Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

ગુજરાતમાં હવમાન ફરીથી પલટાશે, ખેડૂતોને નુકસાન વેઠવું માટે રહેવું જોઈએ તૈયાર

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે ભુક્કો બોલાવી રહી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર આવી ગયો છે, જેના કારણે ખેડૂતોને ઘણા નુકસાન વેઠવું પડ્યો છે. કપાસ હોય કે મગફળી કે પછી ડાંગર દરેક ઉભા પાકનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વરસાદનું તાંડવ
વરસાદનું તાંડવ

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે ભુક્કો બોલાવી રહી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર આવી ગયો છે, જેના કારણે ખેડૂતોને ઘણા નુકસાન વેઠવું પડ્યો છે. કપાસ હોય કે મગફળી કે પછી ડાંગર દરેક ઉભા પાકનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અત્યારે ખેડૂતોને કેટલાક નુકસાન થયું છે, તેની જાણ તો ત્યારે જ થશે જ્યારે પૂરના પાણી ઉતરશે. પરંતુ હાલ હવામાન વિભાગે ગુજરાતના હવામાનને લઈને ફરીથી મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અશારે ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે અને વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. જેના કારણે હાલ ગુજરાતમાં વરસાદ રોકાઈ ગઈ છે.

વરસાદનું ત્રીજો રાઉંડ આવશે

એમ તો રાજ્યમાં હાલની પરિસ્થિતિને જોતા વરસાદી ઝાપટા રોકાઈ ગયું છે.પરંતુ ટૂક સમયમાં રાજ્યમાં વરસાદનો ત્રીજો મોટો રાઉંડ આવશે. આઈએમડી દ્વારા મળેલી માહિતી મુજબ આવનારા દિવસોમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકશે. તેથી કરીને આઈએમડીએ ખાલાસિઓને દરિયા નથી ખેડવા પણ સૂચના આપી છે. આઈએમડીના બુલેટીન મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહલ, દાહોદ, ડાંગ અને છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી

જો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તરફ પોતાના ધ્યાન દોરાવિએ તો તેમના મુજબ આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યો, પરંતુ તેથી પહેલા તેઓ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું કારણ બનશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેથી દક્ષિણ અને પૂર્વી ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

નીચાવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

જણાવી દઈએ કે ભારે વરસાદના પગલે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા છે. અનેક સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. કેટલીયે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે, તો ગુજરાતમાં જ્યા પાણી ભરાયા છે ત્યાંના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.... આમોદ-જંબુસર નજીકથી વહેતી ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી છે. કાંઠાના ગામો સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા.. જેને કારણે ચારે તરફ પાણી-પાણી થઇ ગયું હતું .આસપાસના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે ખેડા શહેરમાં શેઢી નદીના પાણીએ વિનાશ વેર્યો છે. નદીના પાણી ગામમાં ઘૂસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ છે.. નદીના પાણીમાં ડૂબેલા શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More