
રંગોનો તહેવાર હોળીની ઉજવણી પછી હવે ગુજરાતિઓને ભારે ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, કેમ કે રાજ્યમાં સતત પારો વધી રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 22 જેટલા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયો છે. વિભાગ દ્વારા જણાવ્યા મુજબ 19 માર્ચથી લઈને 21 માર્ચ સુધી ગુજરાતિઓને ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. જો કે આ એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાત્રિમાં પણ તાપમાન વધ્યો
એક બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજની સ્થિતિના કારણે ઉનાળો પોતાના રોદ્ર રૂપ દેખાડી રહ્યો છો તો બીજી બાજુ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી દિશાથી રાજ્યમાં હીટવેવ ફૂકાઈ રહી છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રાત્રિમાં પણ તાપમાન વધી ગયું છે અને લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે કચ્છમાં કાળઝાળ ગરમીના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધો છે. જ્યારે દીવમાં ગરમીનો યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતની સ્થિતિની પણ શક્યતા છે, જેનો અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. જેથી ગરમીથી રાહત મળવાની શક્યતા છે, પરંતુ તેઓ એપ્રિલમાં જ શક્ય થઈ શકે છે. જણાવી દઈએ કે એપ્રિલમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડુંને લઈને પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે.
દેશના બીજા રાજ્યોની સ્થિતિ
એક બાજુ ગુજરાતમાં કાળઝાળ ગરમીનું અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ માર્ચમાં દક્ષિણ ભારતમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આજે તમિલનાડુ અને કેરળના વિભિન્ન વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સાથે જ છૂટાછવાયા ક્ષેત્રોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. જયારે પશ્ચિમી રાજસ્થાન. પૂર્વી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને ઝારખંડમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી સાથ ભારે પવન ફૂંકાશે એવી શક્યતા છે. જો આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો માર્ચમાં પણ હિમાચલ, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેથીસ દિલ્હીમાં સવાર અને સાંજે ઠંડીનું અનુભવ થઈ રહ્યો છે.
30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન
MD મુજબ, 20-22 માર્ચ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, 21 અને 22 માર્ચે બિહારમાં, 19-22 માર્ચ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં, 20 અને 21 માર્ચે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અને 21 અને 22 માર્ચે વિદર્ભમાં વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન (30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે) સાથે છૂટાછવાયાથી હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં છૂટાછવાયાથી લઈને એકદમ વ્યાપક હળવો/મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (૪૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે)નો સમાવેશ થાય છે. વિભાગે 20 માર્ચે ઝારખંડમાં, 20 અને 21 માર્ચે ગંગા પશ્ચિમ બંગાળમાં, 21 અને 22 માર્ચે બિહારમાં અને 20 થી 22 માર્ચ દરમિયાન ઓડિશામાં છૂટાછવાયા કરા પડવાની આગાહી કરી છે.
Share your comments