હવામાન વિભાગે આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જાહેર કરી છે. જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદ અને વીજળી પડવાથી અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કાર્યકારી મુખ્ય સચિવ સુનૈના તોમરને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મેળવ્યા બાદ વહીવટીતંત્રને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં જાહેર કરવામાં આવ્યો યેલો એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે 15મી મેના રોજ મોરબી, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથ, પોરબંદર, દ્વારકા, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.
ખેડૂતોને વેઠવું પડ્યો નુકસાન
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. આ સાથે કેરી, તલ, બાજરી અને ડુંગળીને પણ ભારે નુકસાન થયાના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પવનની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જો કે, હાલની પરિસ્થિતિમાં કમોસમી વરસાદ છતાં બનાસકાંઠામાં 42.8 ડિગ્રી, અમદાવાદમાં 42.4 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયો છે. બીજી તરફ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપ્યો છે. ગુજરાતમાં 41 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદને કારણે 249 ગામોમાં વીજળી પુરવઠો પ્રભાવિત થયો હતો, જે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિવાય વીજળી પડવાથી અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે.
દિલ્લી- મુંબઈનું હાલ બેહાલ
બીજી તરફ સોમવારે મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ જોરદાર પવનોને કારણે મુંબઈના ઘાટકોપરમાં એક મોટું હોર્ડિંગ પડી ગયું. તેની નીચે દટાઈ જવાથી 14 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્યારે પણ ત્યાં છાંટા પડવાની શક્યતા છે. ત્યારે દિલ્લીમાં સોમવારે રાતે 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ હતી. જેના કારણે 3 લોકોના મોત નિપજ્યુ હતું. પરંતું અત્યારે દિલ્હી NCRમાં હવામાન સતત ગરમ થઈ રહ્યું છે.. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સામાન્ય હતું જેના કારણે અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. પરંતુ હવે તમામ મેદાની વિસ્તારોમાં તાપમાન વધશે. ત્યાંનું તાપમાન 44 ડિગ્રી સુધી જશે.
Share your comments