીમાં જ કોફી પીતા હોય છે અને કોફી ન પીવે તો તેમના દિવસની પણ શરૂઆત થતી નથી. સવારે હોટ કેપ્યુચીનો તો રાત્રે કોલ્ડ કોફી. કોફીના રસિયો હંમેશા અલગ અલગ પ્રકારની કોફીનો અખતરો કરતા રહેતા હોય છે. તેવામાં કોફી રસિયાઓ માટે એક ખુશ ખબર છે. વિશ્વપ્રખ્યાત સિવેટ કોફીનું (Civet coffee) ઉત્પાદન ભરતમાં પણ હવે શરૂ થઈ ગયું છે. આ કોફીની ખાસીયત એ છે કે આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી બને છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી (Civet coffee) .

સિવેટ કોફી (Civet coffee)

સિવેટ કોફીનું ઉત્પાદન હવે ભારતના કર્ણાટકમાં શરૂ થઈ ગયું છે. સિવેટ (Civet coffee) બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી જેને અમીરોની કોફી કહેવામાં આવે છે. આ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા છે.

20-25 હજાર રૂપિયા કિલો મળે છે સિવેટ કોફી (Civet coffee):

સિવેટ કોફી (Civet coffee)ની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા કિલો છે. આ સિવેટ કોફી (Civet coffee) બનાવવા માટે બિલાડીને સામન્ય કોફીના બી ખવડાવવામાં આવે છે અને જે કોફીના બી બિલાડી પચીવી શકતી નથી તે બી પોટ્ટી દ્વારા લબહાર આવે છે અને આ બી ભેગા કરી એક રાસાયણિક પ્રક્રિયા કરી તેનો પાવડર બનાવવામાં આવે છે સિવેટ કોફી (Civet coffee) ને લુવર્ક કોફીના નામથી પણ ઓળખવામાં આવે છે.

Civet coffee
Civet coffee

અમીર લોકો માટે પહેલી પસંદ છે આ કોફી

કેહવાય છે કે ઉંચે લોગ ઉંચી પસંદ અમીર લોકો માટે સિવેટ કોફી (Civet coffee) એ પહેલી પસંદ છે. સિવેટ કોફીની માંગ ખાડીના દેશો, અમેરિકા અને યુરોપના દેશોમાં વધારે છે આ લોકો પોતાના શોખ માટે સિવેટ કોફી (Civet coffee) પીવા માટે હજારો રૂપિયા ખર્ચ કરી દે છે અને આ દેશના લોકો માટે સિવેટ કોફી એ શાન બની ચૂકી છે.,

કર્ણાટકમાં સિવેટ કોફી (Civet coffee)નું ઉત્પાદન શરૂ:

ભારતના સૌથી મોટા કોફી ઉત્પાદક રાજ્ય કર્ણાટકના કુર્ગ કોન્સોલિડેટ કોમોડિટીઝે નાના પ્રમાણમાં સિવેટનું ઉત્પાદન શરૂ કર્યું છે. સીસીસીના સંપાદકનું કહેવું છે કે શરૂઆતમાં સિવેટ કોફીનું ઉત્પાદન નાના પ્રમાણમાં કરીએ છીએ. 2015-16માં સિવેટ કોફી (Civet coffee) નું ઉત્પાદન 60 કિલોગ્રામ થયું. 2016-17માં તેનું ઉત્પાદન 200 કિલોગ્રામ થયું.

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More