6 જૂનથી લગાતાર ગુજરાતમાં વરસાદ થઈ રહી છે. જો કે પ્રી- મોનસૂનની સ્થિતિ તરીકે ગણાએ છે. હવે એજ પ્રી- મોનસૂન ચોમાસુંમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 13મીં જૂને રાજ્યમાં ચોમાસાની શરૂઆત થશે અને માનસૂનનું ગુજરાતમાં આગમન થઈ જશે. સામાન્ય રીતે ગુજરાતમાં 20 જૂન પછી ચોમાસું શરૂ થાય છે પણ આ વખતે ચોમાસું 7 દિવસ પહેલા રાજ્યના દક્ષિણ કાંઠે પહોંચી રહ્યું છે. જો જોવા જઈએ તો આ વર્ષે હીટ વેવેના કારણે રાજ્યમાં લગભગ 10 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યા હતા. પરંતુ 7 દિવસ પહેલા ચોમાસાનું આગમન દેખાડે છે કે આ વર્ષે શિયાળા પણ સમયથી પહેલા શરૂ થઈ જશે. તેથી કરીને ખેડૂતોને પોતાના પાક પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
આ જિલ્લાઓમાં થશે વરસાદ
13 જૂનથી રાજ્યમાં ચોમાસું એક્ટિવ થતા ન સાથે જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં એક સાથે ગાજવીજ સાથે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ્સ મુજબ આવતી કાલે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન વિભાગે તોફાનની ગતિવિધિને કારણે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેવાનો અંદાજ લગાવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
આજે કયાં જિલ્લાઓમાં થશે વરસાદ
આજે એટલે કે 12 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે. 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
14મી જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રવિવરે 15મી જૂને સૂરત.ડાંગ, નવરસારી, વલસાડ,દમન, દાદર નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે 16મી જૂને નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદ થશે. એજ સંદર્ભમાં મંગળવારે 17મી જૂને દમન, દાદરા નગર હવેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, વલસાડ અને નવસારીમાં વરસાદની સંભાવના છે.
રવિવાર સાંજથી થયું હતું હવામાનમાં બદલાવ
જણાવી દઈએ કે રવિવારે સાંજથી ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે, તેથી ચોમાસું ગુજરાતથી થોડું દૂર છે. ગુજરાતમાં હાલ પ્રિ-મોનસૂન એક્ટિવિટી ચાલી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે આવતી કાલથી ગુજરાતનું પ્રી-મોનસૂન, મોનસૂનમાં ફેરવાઈ જશે.
Share your comments