ફક્ત ગુજરાત નહીં આખું દેશ કાળઝાળ ઉનાળાથી રોંઘાઈ રહ્યું છે. સમગ્ર ભારતમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે અને લોકોને બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ઘર કે પછી ઑફિસથી બહાર જવા માટે ન પાડવામાં આવી છે. કેમ કે દેશભરના કેટલાક સ્થાનો પર તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે ક તો પછી કેટલાક વિસ્તારોમાં તેને પણ વટાવી ગયું છે. હીટવેવ અને 50 ડિગ્રી સુધી તાપમાન થવાના કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેથી કરીને હોસ્પિટલમાં બેડ રિજર્વ રાખવાની ફર્જ પડી છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં દેશભરમાં હીટ સ્ટ્રોકના કારણે 100 થી વધુ લોકોએ મૃત્યું પામ્યા છે, જેમાંથી 11 લોકોએ ગુજરાતના છે.
31 મે સુધી રાહત મળવાની શક્યતા ઓછી
ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ 31 મે સુઘી હીટવેવથી રાહત મળવાની શક્યતા ઓછી છે. તેમાં પણ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, દિલ્લી અને ગુજરાત-મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ યથાવત રહેશે પણ અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 31 મેના સાંજે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ આસામ. મેઘાલય, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ત્યારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં, પૂર્વી ઉત્તર પ્રદેશમાં, છત્તીસગઢમાં 29 થી 30 મે સુધી, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, જમ્મુ વિભાગમાં 29 મેના રોજ ગરમીનું મોજું ફરી વળશે.
નૈનિતાલની નૈની ઝીલ સુકાઈ
ગરમીનું મોજુ આટલું વધી ગયું છે કે હવે ઠંડા પ્રદેશમાં પણ લોકોને ગરમી અનુભવાઈ રહી છે. ઉત્તરખંડના પહાડી ક્ષેત્રોમાં પણ તાપમાન વધી રહ્યું છે. ટૂરિસ્ટ પ્લેસ નૈનિતાલમાં તાપમાન આટલું વધી ગયુ છે કે ત્યાની ઓળખાણ નૈની ઝીલ સુકાઈ ગઈ છે અને ત્યાં ઘાસચારા ઉગી આવ્યા છે. તેથી કરીને વધુમાં વધુ છોડની રોપણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
તાપમાન રેકોર્ડ તોડ્યો
IMD અનુસાર, જમ્મુ વિભાગના કેટલાક ભાગો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના મેદાનોમાં તાપમાન સામાન્ય કરતા 4-6 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં, મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં, વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં, ગુજરાત પ્રદેશ અને છત્તીસગઢના ઘણા ભાગોમાં. કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 2-3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
Share your comments