ગુજરાતમાં શિયાળુ પાકની માવજત ચાલી રહી છે. તેથી ખેડૂત ભાઇયો તમારે હવામાન વિશે જાણાવું બહુ જ જરૂરી થઇ જાય છે. ગુજરાતમાં આજના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવા પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર ચથાવત રહેશે. સાથે જ આવતા 3-4 દિવસ સુઘી હવામાનમાં કોઈ પણ મોટા ફેરફારની શક્યતા બહુ જ ઓછી છે. આથી રાજ્યમાં ઠંડીનું જોર થથાવત રહેશે.
ક્યાં કેટલો તાપમાન રહેશે
જો આપણે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં તાપમાનની વાત કરીએ તો સુરતમાં 15.6 ડિગ્રી અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરા, ગાંધનગર અને અમદવાદનું તાપમાન 11 ડિગ્રી, 12.8 ડિગ્રી અને 13.8 ડિગ્રી નોંઘાયું છે. તેમજ રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 10.4 ડિગ્રી નોંઘાઈ છે. ડીસા અને કંડલાનું પણ નલીયા જેવો જ હાલ છે. ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ, મધ્ય ગુજરાત અને કચ્છ રાજ્યના દરેક ખુણામાં ઠંડીનું જોર વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
કઈ તારીખે શિયાળા લેશે વિદાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે શિયાળા 15 ફેબ્રુઆરી પછી વિદાય લેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એમ તો શિયાળા 28 ફેબ્રુઆરીથી રાજ્યમાં વિદાય લય છે અને માર્ચથી ધીમે-ધીમે ઉનાળા શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વર્ષે 15 દિવસ પહેલા શિયાળા વિદાય લય શકે છે.
શું વરસાદની શક્યતા છે
લેખમાં આ ફકરો ફક્ત ખેડૂત ભાઇયો માટે જોડવવામાં આવ્યું છે. કે શું જાન્યુઆરીના અંત સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. કેમ કે જાન્યુઆરીમાં એક વાર માવઠું આવી ચુક્યો છે. તો શું ફરીથી આવશે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ભૂમધ્ય સાગરમાં ચક્રવાત આવવામી સંભાવના છે, જેના કારણે ભારતના પશ્ચિમભાગમાં કમોસમી વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં 25 અને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આથી પશ્ચિમ સૌરાષ્ટ અને કચ્છમાં વરસાદી માહોલ ઉભા થવાની શક્યતા છે. જ્યારે ગુજરાતના બીજા ભાગોમાં વાતવરણમાં પલટો થવાની કોઈ શક્યતા નથી બસ ત્યા વધુમાં વધુ વાદળ છવાયું વાતાવરણ રહી શકે છે.
Share your comments