રેલવે મંત્રીએ સેવક-રંગપો રેલ લિંક પ્રોજેક્ટના સૂચિત રંગપો સ્ટેશન અને ટનલ નંબર 14નું નિરીક્ષણ કર્યું
રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે આજે સિક્કિમમાં સૂચિત રંગપો સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે સેવક-રંગપો ન્યૂ રેલ લિંક પ્રોજેક્ટની ટનલ નંબર 14નું પણ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને વહેલામાં વહેલી તકે કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.
પ્રસ્તાવિત રંગપો સ્ટેશનનું નિરીક્ષણ કરતાં માનનીય મંત્રીશ્રીએ કહ્યું કે આ એ પાંચ રેલ્વે સ્ટેશનોમાંથી એક છે જેમાં સેવક-રંગપો રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવશે. સ્ટેશન બિલ્ડીંગ 12,850 ચોરસ મીટરનું પ્રસ્તાવિત છે, જેમાં કાર પાર્કિંગ, 24×7 પાવર બેકઅપ, પીવાનું પાણી, રૂફટોપ સોલાર પેનલ, વિકલાંગ અનુકૂળ સુવિધાઓ, એસ્કેલેટર, લિફ્ટ, કોન્સર્સ વગેરેનો સમાવેશ થાય છે જે યાત્રીઓને એક જ સમયમાં સમયે આધુનિક સુવિધાઓ અને આરામ પ્રદાન કરશે.આ સ્ટેશન સિક્કિમ રાજ્ય માટે વાણિજ્યિક અને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ કામકરશે.
માનનીય મંત્રીએ સેવક-રંગપો ન્યુ રેલ લિંક પ્રોજેક્ટની ટનલ નંબર 14નું પણ નિરીક્ષણ કર્યું અને ટનલ બનાવવાના કામોની પ્રગતિની સમીક્ષા કરી. લગભગ 2 કિમી લાંબી ટનલ નંબર 14 રંગપો સ્ટેશનની બરાબર પહેલા આવેલી છે. આ ટનલ હિમાલયની સંવેદનશીલ અને પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટની તમામ ટનલ NATM એટલે કે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે. ટનલિંગની આ પદ્ધતિ આ સ્તર અને સંરેખણની સંવેદનશીલ ભૂવિજ્ઞાન સૌથી અનુરૂપ છે. તે ભારતીય રેલવેમાં અપનાવવામાં આવેલી સૌથી અદ્યતન ટનલિંગ પદ્ધતિ છે. માનનીય રેલવે મંત્રીએ ટનલમાં ઉપયોગમાં લેવાતી અંતિમ સ્તર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. ટનલ કાર્યની પૂર્ણાહુતિ દરમિયાન, સપાટીને સરળ બનાવવા માટે શોટક્રીટ લેયરનો છંટકાવ કરવામાં આવે છે.ત્યારબાદ ટનલની દિવાલ, જીઓટેક્સટાઇલ અને પીવીસી ફિક્સિંગ અને સ્ટીલ બાઈન્ડિંગમાં માં પાર્શ્વ પાઇપિંગ પ્રદાન કરીને સપાટીને મજબૂત બનાવવામાં આવે છે. ટનલને અંતિમ માળખું આપવા માટે એક ઠોસ પરતને એક મૂવેબલ સ્ટીલ ગેન્ટ્રી સાથે રેડવામાં આવે છે. ત્યારપછીની પદ્ધતિ માટે 10 કલાક પછી મૂવેબલ ગેન્ટ્રીને આગલી શાખામાં લઈ જવામાં આવે છે. માનનીય મંત્રીશ્રીએ ક્ષેત્રમાં વિવિધ પડકારો છતાં આવી અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એન્જિનિયરો અને મજૂરોને અભિનંદન પાઠવ્યા હતા.
સેવક (પશ્ચિમ બંગાળ) અને રંગપો (સિક્કિમ) ને જોડનાર આ નવો રેલ લિંક પ્રોજેક્ટ લગભગ 45 કિમી લાંબો છે અને તેમાં 14 ટનલો, 23 પુલ અને 5 સ્ટેશન છે. આ પ્રોજેક્ટના ટનલીંગ કામની સમગ્ર લંબાઈ લગભગ 38 કિમી છે. રુપિયા 4085 કરોડના અંદાજિત ખર્ચ સાથે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને આને ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ નવી લાઇનને રાજધાની શહેર ગંગટોક સુધી લંબાવવામાં આવશે, જેથી રાજ્યની રાજધાની સુધી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. આ ઉપરાંત નાથુલા સુધીનો પ્રાથમિક સર્વે પણ પ્રગતિમાં છે.
Share your comments