Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

ગુજરાતમાં ભારે વરસાદને લઈને શું છે હવામાન વિભાગની આગાહી, જાણો આ રિપોર્ટમાં

ગુજરાતમાં વરસાદે ભુક્કો બોલાવી રહી છે જેના કારણે 10 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગામોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે આઈએમડી મુજબ ગુજરાતમાં જળબંબાકારની સ્થિત લોકોને ઘણા દિવસો સુઘી જોવી પડશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સ્થિતિ વણાસી
સ્થિતિ વણાસી

ગુજરાતમાં વરસાદે ભુક્કો બોલાવી રહી છે જેના કારણે 10 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગામોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે આઈએમડી મુજબ ગુજરાતમાં જળબંબાકારની સ્થિત લોકોને ઘણા દિવસો સુઘી જોવી પડશે. આઈએમડી દ્વારા જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, જેના લીધે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD ના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત પરનું ડીપ પ્રેશર વિસ્તાર ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને 29 ઓગસ્ટ સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છ અને તેની આસપાસના પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી પહોંચશે. આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ જારી રહેવાની સંભાવના છે 30મીએ મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં, 29મી થી 2 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

ગુજરાતમાં લગાતાર થઈ રહેલી ભારે વરસાદના કારણે રોડ તેમજ રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદના કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણ  ભરાવાને કારણે ગુજરાત તરફ આવવા વાળી કેટલીક ટ્રેનોએ રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમી રેલવે લોકો સાથે માહિતી શેયર કરતા યાદી જાહેર કરીને જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે કઈ કઈ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે.

રદ કરી દેવામાં આવેલ ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર 09400 - અમદાવાદ -આણંદ
  • ટ્રેન નંબર 09315 – વડોદરા - અમદાવાદ
  • ટ્રેન નંબર 09274 – અમદાવાદ – આણંદ .
  • ટ્રેન નંબર 09327 – વડોદરા - અમદાવાદ
  • ટ્રેન નંબર 09316 – અમદાવાદ – વડોદરા
  • ટ્રેન નંબર 09312 – અમદાવાદ – વડોદરા
  • ટ્રેન નંબર 19034 - અમદાવાદ - વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 82901/82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 12901/12902 દાદર-અમદાવાદ-દાદર ગુજરાત મેલ
  • ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ
  • ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ
  • ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ
  • ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રનોલી સ્ટેશનથી ટૂંકી હશે
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રણોલી સ્ટેશનથી ટૂંકી હશે
  • ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.
  • મુંબઈ સેન્ટ્રલથી દોડતી ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે.
  • મુંબઈ સેન્ટ્રલથી ચાલતી ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે.
  • તિરુચિરાપલ્લીથી દોડતી ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી - અમદાવાદ સ્પેશિયલ વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on weather

More