હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આવતી કાલે અને પરમ દિવસે દક્ષિણ ગુજરતામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. જો આજના હવામાનની વાત કરીએ તો આજે સૂરત, વલસાડ, ડાંગ, ભરૂચ,બનાસકાંઠા, છોટાઉદેપુર, નર્મદા. અમદાવાદ, મહિસાગર, રાજકોટ અને વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલૂ વર્ષે સામાન્ય કરતાં 123 ટકા વધુ વરસાદ નોંઘાઈ છે.
આવતીકાલથી વરસાદની તીવ્રતા થઈ જશે ઓછી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા બે દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. 14 તારીખે રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના નથી. હવામાન નિષ્ણાત મુજબ અત્યારે રાજ્યમાં ડીપ પ્રેશરના કારણે ભારે વરસાદ થઈ રહી છે, જો કે આગામી દિવસોમાં વળતો પાણી થઈ જશે.તેથી કરીને 14 તારીખથી વરસાદ પણ ઓછી થવા માંડશે.
પાડોશી રાજ્યમાં હવામાનનું હાલ
ગુજરાતમાં ડીપ પ્રેશરનું સૌથી વધુ અસર રાજસ્થાનમાં પણ જોવા મળ્યો હતો. ગુજરાતના પાડોશી રાજ્ય હોવા છતાં ગુજરાતમાં કોઈ પણ ડીપ પ્રેશર સક્રિય થાય છે, તેનો અસર રાજસ્થાન પર પણ પડે છે. પરંતુ આ સમય દરમિયાન રાજસ્થાનના ભરતપુર, જયપુર, ઉદેયપુર, કોટા અને અજમેરમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેની પ્રબળ સંભાવના છે. જો કે આગાહી ચાર પાંચ દિવસ સુધી ચાલૂ રહેશે. એજ દરમિયાન રાજસ્થાનના સિરોહી, ડુંગરપુર, સવાઈ માઘોપુર, દૌસા, કરૌલી, જૌધપુર, ઝુંઝુનું અને અલવરમાં પણ આગામી દિવસોમાં વરસાદે પોતાના છેલ્લો રેકોર્ડ તોડશે.
ઉત્તર ભારતમાં પૂરની સંભાવના
ઉત્તર ભારતના પહાડી રાજ્ય એટલે કે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે પૂરની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જણાવ્યા મુજબ પર્યટકોને રાજ્યની યાત્રા નથી કરવાની સલાહ આપવામાં આવી છે. કેમ કે રાજ્યમાં ભૂસ્ખલનના કારણે મોટા પાચે નુકસાન થવાની ભીતી છે. કિનૌર, મંડી, શિમલા અને મનાલી જેવા પર્યટક સ્થળો પર ભારે વરસાદના કારણે ક્યારે પણ પૂર આવી શકે છે, જેના કારણે ભૂસ્ખલન પણ થઈ શકે છે.
Share your comments