ઘઉંનું પાક ખેતરમાં લણણી માટે ઉભો છે. પણ તેની લણણી થાય તેથી પહેલા પ્રાકૃતિએ ઘઉંના પાકને બગાડવાનું કામ કરી રહી છે. ગુજરાતના અને દેશના કેટલાક વિસ્તારોમાં માવઠાનું કારણે ઘઉંના પાક બગડી ગયું છે. જેના કારણે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉભા થઈને રડી રહ્યા છે. આવી કેટલીક વીડિયો કૃષિ જાગરણ ગુજરાતી પાસે આવી છે. જેને તમે અમારા યૂટ્યૂબ ચેનલ કૃષિ જાગરણ ગુજરાતી યૂટ્યૂબ ચેનલ પર જોઈ શકો છો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહી છે.
અમદવાદમાં ધોધમાર વરસાદ
અમદવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહી છે. શહેરના ગોતા, વૈષ્ણવ દેવી, અડાલજ, એસજી હાઈવે, નહેરૂનગર, લો ગાર્ડન, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં 30 મિનિટ સુધી ભારે વરસાદ પડ્યો હતો.હવામાનમાં એકા એક પલટો જોવા મળી રહ્યો છે. જેના પાછળનું કારણ અન નિનોને ગણવામાં આવી રહ્યો છે.
ખેડૂતો મુંઝાવણમાં મુકાયા
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં માવઠાની સ્થિતિમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ મુંઝાવણમાં મુકાયા છે. ઘઉં, રાયડો. ચણા, જીરુ અને મરચાના પાકની નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. રાજ્યના દરેક ખૂણામાં ઉભા પાક લણણી માટે તૈયાર છે. આ વચ્ચે માવઠાથી તે સંપૂર્ણ પણે બગડી જશે. જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર-કચ્છ હોય કે પછી મઘ્ય કે ઉત્તર ગુજરાત દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના ઇડરના ફલસાણ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યા છે.જગતના તાત માટે ફરી માવઠુ મુશ્કેલી લઈને આવ્યુ છે.
અલ નીનોના કરાણે હવામાન બદલાયુ
માર્ચ મહિનામાં ઠંડી જે રીતે સંતાકૂકડીની રમત રમી રહી છે તે દર્શાવે છે કે કેવી રીતે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે અને આપણે તેનો સામનો કરી રહ્યા છીએ. હવામાનમાં આવેલા આ ફેરફારને અલ-નીનો વચ્ચે થઈ રહેલા પરિવર્તનના સંકેત તરીકે જોઈ શકાય છે. કારણ કે આ વખતે લગભગ એક મહિનાના વિલંબ પછી પણ પહાડોમાં ભારે હિમવર્ષા થઈ હતી અને હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. જે ખૂબ જ આઘાતજનક છે.
Share your comments