ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળીની ઉજવણી માટે માંડ માંડ બે દિવસનું સમય છે. આવતી કાલે ધનતેરસ અને પરમ દિવસે કાળી ચૌદસ પછી 31 તારીખે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. પરંતુ કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદના કારણે દિવાળીની ખુશિયો ખોરવાઈ જાય એવા એંધાણા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. દિવાળી પર વરસાદ થાય તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગાહી કરી હતી.
આથી કરીને કૃષિ જાગરણ ગુજરાતીએ ફરીથી હવામાન વિભાગના અઘિકારી સાથે ચર્ચા કરી છે અને જાણવાનું પ્રયાસ કર્યો કે દિવાળીની રાતે શું ગુજરાતિઓની ખુશિયો ખોરવાઈ જશે? આ પ્રશ્નના ઉત્તર આપતા હવામાન વિભાગના અધિકારિએ જણાવ્યું કે દિવાળીની રાતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડક પસરી જશે અને તાપમાન 20 થી 21 ડિગ્રીની વચ્ચે રહેશે. 29 ઓક્ટોબરથી લઈને આવનાર 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, એટલે કે દિવાળી પર લોકોની ખુશિયો વરસાદ બગાડશે નહીં અને ગુજરાતિઓએ મન મુકિને દિવાળીની ઉજવણી કરી શકીએ છે.
હવામાન વિભાગના અધિકારીએ શું આગાહી કરી?
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા હવામાન વિભાગના અધિકારીએ સુનિલ પટેલે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં 4 નવેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી, રાજ્યમાં હવામાન સુંકું બનુ રહેશે, તેથી દિવાળીની ઉજવણીમાં કોઈ પણ પ્રકાસની સમસ્યા ઉભી નહીં થાય. તેમને કહ્યું કે રાજ્યના ખેડૂતોએ પણ વરિયાળી અને બીજા શિયાળું પાકનો વાવેતર શરૂ કરી શકે છે, તેમના વાવેતરમાં વરસાદ નડશે નહીં.
ટૂંક સમયમાં આવશે શિયાળા
તેમણે જણાવ્યું કે રાજ્યમાં હવામાન ધીમે ધીમે ઠંડુ થવા માંડશે અને વાતાવરણમાં ઠંડક પસરી જશે. તેમણે જણાવ્યું કે સવારના સમયમાં જ્યાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 થી 38 ડિગ્રી રહેશે તો રાતે તાપમાન 20 થી 23 ની વચ્ચે પહોંચી જશે. તેમણે જણાવ્યું કે રાજ્યના કેટલા વિસ્તારોમાં રાતનું તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી પણ ગયુ છે અને નવેમ્બર 10 સુધી તેમાં કોઈ ફેરફારની સંભાવના નથી. સુનિલ પટેલે જણાવ્યું કે જેવી રીતે રાતના સમયમાં તાપમાનમાં ઘટાડો નોંઘાઈ રહ્યું તેથી એવી શક્યતા છે કે આ વર્ષે ગુજરાતમાં જબરદસ્ત ઠંડી પડશે અને તે પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.
Share your comments