Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

વરસાદના પાણીના સંગ્રહ માટે ટાંકાની ડીઝાઇન કેવી હોવી જોઈએ જાણો આ લેખમાં

હવા,પાણી,અને ખોરાક જીવમાત્રની જરૂરિયાત છે. આ પ્રકૃતિના ત્રણ તત્વો અમુલ્ય છે. વરસાદ વરસતા પીવાના પાણી તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ થાય છે. પરંતુ ઉનાળાનો સમય અવતાજ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
design a tank for rainwater
design a tank for rainwater

હવા,પાણી,અને ખોરાક જીવમાત્રની જરૂરિયાત છે. આ પ્રકૃતિના ત્રણ તત્વો અમુલ્ય છે. વરસાદ વરસતા પીવાના પાણી તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ થાય છે. પરંતુ ઉનાળાનો સમય અવતાજ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ Bureau of Indian Standards (BIS: 1172- 1993) મુજબ સામાન્ય રીતે દરરોજનું વ્યક્તિદીઠ સંપૂર્ણ ફ્લશિંગ સિસ્ટમ સાથે ૧૫૦ થી ૨૦૦ લીટર પાણીની જરૂર પડે છે. તેમજ અસામન્ય પરિસ્થિતિ અને ઓછી આવક ધરાવતા સમૂહ કે આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને સંપૂર્ણ ફ્લશિંગ સિસ્ટમ સાથે ૧૩૫ લીટર પાણીની જરૂરિયાત પડે છે. શહેરમાં કે ગામડામાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમજ શહેરના કેટલાક વિસ્તારમાં ખુબજ પરિસ્થિતિ વણસી જાય છે અને ટેન્કર પ્રથા ચાલુક રવી પડે છે. સરકાર પીવાના પાણી માટે અથાક પ્રયત્ન કરી રહી છે. સૌની (SAUNI- સોરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈર્રીગેશન) યોજના દ્વારા સૌરાષ્ટ્રના સિંચાઈના ડેમ ભરવા માટે પ્રયત્નશીલ છે. આ યોજના થી પીવાના પાણીનો પ્રશ્ન જરૂર હલ થશે. પરંતુ એક એવી પૌરાણિક જળ સંચયની પદ્ધતિ યોજના છે જે દરેક વ્યક્તિ પોતાના પ્રયાસથી ઘરમાં અપનાવીને વરસાદના પાણીનો ઉપયોગ કરી શકે છે.

design a tank for rainwater
design a tank for rainwater

રૂફ વોટર હાર્વેસ્ટિંગ

રૂફ વોટર હાર્વેસ્ટિંગ એ એક વરસો જૂની પૌરાણિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં કોઈ મોટું રોકેટ વિજ્ઞાન નથી. આ વરદસાદ આપણા ઘરની છત પર પણ પડે છે તો આ છત પડેલ વરસાદને કોઈ એક પદ્ધતિ વડે આપણે ભૂગર્ભ ટાંકામાં ઉતારી આપી જેથી વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ જેથી કપરા સમય જેમકે ઉનાળામાં તેનો ઉપયોગ કરી શકાય. ઘરની છતની યોગ્ય સફાઈ બાદ પાણીને સંગ્રહમાં લઇ શકાય છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છત પરથી યોગ્ય રીતે પાઈપ બેસાડીને વરસાદના પાણીને સામાન્ય ફિલ્ટરમાંથી પસાર કરીને તેને ભૂગર્ભ ટાંકામાં ઉતારી દેવામાં આવે છે. આપાણી રસોઈમાં, કિચન ગાર્ડનિંગ, ફૂલછોડમાં કે રોજીંદા વપરાશમાં લઇ શકાય છે. સામાન્ય રીતે ચોમાસું અને શિયાળાની ઋતુમાં પાણીની સમસ્યા રહેતી નથી કેમેકે જમીનમાં તેમજ સરોવર કે ડેમમાં પાણી હોય છે આથી ચોમાસામાં કરેલા પાણીના સંગ્રહનો ઉપયોગ ઉનાળામાં કટોકટીના સમયે કરવો જોઈએ જેથી બનાવેલો ભૂગર્ભ ટાંકનો યોગ્ય ઉપયોગ થશે.

રૂફ વોટર હાર્વેસ્ટિંગના ફાયદા

  • ભૂગર્ભ જળ વપરાશ ઘટે છે.
  • વીજળીનું બીલ ઓછું આવે છે.
  • કિચન-ગાર્ડનીંગમાં વપરાશમાં લઇ શકાય છે.
  • પુર અને જમીનનું ધોવાણ ઓછું થાય છે.
  • વરસાદના પાણીને પીવાથી લઈને ફ્લશિંગ માટે પણ વાપરી શકાય છે.
  • જાળવણી ખર્ચ ઓછો આવે છે,
  • ઓછા ખર્ચે તૈયાર થાય છે.
  • વરસાદના પાણીનો ઉપયોગથી પર્યાવરણની જાળવણી કરી શકાય છે.

માહિતી સ્ત્રોત - સોજીત્રા એમ. એ., સતાસિયા આર. એમ., કોઠિયા એ. વી. સીનીયર રીસર્ચ ફેલો, સહ પ્રાધ્યાપક, ફિલ્ડ પર્સન કૃષિઇજનેરી અને ટેકનોલોજી મહાવિધાલય, જુનાગઢકૃષિયુનીવર્સીટી, જુનાગઢ-૩૬૨૦૦૧

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More