Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: ક્યાંક ઠંડીનું અનુભવ તો ક્યાંક હીટવેવથી લોકો પરેશાન, ગ્લોબલ વાર્મિંગએ બગાડ્યો હવામાનનો ટાઈમ ટેબલ

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કરા પડવાના કારણે પાટનગર દિલ્લી ઠંડી પવન ફુંકાઈ રહી છે, બીજી બાજુ દેશના આર્થિક રાજઘાની મુંબઈમાં હીટવેવન ફૂંકાઈ રહી છે. દેશના અલગ અલગ વિસ્તારમાં આવા હવામાન ગ્લોબલ વાર્મિંગનો વધતો ખતરા છે, એવું હવામાન નિષ્ણતોનું કહેવું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

માર્ચમાં મોટા પાયે ઉનાળાની શરૂઆત થઈ જાય છે. પરંતુ પશ્ચિમિ વિક્ષોભના કારણે ગુજરાતમાં વાદળ છવાયું જેવું વાતાવરણ જોવા મળી રહ્યો છે . હાલ ગરમીની શક્યતા હવે ઓછું નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભના કારણે ગરમીમાં વધઘટ ચથાવત રહેશે. તેઓએ જણાવ્યું કે હોળી પછી સુર્ય, શનિ અને ચંદ્રના યોગ થતા રાજ્યમાં આકરની ગરમી જોવા મળશે, જો કે તાપમાન 42 ડિગ્રી સુઘી પહોંચી શકે છે. આ વર્ષે કાળઝાળ ગરમીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને માર્ચના અંત સુધી તાપમાન 45 ડિગ્રીને વટાવી શકે છે.

હવામાન  નિષ્ણાત વધુમાં જણાવતા કહ્યું કે સૂર્યની કિરણ ડાયરેક્ટ જમીન પર પડતા માર્ચમાં ગરમી વધુ થવાની શક્યતા છે. પરંતુ 7 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે અને રાતે ઠંડીનું અનુભવ થશે. જ્યારે 7 પછી એટલે કે 8 માર્ચથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગરમીનું પ્રકોર વધશે અને તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જશે. જો આપણે વિસ્તાર મુજબ તાપમાનની વાત કરીએ તો ઉત્તર-પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન 7 માર્ચ પછી 39 ડિગ્રી,કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 40 થી 45 ડિગ્રીની વચ્ચે નોંઘાશે.

અમદાવાદ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે હવામાનની આગાહી કરી છે. તેઓ મુજબ આવનારા બે દિવસમાં ઠંડીનું વધુ અસર જોવા મળશે. તેઓના મુજબ આવનારા બે દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંઘાશે. તેના સાથે અમદાવાદ હવામાન વિભાગ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટ વેવવની પણ શક્યતા છે. ,તો બીજી બાજુ ઉત્તર ભારતમાં હિમ વર્ષા અને કરા પડવાની સંભાવના છે, જેથી મેદાની વિસ્તારોમાં ઠંડી પવન ફુંકાશે. વેસ્ટન ડિસ્ટબનમાં ફેરફાર થવાની શક્યતા પણ રહેલી છે.

દિલ્હીમાં ઠંડી પવનોનો અસર

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કરા પડવાના કારણે પાટનગર દિલ્લી ઠંડી પવન ફુંકાઈ રહી છે, જેના કારણે પાટનગરમાં ઠંડીનું અનુભવ થઈ રહ્યો છે. પહેલા ગરમી પછી તરત જ ઠંડીના કારણે લોકોના સ્વસ્થ્ય પણ બગડી રહ્યા છે. જો તાપમાનની વાત કરીએ તો ઝડપથી ફુંકાઈ રહેલી ઠંડી પવનના કારણે દિલ્હીમાં તાપમાન ઘટીને  13 ડિગ્રી પહોંચી ગયું છે, જો કે માર્ચની શરૂઆતમાં 28 ડિગ્રી સુધી હતો. બીજી બાજુ દેશના આર્થિક રાજઘાની મુંબઈમાં હીટવેવન ફૂંકાઈ રહી છે. દેશના અલગ અલગ વિસ્તારમાં આવા હવામાન ગ્લોબલ વાર્મિંગનો વધતો ખતરા છે, એવું હવામાન નિષ્ણતોનું કહેવું છે.

આ પણ વાંચો:Muskmelon: માર્ચમાં શક્કરટેટીની ખેતી આપશે લાખોની કમાણી, ફક્ત કરવું પડશે આટલું જ

Share your comments

Subscribe Magazine

More on weather

More