અમૂક પ્રકારનો દુકાળ હવે સામાન્ય બની રહ્યો હોઇ આપણે પાણીનો વપરાશ કઈ રીતે ઘટાડી શકીએ એ તરફ આગળ વધવું જોઈએ
આ વર્ષે આપણે વિશ્વમાં ફક્ત ક્લાઈમેટ ચેન્જની વાતો નથી સાંભળી પણ તેનો અનુભવ પણ કર્યો છે. પેસિફિકના વાયવ્યમાં ભારે ગરમી પડી છે. અમેરિકાના પશ્ચિમ, કેનેડા, મેડીટેરેનીન અને સાઈબિરિયામાં જંગલમાં આગ, જર્મની અને મેનહેટનમાં મૂશળધાર વરસાદની પુર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. હવામાનમાં થતા આ ફેરફારને લીધે આગળ જતા અનાજ ઉપર અસર પડશે જેથી મોંઘવારી વધશે, એમ યુનિવર્સિટી ઓફ શિકાગોના હેરિસ સ્કૂડ ઓફ પોલિસી એન્ડ એનર્જી પોલીસી ઈન્સ્ટિટ્યૂટના આસિસટન્ટ પ્રોફેસર ફિઓના બર્લિગ અને મેરીલેન્ડ યુનિવર્સિટીના એગ્રિકલચરલ એન્ડ રિસોર્સ ઈકોનોમિક્સના આસિસટન્ટ પ્રોફેસર લુઈસ પ્રિઓનાસ અને મેસાચુસેટ્સ એમહર્સ્ટયુનિવર્સિટીના રિસોર્સ ઈકોનોમિક્સના પ્રોફેસર મેક વોરમેનના સંયુક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાણીની અછતને લીધે વિશ્વમાં ત્રણ અબજથી પણ વધુ લોકો પિડાઈ રહ્યા છે. ફક્ત યુનાઈટેડ સ્ટેટ્સમાં જ અડધા જેટલા દેશો દુકાળનો અનુભવ કરી રહ્યા છે. પશ્ચિમમાં દુકાળ નિરંતર છે. છેલ્લા 20 વર્ષ તે પહેલાના 1,200 વર્ષની સરખામણીએ સૌથી વધુ સુકા રહ્યા છે. આ ઉનાળામાં દેશના સૌથી મોટા જળાશયમાં પાણી 200 ફીટ કરતા નીચુ હતું, જે વર્ષ 1930 બાદ સૌથી ઓછુ છે. આર્જેન્ટિનાની સરકારે પહેલી વખત કોલોરાડો નદીમાં પાણીની અછત હોવાનું જણાવ્યું હતું, જેથી સાત રાજ્યોમાં પાણીની કપાત થશે.
પાણીની કપાસની અસર અર્થતંત્ર ઉપર પડે છે. ખેડૂતો ઉપર સીધી અસર પડે છે. યુ.એસ.માં પાણીના કુલ વપરાશમાં બે તૃતિયાંશ ખેતી માટે વપરાતા પાણીનો હિસ્સો છે. વીજળી ઉત્પન્ન કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. હવામાન પલટાતા દુકાળ અને વધુ તાપમાનનો ચાબુક લાગે છે જેથી અમેરિકામાં મકાઈ અને સોયાબીનની ઉપજ 20 ટકા જેટલી ઘટી શકે છે. તેમ જ બદામ, એવોકાડો, ડાંગર, ડેરી પ્રોડકટ્સ અને માંસનું ઉત્પાદન ઘટશે, જેમાં પાણીની ખૂબ જરૂર પડતી હોય છે.
અમૂક દુકાળ ન્યૂ નોર્મલ બનતા હોવાથી આપણે પાણીનો વપરાશ કઈ રીતે ઘટાડી શકીએ એ તરફ આગળ વધવું જોઈએ. આ માટે પાણીના વપરાશ ઉપર ફી લાદીને બજાર આધારિત નિયમનો ઘડવા જોઈએ. આમ ખેડૂતોથી લઈને ગ્રાહકો પાણીનો જે વપરાશ કરે છે તેની સંપૂર્ણ કિંમત ચૂકવશે. આમ લોકોને પાણીનું મૂલ્ય સમજાશે.
સૌથી મૂલ્યવાન કૃષિ પ્રદેશ ગણાતુ કેલિફોર્નિયા ખેડૂતો માટે આવા પ્રકારના નિયમોની રચના ગ્રાઉન્ડવોટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કરી રહી છે. આ એક્ટનો હેતુ વર્ષ 2042 સુધીમાં ગ્રાઉન્ડવોટરનો વપરાશ 20 ટકા જેટલો ઘટાડીને 50 ટકા કરવાનો છે.
છેલ્લા એક દાયકાના 10,000થી પણ વધુ ગ્રાઉન્ડવોટર પંપ્સના આંકડા જોતા સમજાય છે કે કેલિફોર્નિયાના ખેડૂતો માટે આ મોંઘુ હોવાથી તેઓ ગ્રાઉન્ડવોટર (ભૂગર્ભજળ) માં ઓછુ પંપ કરે છે. ગ્રાઉન્ડવોટરને લીધે 10 ટકા ખર્ચ વધી જતો હોવાથી તેઓ વપરાશ પણ ટાળે છે. ખેડૂતો ગ્રાઉન્ડવોટર માટે વધુ ખર્ચ કરવાની બદલે જે જગ્યામાં દ્રાક્ષ જેવા ફળો ઉગાડીને કમાણી કરે છે. ઉપરાંત ઘઉં જેવા વાર્ષિક અને રજકો જેવા બારમાસી પાકની ખેતી કરે છે. સિંચાઈ ખર્ચમાં વધારો થતો હોવાથી ખેડૂતોએ પ્રતિ એકર વધુ કમાણી કરવી પડે છે. કેલિફોર્નિયા ગ્રાઉન્ડવોટર માટે કેટલી ફી લેશે? અમારો અંદાજ છે કે ગ્રાઉન્ડવોટર એક્સટ્રેક્શન માટે પ્રતિ એકર ફૂડ 10 ડૉલર ફી હશે. જે સરેરાશ પંમ્પિંગ ખર્ચના 25 ટકા છે. ખેડૂતો આ ભૂગર્ભજળનો વપરાશ 27 ટકા જેટલો ઘટાડશે. ખેતરના 3.9 ટકામાં અન્ય પાકની ખેતી કરશે. કારણ કે ખેડૂતો ઉપર પાણીનો ખર્ચ વધશે. ગ્રાઉન્ડવોટર ફી લેવાથી દેશનો લાંબા ગાળાનો સસ્ટેનિબિલિટી લક્ષ્ય પાર તશે અને સંરક્ષણની દૃષ્ટિએ આ સકારાત્મક સમાચાર હોવાથી દ્રાક્ષ અને બદામ માટે પણ આ સારા સમાચાર કહેવાય. આમ આગામી દશકોમાં આ પેદાશો ઉપરાંત બારમાસી પાક યુનાઈટેડ સ્ટેટ્સ અને વિશ્વના ગ્રોસરી સ્ટોર્સમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હશે. બીજી બાજુ અન્ય પાકોના ભાવમાં વધારો થશે. પાણીની અછતને લીધે ભાવમાં ફેરફાર થવો એ સંકેત છે કે બજારમાં કામ ચાલુ છે. જો અનાજના ભાવમાં વધારો થાય તો કેલિફોર્નિયાના અર્થતંત્ર ઉપર દુકાળને લીધે આવેલુ દબાણ ખેડૂતો ઉપર જશે. આમ કૃષિ પેદાશનો સંપૂર્ણ ઉત્પાદન ખર્ચ ગ્રાહક ચૂકવશે.
Share your comments