ઘણા લોકોના આધારકાર્ડમાં પોતાના ફોટો સારા દેખાતા નથી અને તે પોતાનો ફોટો બદલવા માંગતા હોય છે પરંતુ તેમને સાચી માહીતી ન હોવાના કારણે તે પોતાનો ફોટો બદલી શકતા નથી તો આજે અમે તમેને જણાવીશુ કે આધારકાર્ડમાં પોતાનો ફોટો કેવી રીતે બદલવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપીશુ
દરેક ભારતીય માટે આધારકાર્ડ ખૂબ જ મહત્વનું બની ગયું છે. આધારકાર્ડ ભારતના દરેક નાગરિક માટે આજ કાલ મુખ્ય પુરાવો બની ગયુ છે. બેંક એકાઉન્ટથી લઈને તમારી ઓળખ સુધી દરેક બાબત સાબિત કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ ભારતમાં, મોટાભાગના લોકોના આધાર કાર્ડ પર જે ફોટો હોય છે તે તેમને પસંદ નથી હોતો.
આધારકાર્ડમાં તમારો ફોટોગ્રાફ બદલવાની બે રીત છે.
- પ્રથમ, ફોટો બદલવા માટે તમારા નજીકના આધાર કાર્ડ સેન્ટર પર જાઓ જેમાં તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે
- બીજું, પોસ્ટ દ્વારા આધાર કાર્ડમાં ફોટો બદલો. આ માટે તમારે પોસ્ટ UIDAI ની પ્રાદેશિક કચેરીને મોકલવી પડશે.
પોસ્ટ દ્વારા
- તમારે UIDAI પોર્ટલ પર જવું પડશે અને ત્યાંથી ‘આધાર કાર્ડ અપડેટ કરેક્શન’ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
- હવે આ ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- આ પછી, આધાર કાર્ડ અપડેટ કરવા માટે UIDAI ની પ્રાદેશિક કચેરીને પત્ર લખો.
- તમારો સ્વ પ્રમાણિત ફોટો (સહી કરીને) તેના પત્ર સાથે જોડો.
- આ પછી, UIDAI ની ઓફિસનું સરનામું લખીને ફોર્મ અને પત્ર બંને પોસ્ટ કરો.
- બે અઠવાડિયામાં, તમને નવા ફોટોગ્રાફ સાથે નવું આધાર કાર્ડ મળશે.
નજીકના કેન્દ્રમાં જવું
- સૌથી પહેલા ગૂગલ પર UIDAI ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
- આ પછી, ગેટ આધાર વિભાગ ડાબી બાજુની સ્ક્રીન પર દેખાશે. અહીંથી તમે આધાર નોંધણી/અપડેટ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- હવે ફોર્મ યોગ્ય રીતે ભરો અને પછી તેને આધાર નોંધણી કેન્દ્રમાં સબમિટ કરો.
- કેન્દ્રમાં તમારા ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ ફરીથી લેવામાં આવશે.
- ફોટો અપડેટ કરવાની અરજી સ્વીકારવામાં આવે છે, તમને URN અથવા અપડેટ વિનંતી નંબર પ્રાપ્ત થશે.
- આ નંબર દ્વારા તમે તમારી અરજી ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
તમને લગભગ 90 દિવસમાં અપડેટ કરેલા ફોટો સાથે નવું આધાર કાર્ડ મળશે
Share your comments