કાળઝાળ ઉનાળાની પાચમાલીથી લોકો હચમચાવી ગયા છે. દેશભરમાં હીટવેવેનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ વચ્ચે લોકોએ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આવતી કાલે એટલે કે શુક્રવારે 31 મેના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે છાંટા પડી શકે છે. બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે પણ દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ તેમ જ કેટલાક વિસ્તારોમાં અંગ દઝાડતી ઉનાળાની આગાહી કરી છે. હવે ત્યાં પ્રશ્ન તે ઉભા થાય છે કે શું ગુજરાતમાં આવતી કાલથી હવામાન પલટાશે? હવે તે તો જોવા પછી જ ખબર પડશે કે ગુજરાતનું હવામાન આવતી કાલે કેવો રહેશે, પરંતુ ત્યાં આઈએમડીએ વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે.
કેરળમાં આવતી કાલથી ચોમાસું ખખડાવશે બારણું
હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં આવતી કાલે 31 મેના રોજ ચોમાસું આવી શકે છે. આ પછી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. હાલમાં દેશના ઘણા ભાગોમાં તાપમાન તેની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. તેનાથી લોકો ખૂબ જ પરેશાન છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગએ ગરમીથી પરેશાન લોકોને સારા સમાચાર આપ્યા છે. વિભાગે કહ્યું છે કે 30 મે થી 31 મેની વચ્ચે ચોમાસું ગમે ત્યારે ભારતની સરહદમાં પ્રવેશી શકે છે.
ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસુ
હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં હાલમાં જે પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે તે ટૂંક સમયમાં ચોમાસામાં બદલાઈ જશે. વિભાગે આજે કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. અન્ય રાજ્યોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમને ચોમાસાના વરસાદના આગમન પહેલા મોટી રાહત મળવાની છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો શક્ય છે કે ચોમાસાનું આગમન રાજ્યમાં 20 જૂનના આજુબાજુ થઈ જશે.
22 મેના રોજ પહોંચ્યુ હતુ આંદમાન
ચોમાસું પહેલીવાર 22 મેના રોજ આંદામાન અને નિકોબારમાં પહોંચ્યુ હતું. ત્યાથી આવતી કાલ સુધીમાં કેરળ પહોંચશે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હાલમાં લોકો તાપમાનમાં ક્યાંક ઘટાડો થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, દિલ્હીમાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ હોવાનું જણાએ છે.
Share your comments