ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવના છે, જેથી કરીને રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે. જણાવી દઈએ કે રાજ્યમાં અત્યારે ભારે વરસાદ પડી રહી છે. તેમણે કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે 16 ઓગસ્ટથી વેવ મજબૂત બનશે, જેના કારણે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ મજબૂત થશે. જો કે છત્તીસગઢ થકી ગુજરાત આવશે અને તારીખ 16 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોને ભીંજાશે.
ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના
હવામાન નિષ્ણાતે જણાવ્યું કે 16 અને 17 તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં ઝાંપડા પડી શકે છે. જ્યારે 20 થી લઈને 24 સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના સમાવેશ થાય છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત જો મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરવામાં આવે તો આ ત્રણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
ક્યા ક્યાં પડશે વરસાદી ઝાપટા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ધોળકા, ધંધુકામાં વરસાદી ઝાંપટા પડી શકે છે. હમણાં ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આગામી પાંચ દિવસ પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મઘ્યમ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો મોન્સૂન રાજસ્થાન તરફ ખસી ગયું છે, જેના કારણે રાજસ્થાન પાસેના ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. હવામાન ભેજના કારણે છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે છે. તેમ છતાં ગુજરાતમાં વરાપ જેવા માહોલ જોવા મળશે.
આ પણ વાંચો: જાણો..આંબાના પાનને કતરી ખાનાર ચાંચવું વિશે, જેઓ ઉપર નાખે છે મોટા પાચે અસર
Share your comments