Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: ચોમાસું ગુજરાતમાં ક્યારે ખખડાવશે બારણું, આજથી થશે પ્રિ-મોન્સૂનની શરૂઆત

કાળઝાળ ઉનાળાથી પરેશાન થઈ રહેલા ગુજરાતિઓ આજે વરસાદ થવાથી રાહત મેળવશે. આજે એટલે કે 6 જૂનથી લઈને 8 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના લોકોને આજે ગરમીથી રાહત મળશે

Amansinh Jadeja
Amansinh Jadeja

કાળઝાળ ઉનાળાથી પરેશાન થઈ રહેલા ગુજરાતિઓ આજે વરસાદ થવાથી રાહત મેળવશે. આજે એટલે કે 6 જૂનથી લઈને 8 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના  લોકોને આજે ગરમીથી રાહત મળશે. આઈએમડી દ્વારા જણાવ્યા મુજબ આજે ગુજરાતનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે, જો કે વરસાદના કારણે આવનારા દિવસોમાં થોડું ઘટી પણ શકે છે. જો આપણે અમરેલીની વાત કરીએ તો ત્યાં અત્યારે મહત્તમ તાપમાન 41 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું છે. તેમ જ વાતાવરણ સુકુ, ગરમ અને મઘ્ય વાદળછાયું રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓનું હાલ

રાજકોટ જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે. તેમ જ ત્યાં પણ વાતાવરણ અમરેલીની જેમ સુકુ, ગરમ અને મધ્ય વાદળછાયું રહેવાની શક્યતા છે. દ્વારકા જિલ્લામાં તારીખ 6 જૂનનાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 38 અને લઘુત્તમ તાપમાન 29 ડ્રિગ્રી નોંધાયું છે. એજ સ્થિતિમાં સુરેન્દ્રનગરમાં પણ મહત્તમ તાપમાન 42 અને લઘુત્તમ તાપમાન 26 ડ્રિગ્રી નોંધાયું છે.

ગુજરાતમાં ક્યારે ખખડાવશે ચોમાસું બારણું

ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં 6 થી 8 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની હતી, જો કે કેટલાક વિસ્તારોમાં જોવા મળી પણ રહી છે. પરંતુ હાલ તે પ્રી-મોન્સુનનો વરસાદ થઈ રહ્યો છે.જેને જોતા અમે હવામાન વિભાગના અધિકારી સાથે વાત કર્યો હતો અને જાણવાનું પ્રયાસ કર્યો હતો કે જો આ પ્રી-મોન્સૂન વરસાદ થઈ રહી છે તો  રાજ્યમાં ચોમાસાની શરૂઆત ક્યારે થવાની છે. તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 14 થી 16 જૂનની વચ્ચે ચોમાસું બારણું ખખડાવશે.

ભારતના બીજા રાજ્યોની સ્થિતિ  

જો આપણે દક્ષિણની વાત કરીએ તો ત્યાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ગાજવીજ સાથે વરસાદ પણ થઈ રહી છે. કેરળમાં કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહી છે. વધુમાં, પૂર્વોત્તર રાજ્યો, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના લોકોએ 9 જૂન સુધી વાવાઝોડા, હળવાથી મધ્યમ વરસાદ, વીજળી અને ભારે પવન માટે તૈયાર રહેવું જોઈએ. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક રાજ્યો અને પૂર્વના ભાગોમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. તેમજ આગામી દિવસોમાં ત્યાં તાપમાનમાં વધારો થવાની પણ સંભાવના છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More