આજ કાલ તમામ દેશમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ વધી રહી છે અને ભારત જેવા દેશમાં ટ્રાફિકની સમસ્યા ખુબજ છે જે તમે બધા જાણો જ છો તો તમને જણાવી દઈએ કે ભારતીયોને આમાથી ખુબજ જલદી છુટકારો મળવાનો છે કારણ કે ભારતમાં ટુંક સમયમાં જ હાઈબ્રીડ કાર લોન્ચ થવાની છે આ કાર મારફતે તમે ખુબ જ ઓછા સમયમાં જ્યાં જવાનુ છે ત્યા જઈ શકશો. આ કાર ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર લોન્ચ કરવા જઇ રહી છે.
આ ઉડતી કારનો ઉપયોગ મેડિકલ ઇમર્જન્સી સેવા માટે પણ કરી શકાશે. Vinata Aeromobility 5 ઓક્ટોબરે હાઇબ્રિડ ફ્લાઇંગ કાર લોન્ચ કરશે. વિશ્વના સૌથી મોટા હેલિટેક એક્ઝિબિશન – એક્સેલ, લંડનમાં Vinata Aeromobility ફ્લાઇંગ કાર લોન્ચ કરવા માટે તૈયાર છે.
કારની ખાસિયત
- ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આ કારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપવામાં આવી છે.
- આ સાથે, કારની ડ્રાઈવિંગ અને ફલાઈંગ વધુ સારી બનશે.
- કંપનીનો દાવો છે કે આ કાર શાનદાર છે.
- તે બહારથી પણ દેખાવમાં ખૂબ જ સારી છે.
- GPS ટ્રેકર પણ આપવામાં આવ્યું છે.
- આ સાથે બોર્ડ પર મનોરંજનની સુવિધા પણ આપવામાં આવી છે.
- કારમાં પેનોરેમિક વિન્ડો કેનોપી આપવામાં આવી છે.
- આમ 360-ડિગ્રી વ્યૂ મળે છે.
- આ કારનું વજન આશરે 1100 કિલો છે અને તે 1300 કિલો જેટલું વજન લઈને ઉડી શકે છે.
- Vinata Aeromobilityની આ હાઇબ્રિડ કાર જમીન પર પણ દોડી શકશે અને આકાસમાં પણ ઉડી શકશે.
- ઝડપ 100-120 કિમી/કલાક સુધી જઈ શકે છે.
- મહત્તમ ફ્લાઇટનો સમય 60 મિનિટ છે અને તે 3,000 ફૂટ ઊંચે સુધી જઈ શકે છે.
- આ કાર બાયો-ફ્યુઅલનો ઉપયોગ કરે છે.
- તેમાં ઘણી મોટર્સ અને પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે.
- જો એક અથવા વધુ મોટર્સ અથવા પ્રોપેલર્સ ફેલ થાય છે તો પણ તે સુરક્ષિત રીતે ઉતરશે.
- પાવર ખતમ થાય તો બેકઅપ પાવરમાંથી મોટરને ઈલેક્ટ્રીસીટી આપવામાં આવશે.
Share your comments