Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather Update: ચોમાસાનું જોર ફરીથી વધ્યું, હવામાન વિભાગે જાહેર કર્યો યેલો એલર્ટ

ગુજરાતમાં ચોમાસાનું જોર ફરીથી વધ્યું છે, જેથી રાજ્યમાં વરસાદના બીજા રાઉંડની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ ગીરના જંગલ તથા મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યો હતો.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગુજરાતમાં ચોમાસાનું જોર ફરીથી વધ્યું છે, જેથી રાજ્યમાં વરસાદના બીજા રાઉંડની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તેમજ ગીરના જંગલ તથા મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળ્યો હતો. રાજ્યમાં 10 દિવસના વિરામ અને ભારે ઉકળાટ પછી વરસાદી માહોલ છવાતા લોકોમાં ખુશીનો માહોલ પણ છવાયો હતો. આવનારા દિવસો માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ નોંઘાશે. જ્યાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં હળવાદી મધ્યમ વરસાદ આ સમય દરમિયાન ખાબકી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જણાવી દઈએ કે ચૌમાસાથી લઈને અત્યાર સુઘીમાં રાજ્યમાં છેલ્લા વર્ષની સરખામણીએ 42 ટકા વધુ વરસાદ નોંધાઈ છે.

અંબાલાલ પટેલનું શું છે કહેવું

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

તેમણે જણવ્યું કે 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે. 

આઈએમડીએ જાહેર કર્યો યેલો એલર્ટ

આ ઉપરાંત આજે મધ્ય ભારતના ક્ષેત્ર, તેલંગાણા, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં વરસાદ પડી શકે છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની સાથે આ વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જો આપણે રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સૂર્ય તેજ ચમકી રહ્યો છે, જેના કારણે લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે કહ્યું છે કે અહીં 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More